________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
મેં કર્યાં, મન, વાણી, દેહનાં કાર્યો હું કરું, દયા, સેવા કરું એમ અજ્ઞાની જીવ માને છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા વગેરે ચિંતવના તથા ગ્રહણ, અગ્રણના વિકલ્પ કરે છે ને ઠીક-અઠીક માને છે. જડ વસ્તુનું ગ્રહણ આત્મા કરતો નથી છતાં અજ્ઞાનદશામાં જીવ માને છે કે હું ૫૨વસ્તુનાં ગ્રહણત્યાગ કરું છું; એ માન્યતા ઊંધી છે. પોતાના જ્ઞાનમાં ઊંઘી માન્યતા કરનાર જીવ પોતે સ્વતંત્ર છે. ક્ષમા, દયા, ક્રોધાદિ ભાવે જીવ જો પ્રવર્તતો નથી તો જડનો સંગ તેને કોઈ રીતે થતો નથી. ક્રોધ ન કરે તો પોતે ક્રોધી થતો નથી. પૂર્વે રાગાદિકના નિમિત્તે બંધાએલા શુભ-અશુભ કર્મનો જીવની સાથે સંયોગ, સંબંધ છે. જીવ પોતે પ્રકૃતિના ઉદયમાં જોડાય તો નવા રાગ-દ્વેષ થાય છે અને તેથી નવું કર્મબંધન થાય છે. દેહધારીપણે પોતાના અપરાધથી જીવને રખડવું થાય છે, અશાંતિ થાય છે તે જીવને પોતાની ભૂલનું ફળ છે. ૫૨વસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટપણું અજ્ઞાની માને છે, તેથી બંધન થાય છે; પણ સમ્યગ્દષ્ટિ ધર્માત્માને જડ અને ચેતનનું જુદાપણું-સ્વતંત્રપણું સ્પષ્ટ જણાય છે; તે જાણે છે કે હું શુદ્ધ છું, અવિનાશી છું, રાગાદિ પુણ્ય-પાપ તથા દેહાદિનો કર્તા નથી, તેનો સ્વામી નથી; એમ અસંગ, નિર્મળ, વીતરાગષ્ટિના ભાન વડે તે માને છે કે મારામાં અને સિદ્ધ ૫૨માત્મામાં ૫૨માર્થે કાંઈ તફાવત નથી. હું નિર્દોષ, વીતરાગ જ્ઞાતાદેષ્ટા છું, એવી નિર્દોષ દૃષ્ટિ હોવાથી જ્ઞાનીને આત્મતત્ત્વનું સળંગ-ધારાપ્રવાહી જ્ઞાન વર્તે છે; પોતાની જરા નબળાઈને લીધે રાગાદિકની અલ્પ અસ્થિરતા આવે છે; પણ રાગાદિકની ઈચ્છા અને રુચિ તેને નહિ હોવાથી તત્ત્વદૃષ્ટિથી આત્માનું તે કાર્ય નથી. આત્મા ૫૨નો તો કર્તા નથી પણ રાગાદિકનોય કર્તા ધર્મી જીવ ૫૨માર્ચે નથી, કારણ કે તેને વીતરાગષ્ટિ છે. પુરુષાર્થની નબળાઈથી મારી વર્તમાન અવસ્થા મલિન છે, તે દોષ છે, એમ જાણતો હોવાથી પોતાનો સત્ય પુરુષાર્થ વધારે છે. હું પરમાર્થે નિર્દોષ છું, એમ વિચારી અસ્થિરતાથી થતા રાગાદિકનો પણ ત્યાગ કરે છે. રાગાદિકનો ત્યાગ ક૨વો એટલે રાગ રહિત પોતાના જ્ઞાનમાં ઠરવું-ટકવું, તે કર્તાનું ધર્મકાર્ય છે, પણ પુણ્ય-પાપ, શુભાશુભ ભાવ તે ધર્મ નથી. ધર્મ તો સ્વચ્છ, ઓપિત, નિર્મળ છે. તે સમ્યગ્દર્શનનું બળ એવું છે કે મિથ્યાત્વ સંબંધી કોઈ દોષને ઉત્પન્ન થવા દે નહિ. માટે સમ્યગ્ગાની ઉપાધિભાવનો કર્તા નથી પણ જ્ઞાતા છે. પુરુષાર્થની નબળાઈને લીધે અસ્થિર થવાથી વર્તમાનમાં અલ્પ બંધ થાય છે, તેને દૃષ્ટિની અપેક્ષાએ બંધ ગણ્યો નથી. હું નિર્મળ નિર્દોષ, સ્વાધીન તત્ત્વ છું, ૫૨નું કર્તવ્ય મા આધીન નથી, હું શાયકમાત્ર, જ્ઞાનનો કર્તા છું. એમ અભિપ્રાય પલટી ગયો એટલે ત્રિકાળ શુદ્ધ સ્વભાવનો દૃઢ અભિપ્રાય થયો. એવો દેઢ અભિપ્રાય થતાં જડ પ્રકૃતિનું જો૨ ભાસે નહિ; અનંત સંસા૨ભ્રમણાનું કારણ જે મિથ્યાભાવ તે ટળી ગયો, એટલે હવે અલ્પકાળ સંસારમાં રહેવું થાય. જો તીવ્ર જ્ઞાનદશાની સ્થિરતાનો પુરુષાર્થ કરે તો શીઘ્ર મુક્તિ થાય અને મંદ હોય તો થોડો વધારે કાળ લાગે. આત્માનું ભાન થતાં અન્તઃક્રોડાક્રોડી સાગ૨ની કર્મસ્થિતિ રહે છે, પણ અધિક બંધન થાય નહિ. ધર્માત્માને સંસા૨પ્રસંગમાં રહેવું થાય છતાં તેમને જ્ઞાની
Please inform us of any errors on rajesh@Atma Dharma.com