________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૨૯
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૪] કાર્મણ વર્ગણામાં છે પણ ભીંત, સ્તંભ, મકાન, પત્થર વગેરે જડ વસ્તુમાં તેવી યોગ્યતા નથી, તેથી તે કર્મરૂપ પરિણમતાં નથી. આખા લોકમાં કાર્મણ વર્ગણાના અનંતા સૂક્ષ્મ ઝીણાં રજકણો પડ્યાં છે. તેમાં એવી યોગ્યતા છે કે જીવ રાગ-દ્વેષ કરે કે તે જ વખતે તે કર્મરૂપે બંધાય છે. જેમ કાર્મણ વર્ગણાની કર્મરૂપે પરિણમવાની યોગ્યતા છે તેમ મોહનીયનું નિમિત્ત પામી જીવને ઈચ્છા ઊઠે છે, મનમાં ચંચળ પરિણામ થતાં અધ્યવસાય (વૃત્તિઓ ) ઊઠે છે તે શુભાશુભ પરિણામને જીવ અજ્ઞાનભાવે પોતારૂપે જાણે છે અને રાગરૂપ પરિણમી તે રાગમાં અટકે છે અને પોતે ખંડખંડ થઈને જ્ઞાન કરે છે, તે કારણે નવા પરમાણુઓ આવે છે. જીવે પૂર્વે અજ્ઞાન કર્યું હતું તે કારણે કર્મ બંધાએલાં હતાં. વળી તે ઉદયમાં આવતાં જીવે નવું અજ્ઞાન કર્યું હતું એમ જીવ અજ્ઞાનદશા ન ટાળે ત્યાં સુધી પરંપરા ચાલે છે. કાશ્મણ વર્ગણાના સૂક્ષ્મ સ્કંધો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે, તેમાં ગળવું, મળવું, ટળવું, વીખરાવું, છૂટા પડી જવું એવો સ્વભાવ છે. તેમાં સક્રિયપણું છે પણ તેમાં ચૈતન્યપણું નથી. દેહમાં અશાતા વેદનીય કર્મના ઉદયથી ભૂખની વેદના દેખાય છે, તેમાં મોહભાવને લીધે રાગ-દ્વેષ થાય છે. જીવ રાગ-દ્વેષ કરે કે હું આમ કરું, ખાઉં, લઉં, મૂકું, પણ તેનું ધાર્યું થતું નથી. તેમ જ આહાર પેટમાં જતાં આહારને ખબર નથી કે હું લોહી, માંસ, હાડકાં, નખ, વાળ આદિરૂપે પરિણમું, પણ જડનો સ્વભાવ છે કે તેની યોગ્યતાના નિયમ મુજબ તે પરિણમે. જીવનું અને કર્મનું એક ક્ષેત્રે સંયોગી-સંબંધપણું છે. જીવના ભાવની અસ્થિરતા અને જડ કર્મને નિમિત્ત-નૈમિત્તિકપણું છે. જેમ સોયને ખબર નથી કે હું ખેંચાઈને લોહચુંબક પાસે જાઉં, પણ લોઢાની સોયમાં ખેંચાવાની યોગ્યતા છે, એને પત્થરમાં ચુંબક રસના કારણે ખેંચવાની યોગ્યતા છે, એમ નિમિત્ત નૈમિત્તિકપણું એ વસ્તુને હોઈ શકે. કોઈ વસ્તુ પોતાના કારણે બાધારૂપ ન હોઈ શકે. પણ તેને બીજાં નિમિત્તકારણ હોય અને તેમાં તે જોડાય તો પોતાની વિકારી (બાધારૂપ) અવસ્થા થાય. જેમ સોનું સોનાના કારણે મલિન કહેવાય નહિ પણ તાંબાના ભેળના કારણે મલિન કહેવાય છે. જીવની અશુદ્ધતામાં જડ વસ્તુ નિમિત્ત છે. તે નિમિત્તને વશ થતા જીવને સંસારી, અજ્ઞાની, રાગી, દ્વેષી, ક્રોધી વગેરે કહેવામાં આવે છે, માટે જીવ અજ્ઞાનાવસ્થામાં ઉપચારથી દેહાદિ, નોકર્મ, અને જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મનો કર્તા કહેવાય છે. જ્યાં જ્યાં રાગી આત્મા છે ત્યાં ત્યાં બંધ થવાનાં ઉમેદવારીવાળાં (યોગ્યતાવાળાં) રજકણો પડ્યાં છે; અને આત્મા પોતાનામાં જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષ કરે તેટલા પ્રમાણમાં નવાં રજકણો પ્રકૃતિ, સ્થિતિ, અનુરાગ અને પ્રદેશબંધપણે ચૈતન્ય સાથે બંધાઈ જાય છે. જડને ખબર નથી કે અમારે જીવને અમુક ફળ આપવું છે. મોઢામાં આહારનો પ્રવેશ થતાં આહારને ભાન નથી કે અમારે કેમ પરિણમવું છે. ઝેર અને અમૃતને ખબર નથી કે અમારે આનું ફળ દેવું છે, પણ જે ખાય તેને તેવું ફળ થાય. એમ જીવ પરનો કર્તા થયા વિના કર્મની સાથે તેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહેવાતો નથી. જીવની અશુદ્ધ અવસ્થાને તે કારણે ઉપચારથી કર્તા કહેવામાં આવે છે. જીવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com