________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩ર]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરું છું અથવા પર મારું કરે છે. પરવસ્તુમાં મારાપણાની અને કર્તાપણાની માન્યતા જીવ અજ્ઞાનભાવે કરી શકે છે, પણ પરનું કાર્ય કરી શકતો નથી; માત્ર રાગવડે વિવિધ કલ્પનામાં રાચે છે, પણ જડની ક્રિયા કરી શકતો જ નથી. સૂક્ષ્મપણે વિચારે તો જ્ઞાન સિવાય જીવ કંઈ કરી શકતો નથી.
ઘણા લોકો પૂછે છે કે અમારે શું કરવું? તેનો ઉત્તર-ભેદજ્ઞાન કરીને જ્ઞાનમાત્ર સ્વભાવમાં રહેવું તે આત્માનું કાર્ય છે, ધર્મ છે તે કરવું, જ્ઞાનધર્મ દરેક ક્ષણે વર્તે છે, થાય છે, માટે જ્ઞાનમાં ટકીને જ્ઞાન કરવું. કોઈ કોઈને કાંઈ આપી શકે, લે, મૂકે, કે બોલવું, ચાલવું એ કોઈ ક્રિયા આત્માથી થતી નથી; પણ હું કરું છું. મારા વડે થાય છે, એમ અસત્ કલ્પના જીવ કરે છે. બહારથી હું કંઈ કરું તો મને ગુણ થાય એમ માનવું તે મિથ્યાત્વ છે. જેને ધર્મ માન્યો તે જો ખરેખર ધર્મ હોય તો ક્યારે પણ તે ભાવ છૂટી શકે નહિ. શુભરાગ, દયાનો ભાવ, ઈચ્છા, પુણ્ય પરિણામ વગેરે જીવનો નિજ સ્વભાવ નથી. આત્મજ્ઞાન પામીને પુરુષાર્થ વડે જેઓ મોક્ષદશા પ્રાપ્ત કરે છે, તેમને ઈચ્છા, રાગ આદિ કંઈ કર્મ રહેતું નથી. શુભ રાગાદિ પરાશ્રિત કર્મ છે અને ચેતનનું સ્વાધીન જ્ઞાનકર્મ છે.
આત્મા કેમ કર્તા છે, કેમ અકર્તા છે, એટલું યથાર્થ જાણો તો અનંતકાળે નહિ. પ્રગટેલું અપૂર્વ તત્ત્વ પ્રગટાવવાનો તે ઉપાય છે; નિજપદની સમજણ તો પરમ સુખ પ્રાપ્ત કરવાનો યથાર્થ ઉપાય છે. લોકોને અનાદિથી જડભાવના કર્તુત્વની માન્યતા એવી દેઢ પકડવાળી થઈ ગઈ છે કે કોઈ તેથી બીજું કાંઈ કહે તો માને નહિ; કારણ કે પૂર્વે પરાધીનતામાં ઠીક માન્યું છે. જેને ઠીક માન્યું, પોતાનું કર્તવ્ય માન્યું તે માન્યતાને કેમ છોડે? હું બીજાને સુખી કરી શકું, બીજાનો ઉપકાર કરી શકું છું, હું પરનું કાર્ય કરી શકું છું, એ માન્યતા મહાપાપ છે. કારણ કે તે અનંતો અજ્ઞાનભાવ છે. જેને પુણ્યનો ઉદય હોય તેના પર સામા જીવને ઉપકાર કરવાની ઈચ્છા-રાગ આવ્યા વિના રહે જ નહિ. તારું કર્મ તેને તે કંઈ આપ્યું નથી. જો પરનું થઈ શકતું હોય તો જેટલું કરવા તું ધારે તેટલું થવું જોઈએ પણ તેમ થતું નથી. કોઈ કહે કે હું એકેકું પરનું કાર્ય મારી ધારણા મુજબ કરી શકું છું આવું જે અભિમાન તે અજ્ઞાન છે. દેહાદિની ક્રિયા હું કરી શકું છું, દાન આપી શકું છું, હું સેવા કરું છું, દયા પાળું છું, એ અજ્ઞાનીનું અભિમાન ખરેખર વૃથા છે. વાસ્તવિક તો એમ છે કે જેને, જ્યાંથી જે વખતે, જેવા પ્રકારે વ્યવહારથી નિમિત્ત થવાનું હોય તે વખતે થયા વિના રહે નહિ અને ન થવાનું હોય તો ઈચ્છા ઘણી કરે તોપણ કાર્ય ન થાય. સાચા તત્ત્વનાં કારણ-કાર્ય જાણ્યા વિના, તત્ત્વના ભાન વિના, મહામોહને વશ થઈ હું બીજાને સુખી કરું, દુઃખી કરું, હું જીવાડી શકું, હું મારી શકું, આવી માન્યતામાં જે જીવ હોંશ રાખે છે અને હરખના હડકા કરે છે અને તેમાં ધર્મ માને છે. તે અજ્ઞાની છે. જ્ઞાતાનો ધર્મ શું, હું શેનો કર્તા છું, મારું સ્વરૂપ શું, આત્મા શું કાર્ય કરી શકે છે તેનો ધીરજ રાખી કદી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com