________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આવી ઉપાધી શા માટે કરવી પડે? મને તો આત્મા અકર્તા જ લાગે છે. કર્મ તો અનાદિનું ચાલ્યું આવે છે, તેનું કાર્ય એની મેળે થયા કરે છે, અથવા આત્માની ઈચ્છા વિના સહજ થયા કરે છે. આમ અનેક પ્રકારનું શિષ્યને મંથન છે, અનેક વિચારણાથી પોતાને સાચું અંતરંગ સમાધાન કરવું છે. તેણે સમજણને લક્ષ દલીલ પૂર્વક પ્રશ્ન રજુ કર્યા છે. અહીં શિષ્ય કહે છે કે એ પુણ્ય, પાપ, મન, વાણી, દેહ, રાગ, દ્વેષ વગેરે જો જીવનું કાર્ય હોય તો તે જીવનું ઠરે અને તેમ કરતાં તેમાંથી જીવ ક્યારેય પણ નિવૃત્ત ન થાય.
(આ પ્રશ્નકાર કેવા વિચાર કરીને નિર્ણય માગે છે? લોકોને જેમ તેમ મનમાન્યું, બીજાનું કહેલું ધારી લેવું છે, પણ પોતાની જાતના મનનપૂર્વક સાચું શું તે સમજવાની જિજ્ઞાસા બહુ કમ છે.) ૭૧. હવે શિષ્ય આત્માના અબંધપણાનાં બીજાં કારણો રજૂ કરે છે :
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ;
અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ આત્મા દ્રવ્યદષ્ટિએ સદા શુદ્ધ છે. વર્તમાન અવસ્થાએ પણ શુદ્ધ છે. એવો એક ( સદાશિવનો) મત છે. ખરો અભિપ્રાય એ છે કે આત્મા દ્રવ્ય સદાય શિવરૂપ છે ખરો, પણ જ્યારે વર્તમાન મલિન ઉપાધિને પુરુષાર્થ વડે ટાળે ત્યારે મોક્ષદશા (શિવરૂપદશા) પ્રગટે. સદાશિવ મતવાળા એકાંત નિશ્ચયાભાસી છે. વર્તમાન રાગદશાનો વ્યવહારથી પણ જીવ કર્તા નથી એમ માનીએ, તો પછી આ સંસાર કોનો? અહીં બીજી શંકામાંજ કહેવું છે કે કર્તાનું ઇષ્ટ તે કર્મ છે અને આ કર્મની ઉપાધિ જીવને ગોઠતી નથી. માટે આ સૃષ્ટિ આદિ કર્મ તથા દેહાદિનું કાર્ય કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે; અને ઈશ્વરેચ્છાથી તે કર્મ થતાં હોવાથી, જીવ તે કર્મથી અબંધ છે, પુણ્ય-પાપ આપણે હાથ નથી, ઈશ્વરની મરજી હોય તો પુણ્ય કરાવે, ઈશ્વરની ઈચ્છા હોય તો પાપ કરાવે અને ઈશ્વરની ઈચ્છા હોય તો મોક્ષ કરાવે; આ પ્રમાણે શિષ્ય શંકા કરી, તેનો ખુલાસો હવે પછી આવશે, પણ અહીં ટૂંકામાં તેનો ખુલાસો કરવામાં આવે છે. જો એમ હોય તો આત્માને હાથ કાંઈ ન રહ્યું, તે તો પરાધીન થયો. ઈશ્વર તો પોતે જ ચૈતન્ય ભગવાન જાણનારો છે, તેને ભૂલીને ઈશ્વરને ઉપાધિવાળો માનવો તે વૃથા વચન છે. જે જીવ રાગ-દ્વેષ, અજ્ઞાન અને ઈચ્છા રહિત થયો તે ઈશ્વર છે. તેને ઉપાધિવાળો માનવો તે મહા અજ્ઞાન છે.
શિષ્ય કહે છે કે આત્મા સદાય પવિત્ર છે, અબંધ છે; અને રજોગુણ, તમોગુણ સત્ત્વગુણ એ પ્રકૃતિનો બંધ એની મેળે થયા કરે છે. તેમ ન હોય તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે માટે ઈશ્વરની ઈચ્છા મુજબ બંધ-મોક્ષ થાય છે. (પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com