________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા માને છે અને જે પ્રારબ્ધનું કાર્ય બને છે તેમાં ઠીક-અઠીકની કલ્પના વડે કર્તૃત્વ, મમત્વબુદ્ધિ કરે છે.
અનંત કર્મપરમાણુ પુદ્ગલોનું નાટક થઈ રહ્યું છે. શુભ-અશુભ પુણ્ય-પાપની વૃત્તિથી ઊપજે છે; તેમાં કર્તૃત્વ, મમત્વ સળંગ ટકાવીને પોતે પોતાના જ્ઞાનમાં ઊંધો પડ્યો હોવાથી જડના રસને વેદે છે અને અજ્ઞાનભાવે રાગ-દ્વેષનો કર્તા અને સુખ-દુઃખની પરાધીનતાનો ભોક્તા થાય છે.
અંતરંગ ઘાતિકર્મ જે મોહ છે તે સૂક્ષ્મ રજકણો-ધૂળ છે, તેના ઉદયમાં જોડાતાં અજ્ઞાની જીવને ઇષ્ટ-અનિષ્ટની વૃત્તિ ઊઠે છે; તે મારા સ્વભાવમાંથી નીકળે છે. એમ માની પરવસ્તુમાં મારાપણાની ભ્રાન્તિને લીધે આમ કરું તો ઠીક, આમ કરું તો દયા પળાય, વગેરે અનેક ભૂલવાળી માન્યતા કરીને અજ્ઞાનદશામાં જીવ ટક્યો છે. જે કાર્ય જડની અવસ્થામાં થાય છે તેમાં પોતાનો અધિકાર માની પોતાની અશુદ્ધતા જાળવી રાખવી તે સંસાર છે.
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” જગતના જીવો સુખના કામી છે, કોઈને દુઃખ જોઈતું નથી, એટલે પ્રથમ ભણકાર મૂક્યો કે દુઃખ જોઈતું નથી છતાં કેમ આવે છે? તો કહે કે પોતાના સ્વરૂપની યથાર્થ સમજણના અભાવે દુઃખ આવે છે, પણ એમ ન કહ્યું કે અમુક પુણ્ય, અમુક દેહાદિની ક્રિયા, શુભરાગ વગેરે ન કર્યું તેથી દુઃખ આવ્યું. જીવનું કર્મ-કાર્ય તો જ્ઞાનમય છે, જ્ઞાનથી તે ભિન્ન નથી. વળી તેમાં કહ્યું છે કે પોતે અનાદિ અનંત છે, પોતાને ભૂલ્યો તેથી ઊંધો પડયો અને અનંત દુઃખને પામ્યો અને હજુ જો નહિ સમજે તો ભવિષ્યકાળમાં પણ અનંત દુઃખને પામશે. તે દુઃખનું મૂળ જેમના બોધની છે એવા શ્રી સદગુરુ ભગવંતને નમું છું. સાચી સમજણ એ જ જીવ માત્રનું કાર્ય છે. જેવું સ્વરૂપનું જ્ઞાન લક્ષણ છે તેવું તેને નહિ માનતાં અન્યથાપણાનો સ્વીકાર કર્યો. તે ભૂલ કેમ ટાળવી, તે રીતની લોકોને ખબર પડતી નથી. લોકોને લૌકિક ઉપદેશ જોઈતો હોય તો તેવી નિશાળો ઘણી છે; ત્યાં કહે છે કે કંઈક કરો, સક્રિય કાર્ય કરો, આમ કરવું જોઈએ વગેરે વગેરે. તેની વાહવાહ બોલનારા પણ ઘણા હોય છે, કારણ કે એ રીતે સહેલામાં ધર્મ માન્યો છે; તેઓને મધ્યસ્થપણે સાચું તત્ત્વ સમજવું નથી. દેહાદિની ક્રિયાને પોતાની માનવાનો અનાદિથી અભ્યાસ છે, તેથી કંઈક કરું, પુણ્ય કરું, દયા કરું તો મને સુખ થાય; એમ કંઈક ઈચ્છા કરું, વિકાર કરું, તેમાંથી કંઈ ગુણ થશે એમ માને છે. શુભાશુભ રાગભાવથી અરાગીપણું એટલે કે વિભાવથી નિજગુણરૂપ સ્વભાવ ઉઘાડવા માગે છે પણ તેમ બને નહિ. કોઈ કોઈ વખતે કર્તુત્વબુદ્ધિમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com