________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૩]
[૨૨૭ ખરેખર જો ઈશ્વર બધા જીવોનો બંધ-મોક્ષનો કર્તા હોય તો આજલગી ઈશ્વરે ક્રૂરતા શા માટે રાખી અને બધા જીવોને મોક્ષસુખ કેમ ન આપ્યું? ઈશ્વર તો પૂર્ણ પવિત્ર કૃતકૃત્ય, ઈચ્છારહિત, સર્વજ્ઞ ભગવાન છે. નિર્મળ નિરૂપાધિક છે, દેહ રહિત છે. તે પોતાની સ્વાધીનતા છોડી પરાધીનતામાં ઉપાધિવાળો થાય તે સંભવે નહિ.) એ પ્રમાણે શિષ્યની શંકાનો ખુલાસો છે, પણ આનું સમાધાન આગળ ગાથા દ્વારા આવશે. ૭ર હવે શિષ્ય કહે છે કે મોક્ષ ઉપાયનો કોઈ હેતુ જણાતો નથી :
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય;
કર્મતણું કર્તાપણું, કાં નહી, કાં નહીં જાય. ૭૩ શિષ્ય કહે છે કે, બંધ, મોક્ષ, પુષ્ય, પાપ, કરવું ન કરવું વગેરે ઉપદેશનો કંઈ હેતુ જણાતો નથી, કારણ કે મેં ઉપર કહ્યાં તે કારણોથી આત્મા કાંઈ કરતો જ નથી, તો પછી તેને બંધ-મોક્ષ થવાનો હેતુ ક્યાં રહે છે? એટલે રાગ, દ્વેષ, ઈચ્છા, અનિચ્છા વગેરે કાંઈ પણ કાર્ય આત્મા કરી શકતો નથી. એ રીતે હું રાગ, દ્વેષ, પુણ્ય, પાપનો કર્તા નથી, તેથી કંઈ પુરુષાર્થ કે મોક્ષનો ઉપાય જાતે કરી શકું તેમ નથી. અને જો જીવને કર્મનું કર્તાપણું હોય તો તે તેનો સ્વભાવ થયો અને તેથી મટવા યોગ્ય નથી.
આ શંકાનો ખુલાસો આગળ આવશે પણ ટૂંકામાં તેનો જવાબ એવો છે કે :
આત્મા મન, વાણી અને દેહની ક્રિયા કરી શકતો નથી; એટલે કે આત્મા જ્ઞાન સિવાય કાંઈ ક્રિયા કરી શકતો નથી. આત્મા અનાદિ, અનંત, પવિત્ર, જ્ઞાતાદ્રષ્ટા છે; ચિદાનંદ, સ્વતંત્ર છે તેથી કોઈને આધારે નથી. જીવ પોતાના જ્ઞાનસ્વભાવનો કર્તા-ભોક્તા સ્વાભાવિક શુદ્ધ આનંદમય શક્તિરૂપે છે પણ વર્તમાનમાં પોતે ભૂલ કરે છે તેથી પોતાની અવસ્થામાં મિથ્યાત્વ તથા રાગ-દ્વેષરૂપ અસ્થિરતા જણાય છે તે કેમ ટળે? કે-સાચા અભિપ્રાય વડે શુદ્ધ આત્માની શ્રદ્ધા કરીને પોતામાં જ્ઞાનની સ્થિરતારૂપ પુરુષાર્થ વડે ક્રમે-ક્રમે સર્વ દોષ ટાળીને પૂર્ણ શિવસુખરૂપ જીવ થઈ શકે છે.
આવા પરમાર્થભૂત વ્યવહાર અને શુદ્ધસ્વરૂપની પ્રાતિ શિષ્યને થઈ નથી અને શિષ્ય સાચું તત્ત્વ સમજવાનો કામી છે, માટે શંકા કરે છે કે આ વાત મને સમજાતી નથી. માટે “એ અંતર શંકાતણો સમજાવો સદુપાય.” એમ કહી શ્રીગુરુને સમાધાન કહેવા વિનવે છે. ૭૩
શ્રી સદગુરુ સમાધાન હોય ને ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ?
જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ અહીં નિમિત્તથી કથન છે કે જો જીવની અશુદ્ધ શક્તિ ન હોય તો જડમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com