________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા રખડાવનાર ઈશ્વર ઠર્યો; ગુનો કરનાર તું અને ટાળનાર ઈશ્વર; પણ એમ હોઈ શકે નહિ. માટે જે વિધિએ માર્ગ છે તે સમજે તો જ માર્ગ સમજાય. ૭૬ હવે ઈશ્વરનું ખરું સ્વરૂપ કહે છે :
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ;
અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૭ પ્રગટ દશામાં પણ જેનો સ્વભાવ પૂર્ણ શુદ્ધ થયો છે, જેઓ રાગ-દ્વેષ, ઈચ્છા, ઉપાધિ રહિત છે, છેલ્લામાં છેલ્લી પૂર્ણ દશા, જ્ઞાતા-દ્રષ્ટા સાક્ષીસ્વભાવ જેને પ્રગટ થયો છે તેને કંઈ કરવાનું બાકી રહે નહિ. જો કંઈ કરવું બાકી રહે તો વ્યાકુળતા રહે અને જેને વ્યાકુળતા હોય તેને ઈશ્વર કહેવાય નહિ. જો ઈશ્વરને કંઈ કરવું રહે તો તે ઈશ્વર ન કહેવાય. આત્માનો સ્વભાવ એવો અગુરુલઘુ છે કે પૂર્ણ શુદ્ધતા પ્રગટી જાય પછી તેને વધવાપણું રહે નહિ. પૂર્ણ શુદ્ધતા બેહદઅમર્યાદિત છે. આત્મા જ્યારે સર્વ કર્મ કલંક ઉપાધિથી મુક્ત થાય ત્યારે તેમાં કાંઈ અશુદ્ધતાનો અંશ રહે નહિ. એવો પૂર્ણ શુદ્ધ આત્મસ્વભાવ જેને પ્રગટ થયો છે તે ઈશ્વર છે. તેને જગત ઉપાધિનો કર્તા કે ઈચ્છાવાળો કહેવો તે દોષપણું છે. વસ્તુનો સ્વભાવ અગુસ્લઘુ છે, અગુરુ એટલે પૂર્ણતા થઈ, પછી તે પૂર્ણ શુદ્ધતાની મર્યાદા છોડીને વધી ન જાય; અલઘુ એટલે સંસારાવસ્થામાં જ્ઞાનગુણને ઘણું આવરણ આવી જાય અને ચેતનાશક્તિ ખૂબ ઘટી જાય, તોપણ અલ્પજ્ઞાનનો ઉઘાડ (લઘુજ્ઞાન) તો કોઈ કાળે ટળે નહિ. જેની પૂર્ણ કૃતકૃત્ય દશા થઈ અને અવસ્થાએ શુદ્ધ પરમાત્મા થયા તે ઈશ્વર છે. તે જગતના જીવોનું કાંઈ કરે નહિ, સૃષ્ટિનું કોઈ કાર્ય કરે નહિ, કરાવે નહિ. જીવોને રાગ-દ્વેષની પ્રેરણા કરે એવો આરોપ ઈશ્વર ઉપર નાખવો તે ઈશ્વરને દોષવાળો માનવા જેવું થયું. જેને સ્વતંત્ર સાચો પુરુષાર્થ કરવો નથી તે કંઈ કંઈ કલ્પના કરી બેસે છે અને પરાશ્રિતપણાથી મોક્ષસાધન માને છે, અથવા કંઈ કરતાં મોક્ષ થઈ જશે એમ માને છે, પણ તેમ નથી. પોતે જ પોતાનો ઈશ્વર છે, એમ પોતાનું યથાર્થ સ્વરૂપ સત્સમાગમ વડે જાણવામાં આવે તો પોતાની જાતના પુરુષાર્થ વડે રાગનો અભાવ થવારૂપ જ્ઞાનદશાની કેળવણી અને જ્ઞાનની સ્થિરતારૂપ સાધન-ક્રિયાથી ઇષ્ટ સુખની પ્રાપ્તિ થાય છે.
[ તા. ૨૮-૧૦-૩૯] (૭૭મી ગાથા વિષે શ્રીમદ્ રાજચંદ્ર આવૃત્તિ ૫ મી ભા. બીજો-આત્મસિદ્ધિશાસ્ત્ર પાનું ૩૭, ૩૮, ૩૯ માં જોઈ લેવું.)
૭ર મી ગાથાનો ઉત્તર ૭૬, ૭૭મી ગાથામાં કહ્યો કે દોષ કરનાર તો પોતે અશુદ્ધ આત્મા છે; પોતે પોતાને ભૂલી પરવસ્તુને નિમિત્ત બનાવે છે. એ રીતે અજ્ઞાનીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com