________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ર૩પ
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૬] જોગાનુજોગ સરખું લાગે છે પણ ઊંડું વિચારે તો તેનું ધાર્યું થયું નથી એમ જાણે. ઈચ્છા છે તે દુઃખનું લક્ષણ છે. જો સુખ હોય તો ઈચ્છા થાય નહિ. ઈચ્છા થાય છે તેમાં પર નિમિત્તની આડ છે, તેમાં વિરુદ્ધતા જ છે. જીવો સુખ અર્થે ઘણું ઘણું કરે છે, છતાં સાચું સુખ થતું નથી. પરવસ્તુમાં સુખ છે એવી માન્યતા હોવાથી પરાશ્રિત સુખબુદ્ધિ ટળતી નથી. પરવસ્તુમાં કદી પણ સુખ નથી. જડનું કાર્ય ચેતનને આધીન નથી. આત્માનું કાર્ય જ્ઞાનમાત્ર છે. જેમ શેરડીમાં રસ છે, તેમ જ્ઞાતા ચૈતન્ય આત્મા કેવળ જ્ઞાનરસવાળો જ્ઞાયક જ છે, પુણ્ય-પાપ આદિ ક્રિયા કરવાનો તેનો ધર્મ નથી. પરનું કર્તુત્વ મારું માનવું એ મહાપાપ છે, એ સ્વરૂપની હિંસા છે; જ્ઞાનનું આવરણ વધારવાનો ઉપાય છે. અજ્ઞાનભાવે જે રાગ-દ્વેષનું કર્તાપણું છે તે જીવનો મૂળ ધર્મ નથી, પણ જીવની કલ્પના છે. ઊંધી માન્યતા છે માટે તે જીવનો ધર્મ નથી. ૭૫
આગળ શિષ્ય આશંકા કરી હતી કે “આત્મા સદા અસંગ ને કરે પ્રકૃતિ બંધ” તેનો હવેની ગાથામાં ઉત્તર આપે છે કે :
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ તારું સ્વરૂપ શુદ્ધ શક્તિરૂપે છે. અવસ્થાએ કેવળ અસંગ અને નિર્મળ હોત તો તને પ્રથમથી જ ભાસ કેમ ન થાત? અસંગશુદ્ધ તો નિજભાન થયે પુરુષાર્થથી પ્રગટ થાય છે. શક્તિએ, સ્વરૂપે, દ્રવ્યસ્વભાવે તો શુદ્ધ પરમાત્માપણું છે; જેમ તલમાં તેલ શક્તિરૂપે છે તથા શેરડીમાં રસ છે તેમ, પણ તેને પીલીને તે જાતની ક્રિયા કર્યા વિના એમને એમ તેનો સ્વાદ લઈ શકાય નહિ; તેમ આત્મા આનંદમૂર્તિ, જ્ઞાતાદેષ્ટા ભગવાન છે. તે પરમાર્થે તો જ્ઞાનાનંદ શુદ્ધ પવિત્ર છે. પણ વર્તમાન અવસ્થામાં ભૂલ છે, મલિનતા છે. તે ઉપાધિ રહિત હું નિત્યસ્વભાવે પૂર્ણ શુદ્ધ કૃતકૃત્ય છું એવી સાચી શ્રદ્ધા વડે રાગાદિકથી જુદો પડી, પુરુષાર્થ વડે પ્રથમથી જ ઉજ્જવળતા કરે, અને યથાર્થ સ્વાનુભવની પ્રતીતિ, સમ્યજ્ઞાન અને ચૈતન્યતત્ત્વમાં ટકી રહેવા રૂપ એકાગ્રતાવડે જેવું તત્ત્વ છે તેવું જાણે-અનુભવે તો વર્તમાન અવસ્થાએ જ્ઞાનાનંદ, અસંગ, શુદ્ધ થઈ શકે છે. તે સ્વભાવે તો પુણ્ય-પાપ રાગાદિવાળો નથી, કેવળ અસંગ છો; દ્રવ્યસ્વભાવે અસંગ છો, પરમાર્થે તારું સ્વરૂપ અસંગ છે, શુદ્ધ છે, પણ સર્વથા અસંગ નથી, એટલે અવસ્થાએ અસંગ (શુદ્ધ) નથી, પણ પરમાં સચિવડ, રાગની સચિવડે મલિનતા, અશુદ્ધતા છે. તે અશુદ્ધતા પુરુષાર્થ વડે ટાળીને શુદ્ધ દશા પ્રગટે ત્યારે અસંગ થવાય. શિષ્ય શંકા કરી હતી કે ઈશ્વરની પ્રેરણાથી જ કાર્યો થયા કરતા હોય અને મારું કર્તવ્ય બધું ઈશ્વરાધીન થતું હોય તો મારે પુરુષાર્થ કરવાનો રહેતો નથી. મારો મોક્ષ ઈશ્વરની કૃપાથી થશે; પણ તે બરાબર નથી. તેનો અર્થ તો એવો થાય છે કે- અત્યારસુધી સંસારમાં તને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com