________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૩૭
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] અજ્ઞાનનું કર્તાપણું છે. જે કરે તે ભોગવે તેમાં ઈશ્વરનો હાથ સંભવતો નથી. વળી પોતાને કરવાનું કાર્ય ઈશ્વર કરી દે તે બનવું સંભવિત નથી, કારણ કે દરેક દ્રવ્ય પોતે સ્વાધીન છે, તેના ગુણદોષની અવસ્થા બીજો કોઈ પલટાવી દે તો પરાધીનપણું આવે અને વસ્તુનો અભાવ થાય તે દોષ આવે.
આત્મા અવસ્થાએ તદ્દન નિર્મળ-શુદ્ધ જ હોય તો તેને કંઈ ઉપાધિ ન હોવી જોઈએ, પણ તેમ નથી. અનાયાસે કર્મ થયાં કરતાં હોય તો તેનો અર્થ એ થયો કે જીવે પોતે ઈચ્છા ન કરી અને કર્મપ્રકૃતિનું એની મેળે રાગાદિના નિમિત્ત વિના બંધાવું, છૂટવું થયા જ કરે; જો તેમ હોય તો તે પ્રસંગથી મુક્ત થવાનો ઉપાય હોઈ શકે નહિ. ઈશ્વરાદિ કોઈક પરાણે કર્મ વળગાડી દે, તો જીવ કદી મુક્ત થાય નહિ, અજ્ઞાનતાથી જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરી શકે છે અને સત્ય પુરુષાર્થડે શુદ્ધ થઈ શકે છે.
પૂર્વનાં કર્મ જીવ સાથે બંધાએલા છે તે જીવને નડે છે એમ નથી, પણ પૂર્વે પોતે ભૂલ કરી છે; વર્તમાનમાં તેની ભૂલ કરવાનું ચાલુ રાખે તો તેને નિમિત્ત કહેવાય. જેને અતીન્દ્રિય જ્ઞાનનો પુરુષાર્થ કરવો નથી તેઓ કહે છે કે શું કરીએ, અંતરાય કર્મ નડે છે. ખરેખર તો તત્ત્વની રુચિ વિના પુરુષાર્થ કરતો નથી પણ પરનો એટલે નિમિત્તનો-કર્મનો દોષ કાઢે છે અને કહે છે કે મને આટલું નડતર છે માટે મારાથી કાંઈ થતું નથી, જે કંઈ થાય છે તે કર્મ પ્રકૃતિના આધારે થાય છે; એમ પુરુષાર્થહીન બનીને સંસારમાં રખડે છે. વળી કોઈ કહે છે કે - આપણું કર્યું કાંઈ થતું નથી. કાંઈ ભક્તિ, પુણ્ય, દાન કરીએ તો ઈશ્વરકૃપા થાય. બધું ઈશ્વરેચ્છા અનુસાર કાર્ય થાય છે, આપણું ધાર્યું થતું નથી. આ માન્યતા પણ ખોટી છે. પોતે ઊંડાણથી અંતરમાં વિચારે કે હું કાંઈ રાગ-દ્વેષની ચિંતવના કરું છું કે કેમ અને ઇન્દ્રિયો આદિ પરવસ્તુમાં અને પુણ્યાદિમાં મને સુખબુદ્ધિ, મમત્વબુદ્ધિ થાય છે કે કેમ? એ પ્રમાણે વિચારતાં માલૂમ પડે કે ભૂલ તો મારી થાય છે. ભૂલ પોતે કરે અને માને એમ કે ભૂલ કરાવવા અને ગુણ કરાવવા બીજા કોઈ આવે, એ કેમ સંભવે? પોતાને અતીન્દ્રિય વસ્તુતત્ત્વનો પુરુષાર્થ કરવો નથી અને દોષ કાઢવો છે બીજાનો, કે મને બીજાઓ રાગી-દ્વેષી, સુખી-દુઃખી કરાવે છે, અથવા બધુંય ઈશ્વરેચ્છા મુજબ થયા કરે છે. “હરિએ ધાર્યું હોય તેમ થાય, આપણે તો કંઈ પણ કરતા જ નથી, બધુંય એને આધારે છે. જો એમ હોય તો ગુણદોષકર્તા જીવ ન કર્યો. એમ માનવામાં તો ઘણા દોષ આવશે.
“હરિ”નો અર્થ એવો છે કે પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, અશુભ-અશુભ વૃત્તિની મલિનતારૂપ પાપના ઓઘને હરી લે, નાશ કરે તે ચૈતન્ય-આત્મા હરિ છે; બીજો કોઈ હરિ નથી. જડમાં પણ પોતાની વસ્તુશક્તિથી ઈશ્વરપણું છે. જડપ્રકૃતિની ક્રિયા પણ સ્વતંત્ર છે. તેનું પણ નિયમબદ્ધ પલટવું થાય છે, પણ તેનામાં જ્ઞાન નથી. શ્રીમદે તેને જડેશ્વર કહેલ છે. જડમાં ચૈતનત્વ નથી. જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે; રાગ-દ્વેષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com