________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦]
[ભગવાનશ્રીકુંદકુંદ કહાનજૈનશાસ્ત્રમાળા પરમાર્થે શક્તિરૂપે પરમાત્મા જેવો શુદ્ધ છે, પણ અવસ્થાએ અશુદ્ધ છે. અવસ્થાએ પણ જો ત શુદ્ધ હોય તો પ્રગટ શુદ્ધ પરમાત્મદશા જોઈએ. જો જીવને તદ્દન શુદ્ધતા પ્રગટપણે હોય તો ઉપદેશ સાંભળવાપણું રહે નહિ અને દેહાતીત વીતરાગદશા-પૂર્ણ પવિત્રદશા હોવી જોઈએ પણ તેવી શુદ્ધતા તો જણાતી નથી. શુદ્ધતા માટે પુરુષાર્થ પણ નથી અને કથન માત્ર ગોખી રાખ્યું છે કે આત્મા સદા અસંગ શુદ્ધ છે. જો આત્મા અવસ્થાએ પણ ખરેખર અસંગ હોય તો આ તને અશુદ્ધ સંસારી દશા કેમ દેખાય છે? માટે અશુદ્ધ ભાવનું કર્તાપણું છે એમ માનો. જેમ લોઢાનો ગોળો અગ્નિથી તપાવેલો હોય, તેને પાણીમાં મૂકો તો પાણી શોષાય છે. અગ્નિનો પ્રત્યક્ષ વ્યાપાર દેખાતો નથી, છતાં અગ્નિનું કાર્ય પ્રત્યક્ષ દેખાય છે, તેમ ચૈતન્યઘન આત્મા જ્ઞાતા નિર્દોષ છે, પણ તે જ્ઞાતાપણું ભૂલીને જો રાગ-દ્વેષરૂપ કષાય અગ્નિરૂપ ક્રોધ, માન, માયા, લોભનું મનન કરે તો તે મલિનતાનું નિમિત્ત પામીને (જેમ ધગધગતા ગોળામાં પાણી પકડાઈ જાય છે તેમ આત્મપ્રદેશે જડકર્મ પડકાઈ જાય છે. પુણ્ય-પાપ મારાં રાગ-દ્વેષનો હું કર્તા, મન, વાણી, દેહની ક્રિયા, શુભાશુભ ભાવ એ મારા વડે થાય છે એવી પરવસ્તુની જે કત્વબુદ્ધિ જણાય છે, તે અશુદ્ધ ભાવનું નિમિત્ત પામીને, નવીન કર્મવર્ગણા આત્મા તરફ ખેંચાઈને બંધપણું પામે છે; તેથી જીવને પુદ્ગલકર્મનો કર્તા નિમિત્તની દૃષ્ટિએ, ઉપચરિત વ્યવહારથી કહેવામાં આવે છે. વર્તમાનમાં જીવની અશુદ્ધ અવસ્થા દેખાય છે છતાં પરમાર્ગદષ્ટિથી જુઓ તો આત્માનો બંધસ્વભાવ નથી, જીવ પરનો કર્તા નથી, અજ્ઞાનવશ રાગભાવનો કર્તા થાય છે. જડપુદ્ગલ પરમાણુદ્રવ્ય સ્વતંત્ર છે. તેની જે જે અવસ્થા બંધરૂપે થાય છે. તેનામાં જે પ્રકારે બંધ થવાની યોગ્યતા છે તે પ્રમાણે જીવના અજ્ઞાનમય રાગ-દ્વેષનું નિમિત્ત પામીને રજકણો ચોંટે છે. માટે ઉપચારથી જીવ કર્મનો કર્તા કહેવાય છે. અસભુત વ્યવહારથી જીવને જડકર્મનો કર્તા કહેવાય છે. વ્યવહાર એટલે નિમિત્ત, ઉપચાર. જેમ ઘી અને માટીનો ઘડો બેઉ જુદાં છે પણ તેમનો સંયોગી સંબંધ થયો હોવાથી ઘીનો ઘડો એમ લોકભાષામાં (વ્યવહારથી) કહેવાય છે. ઘડો કાંઈ ઘી નો બનેલો નથી, તેવી રીતે નિશ્ચયથી જીવ પુદગલકર્મનો કર્તા નથી, પણ તેને કર્મનો કર્તા કહેવા એ નિમિત્તનું જ્ઞાન કરાવનાર વ્યવહાર છે.
[ તા. ૨૭-૧૦-૩૯] ત્રીજી શંકામાં શિષ્ય કહ્યું કે હે ગુરુ! જીવ કંઈ કરતો નથી, પણ એની મેળે કર્મ થયાં કરે છે. પ્રકૃતિ જ અનાદિથી એની મેળે બંધ-મુક્તપણે કર્યા કરે છે, માટે મારે પુરુષાર્થ કરવાની જરૂર જણાતી નથી. વળી કદાચ ઈશ્વર પણ કર્મનો કર્તા હોય, અથવા જીવનો ધર્મ કર્મ કરવાનો હોય તો પોતાની સ્વતંત્રતાએ છૂટી શકે નહિ. માટે મોક્ષનો ઉપાય કરવાપણું મને જણાતું નથી. એ કર્તાપણાની સૂક્ષ્મ સંધિ ક્યાં છે? તેનો સદુપાય જે હોય તે સમજવો. તેમાં એક પ્રશ્ન એ છે કે કર્મનો કર્તા કર્મ છે કે કેમ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com