________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૫]
[૨૩૧ તેનો ઉત્તર આ ૭૪-૭૫મી ગાથામાં છે કે આત્મા જ્ઞાતા, નિર્દોષ જ્ઞાનમાત્ર છે એવી યથાર્થ પ્રતીતિપૂર્વક પોતામાં ઠરે તો તે કર્મને પ્રેરણા કરવામાં નિમિત્ત નથી જ, પણ અજ્ઞાનાવસ્થામાં જડને કર્મરૂપે પરિણમવામાં નિમિત્ત થવાની એક વૈભાવિક શક્તિરૂપ જીવની યોગ્યતા છે. ક્રોધ, માન વગેરે કલુષિતતા, હર્ષ, શોક, રતિ, અરતિ, ખેદ વગેરે ભાવો જીવ કરે છે ત્યારે મિથ્યા દૃષ્ટિવશ જીવ પરમાણમાં થતી અવસ્થામાં, રાગ-દ્વેષ કરે છે, ઠીક-અઠીક માનીને, પોતે પરવસ્તુમાં અટકે છે; અને એ નિમિત્ત-નૈમિત્તિકભાવ જડ વસ્તુમાં પ્રેરણારૂપે પ્રતિભાસે છે. માટે ઉપચારષ્ટિએ અજ્ઞાનભાવથી એ અશુદ્ધપણે જીવનો ધર્મ છે, તે વિચારી જુઓ. ૭૪ વળી કહે છે કે :
જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ;
તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. ૭૫ સ્વાશ્રય દૃષ્ટિના બળવડે ઔપાધિકભાવથી જુદો થઈને જો ભગવાન આત્મા માને કે હું નિર્મળ-શુદ્ધ જ્ઞાતા નિર્દોષ છું, શાન્તિ-આનંદથી સમતામય છું, એમ પ્રથમ શ્રદ્ધામાં જ્ઞાનસ્વરૂપપણે રહે તો પુણ્ય-પાપ, રાગ-દ્વેષનો કર્તા ન થાય, અને તેથી કર્મ પણ થતાં નથી એ નિયમ છે. પૂર્વકર્મના ઉદયમાં જોડાઈ શુભાશુભ ભાવ કરવાનો ધર્મ કાંઈ આત્માનો નિજધર્મ નથી. જો આત્મા તેનો સ્વામી તથા કર્તા ન થાય તો જડકર્મ કાંઈ પરાણે વળગતાં નથી, શુભાશુભ ભાવ પણ મારા નથી, મારો ધર્મ નથી; હું જ્ઞાતા સાક્ષી, જ્ઞાયક માત્ર છું. એમ સમજીને જો રાગમાં ન અટકે, અને જ્ઞાનમાં સ્થિર રહે, જ્ઞાનીપણે ટકી રહે તો પછી તે કર્મ થવામાં જીવનું પોતાનું નિમિત્ત રહેતું નથી; માટે કર્મ કરવાનો આત્માનો સહજ સ્વભાવ નથી. જો તેમ હોય તો સંસારથી મુક્ત, સિદ્ધ પરમાત્માવસ્થા પ્રગટ થાય નહિ અને સદા કર્મની ઉપાધિ રહે; માટે કર્મ કરવાનો જીવનો સ્વાભાવિક ધર્મ નથી. પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, શુભાશુભ ભાવ કરવા એ જો આત્માનો નિજ ધર્મ હોય, તો કોઈપણ ક્ષણે ધર્મીથી ધર્મ જુદો રહી શકે નહિ. જેમ ગોળનું ગળપણ ગોળથી ભિન્ન કોઈ ક્ષણે થઈ શકતું નથી તેમ કર્તાનું કાર્ય (કર્મ) કર્તાથી ક્ષણમાત્ર ભિન્ન થઈ શકે નહિ. માટે ક્રોધાદિનું કર્તાપણું પરમાર્થ નથી. વળી અનાયાસે કર્મ આત્માને વળગતાં નથી, તેમ જ કોઈ ઈશ્વર આદિ તે કર્મને વળગાડતો નથી. જો તેમ હોય અને અનાયાસે કર્મ થયા કરતાં હોય તો ક્યારેય પણ જીવ ક્રોધ, માન, માયા, લોભ, તૃષ્ણા, મમતા વગેરેથી નિવૃત્ત થઈ શકે નહિ, કર્મ કરવાનો જીવનો સ્વભાવ હોય તો તે કોઈ ક્ષણે તે ક્રિયાથી રહિત ન હોઈ શકે, તે ક્રિયા છૂટી ન શકે, પણ તેમ તો નથી. સિદ્ધ ભગવાનમાં તે ક્રિયા નથી. તેમનામાં જ્ઞાનમાત્રપણું છે. એમ વર્તમાનમાં પણ દરેક જીવ જ્ઞાન જ કરે છે, છતાં પોતાની ભ્રમણાથી માને છે અને કલ્પના કરે છે કે હું પરનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com