________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૫]
[૨૩૩ વિચાર કરતા નથી. પણ ગાડરિયા પ્રવાહ માફક જે માન્યતાથી સંસારી જીવો વર્તે છે તે જાતની માન્યતા અને વર્તન પોતે કરે છે, પણ મારું સ્વાધીન તત્ત્વ શું છે. તે મારાથી જ ઉજ્જવળ થઈ શકે છે તેની શી રીત છે તે જાણવાનો વાસ્તવિક પ્રયત્ન કાંઈ કરતા નથી. જગત જે માની રહ્યું છે તેનાથી આ વાત જુદી છે, સંસારથી તદ્ન ઊંધું છે.
દયા, દાન, સેવા આદિનો શુભભાવ રાગદશાને લીધે આવે તે જુદી વાત છે, પણ એ રાગથી મારું ભલું થઈ જશે-રાગ કરવા જેવો છે એ માન્યતા મિથ્યા છે. લોકો બાહ્ય ક્રિયાથી, સેવાથી અને પુણ્યથી ધર્મ માને છે. વળી કહે છે કે અમે અમારી ફરજ બજાવીએ છીએ. અનાસક્તિીથી કર્તવ્ય કરીએ છીએ, એવી અસત્ કલ્પનાથી રાગની રુચિમાં પોતે ધર્મ માની બેઠા છે. તે ભલે ગમે તેવા સંસારના ડાહ્યા હોય, પણ જ્ઞાની કહે છે કે તે મોટા મૂઢ છે, સંસારના સમા અને જગતના ડાહ્યા, તે મોક્ષમાર્ગથી ઊંધા અને અનંત સંસારમાં રખડનારા છે. લોકોને બહારથી સ્થૂળ દેખાવની ભૂલવણીમાં ઘણો ઘણો મોહ થઈ રહ્યો છે. રાગીને ઈચ્છા ઊપજે છે અને કદી જોગાનુજોગ ક્રિયા થતી દેખાય, તેથી માને કે મેં સામાને આમ કર્યું, આમ ન થવા દીધું; પણ એ માન્યતાઓ ભ્રમ છે. શું થાય છે, કોનાથી કેવી રીતે થાય છે, તે જોવાની ફૂરસદ નથી. સ્વયં પોતાની ભૂલના કારણે જગતના જીવો સંસારમાં રખડે છે અને સાચો ન્યાય એટલે સત્ ધર્મની-આત્માના ઘરની વાત આવે છે ત્યાં નકાર કરે છે, પણ સત્ય અને સત્યની વાત ત્રિકાળ જેમ છે તેમ રહેશે. સને સંખ્યાની જરૂર નથી. લોકો માને અગર ન માને, તેની ધર્માત્મા જ્ઞાનીને ફિકર ન હોય. જેને ગરજ પડે તે સની ખોજ કરે. જ્ઞાની જગતને સુધારવા માટે રોકાઈ જતા નથી. મુખ્યપણે જ્ઞાનીની વાત અજ્ઞાની જનોને ઝટ હૈયે બેસતી નથી. ત્રણે કાળના જ્ઞાની એક જ બોધ કહી ગયા છે કે આત્મા, સ્વસ્વરૂપના ભાને પોતાના જ્ઞાનભાવનો કર્તા છે. આત્માનો ધર્મ પરનું કંઈ કરવું તે નથી. આત્માની યથાર્થ પ્રતીતિ અને તે-રૂપ શ્રદ્ધા; જ્ઞાનમાં ટકી રહેવું એ જ્ઞાનનું કાર્ય છે; છતાં ઊંધો પડે અને પોતાના ગુણને વિપરીત પણે માને, તો અજ્ઞાનભાવે-રાગ-દ્વેષ, ક્રોધાદિ કરે, તે દૃષ્ટિએ તો મિથ્યાજ્ઞાનનો કર્તા થાય. જડની ક્રિયા હું કરું છું, એ ભાવે તો રખડવું થાય. માટે શુભ-અશુભ રાગ, તથા પોતાને આધીન નથી એ બાહ્ય ક્રિયાનું કર્તાપણું મારું છે એ આદિ અભિમાન છોડે તો ધર્મની જાત શું તે જણાય છે–સમજાય છે.
પ્રશ્ન :- અંતરમાં વિચાર કરીએ તો અંતરનાદ ન આવે કે તારું કર્તવ્ય આમ જ છે?
ઉત્તર :- જ્યાં લગી યથાર્થ વસ્તુતત્ત્વનું ભાન નથી ત્યાં લગી તેનું જ્ઞાન વિપરીત (અજ્ઞાનમય) છે. હિંસા કરનાર-બોકડા કાપનાર કસાઈને શું નાદ આવે? જ્ઞાનમાં ઊંધું બેઠું છે તેથી તે ઊંધું જ્ઞાન કરે. હું રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, મન-વાણી દેહની ક્રિયાનો કર્તા છું, એ મારું કર્તવ્ય છે, શુભપરિણામ તે મારાં છે એમ પોતાને ભૂલેલો હોવાથી માને છે કે એ મારો ધર્મ, અથવા એ બધું ઈશ્વરાધીનપણે થયા કરે છે એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com