________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સંચાલન કોણ કરે? સહજ શુદ્ધ જ્ઞાયકસ્વભાવને ભૂલીને રાગ-દ્વેષ હું છું એમ જીવ અજ્ઞાનપણે મનન ન કરે તો પુદ્ગલકર્મનો-આવરણનો બંધ કેમ થાય? જો જીવની તદ્ગ શુદ્ધદશા હોય તો નિમિત્ત-નૈમિત્તિકપણું એટલે બંધપણું ન સંભવે. શુદ્ધ નિશ્ચય દૃષ્ટિથી આત્મા શુદ્ધ ચિદાનંદ જ્ઞાતા છે, પુણ્ય-પાપ, શુભ-અશુભ કર્મ રહિત છે. તેનું નિર્દોષ લક્ષણ જ્ઞાતાપણું છે, તે ભૂલીને રાગાદિ કરવા જેવા છે, હું રાગ-દ્વેષરૂપ છું, આ હું અને આ મારું એમ પરવસ્તુમાં મમતા કોણ કરે છે? અથવા તેવું મનન કોણ કરે છે? જેનામાં વિચારવાની શક્તિ છે, જાણપણું છે તે સ્વરૂપને ભૂલીને જડ પદાર્થમાં રાગ દ્વારા અટકે, પણ જડવસ્તુનો સ્વભાવ કાંઈ રાગ-દ્વેષરૂપ થવાથી પ્રેરણા કરનાર નથી. જીવના જ્ઞાનને આવરણ થવામાં નિમિત્ત; દ્રષ્ટાશક્તિને રોકવામાં નિમિત્ત; જીવને ભ્રાન્તિ થવામાં નિમિત્ત એ વગેરે પ્રકારના આઠ કર્મ છે. તેનો ઉદય તે જડની અવસ્થા છે, જ્ઞાન તેને જાણે છે, પણ તેનું માત્ર જ્ઞાન નહિ કરતાં તેમાં જીવ મારાપણાની ભ્રાન્તિ કરે છે. જેમ નિર્મળ અરિસામાં તેની સામે રહેલા કોલસા, મળ, સોનાનાં ઘરેણાં વગેરે દેખાય, તેમાં અરીસાનો દોષ નથી, તેમ આત્માને વસ્તુઓને જાણવામાં દોષ નથી. આત્મા ચૈતન્ય જ્ઞાતા છે, શાંત, અવિકારી, વીતરાગ છે; પણ તે પોતાનું નિર્દોષ જ્ઞાતાપણું ભૂલીને વર્તમાન અવસ્થામાં શુભ-અશુભ રાગ કરે છે, પરમાં ઈષ્ટ-અનિષ્ટપણાની કલ્પના અને રાગ-દ્વેષ દ્વારા મનન કરે છે. એમ અજ્ઞાનપણે પરભાવરૂપ મનન કરે છે, તેથી તે રાગ-દ્વેષનું નિમિત્ત પામીને નવીન રજકણો-આવરણનો બંધ થાય છે. જડમાં મનન કરવાની શક્તિ નથી. જીવમાં પ્રેરણા એટલે મનરૂપ ચિદાભાસ છે, તેના નિમિત્તે જડ કર્મનો બંધ થાય છે, રાગ-દ્વેષ, ઈચ્છા જીવ કરે છે; આ ઠીક છે, આ અઠીક છે, આ મેં કર્યું, આ મારું કર્મ છે. વગેરે રાગ-દ્વેષમય વિકારી પરિણામ કરનાર જીવ છે. ભૂલનારો ક્યાંય ભૂલ કરીને પરભાવમાં મોહભાવ વડે અટકયો છે, તેથી શુભાશુભ ભાવમાં-વિકારમાં મનન કરવા લાગ્યો કે મેં આનું ભલું કર્યું, મારું આ જીવે ઠીક કર્યું, આ જીવે મારું અનિષ્ટ કર્યું વગેરે આર્તધ્યાન રાગ-દ્વેષ વડે જીવ પરવસ્તુમાં અટકયો. તે ભાવનું નિમિત્ત પામીને, જડ વસ્તુમાં યોગ્યતા છે તેથી તે જીવ સાથે આવીને એક ક્ષેત્રે બંધાય છે; રાગના કારણે રાગની ક્રિયા, જડ પરમાણુઓના કારણે મન વાણી, દેહની ક્રિયા થતી દેખાય છે. આત્મા જ્ઞાનમાં જ રોકાય અને હું પુણ્યવાળો-રાગવાળો વગેરે અનેક સુખ-દુઃખની કલ્પનામાં ન રોકાય તો જડકર્મ કેમ ચોંટે! જીવના રાગ-દ્વેષરૂપ ભાવકર્મના નિમિત્તે જડકર્મ આવે છે અને તેથી જીવને જડ કર્મનું કર્તાપણું ઉપચારથી કહેવાય છે. આત્માની ઈચ્છા અને ચંચળ પરિણામની વૃત્તિ વિના રજકણ-ઝીણી ધૂળ કેમ ચોંટે? જીવમાં રાગ-દ્વેષની ચીકાશ હોય તો ધૂળ આવીને ચોંટે, જીવના મૂળ સ્વભાવ-દ્રવ્યસ્વભાવમાં ચીકાશ નથી, પણ હું ચીકાશવાળો છું. એવી જીવ માન્યતા કરે છે, અજ્ઞાન કરે છે, તેવી જીવની વૈભાવિક શક્તિની યોગ્યતાથી રાગરૂપ-અશુદ્ધ અવસ્થા જીવમાં થાય છે. તેનું નિમિત્ત પામીને નવાં કર્મ સહજ પ્રેરાઈને આવે છે. તેવી યોગ્યતા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com