________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૧]
| [૨૨૫ (૨) અજ્ઞાનીનું કાર્ય રાગ-દ્વેષ છે, તે જીવનું લક્ષણ નથી. રાગ-દ્વેષ પોતાનો સ્વભાવ નથી, પણ પોતાના સ્વભાવની ભ્રાંતિથી, પોતાને ભૂલીને હું રાગ-દ્વેષ, પુણ્યરૂપ છું તથા પુણ્યપાપનો કર્તા છું, એ અજ્ઞાનરૂપ રાગ-દ્વેષ જીવનું કાર્ય થયું. તે રાગાદિનું નિમિત્ત પામીને નવાં પુદ્ગલ કર્મની ઝીણી ધૂળનું જૂનાં કર્મ સાથે બંધન થયું.
(૩) તે જડ કર્મ અને દેહાદિના કર્તાપણાનું જીવ ઉપર આરોપણ કરવામાં આવે છે. તે અસભૂત વ્યવહારથી એટલે કે ઉપલક દૃષ્ટિથી દેહ, મન, વાણી, આદિ જડ કર્મનો કર્તા જીવને કહેવામાં આવે છે. અત્રે તો શંકા છે કે કર્મ થાય છે, પણ જીવ પરદ્રવ્યનો કર્તા હોય તેમ લાગતું નથી.
અહીં શિષ્ય કહે છે કે – જીવ જો પુદગલનો કર્તા હોય, તો તે જીવનો સ્વભાવ નિજ ગુણ થઈ જાય, માટે જીવ કર્મ-રજકણોનો કર્તા નથી. જો જીવને તેનો કર્તા કહો તો પછી તે જડનો ધર્મ જીવત્વપણાને પામે. આ શંકાનો ખુલાસો આગળ આવશે પણ અહીં તેનો જવાબ ટૂંકામાં સમજાવવામાં આવે છે. આત્માને રાગ-દ્વેષનું નિમિત્ત જે જડ કર્મ–તેના ઉદય વખતે જીવ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ભૂલીને પુણ્ય-પાપરૂપ એટલે રાગ-દ્વેષના શુભ-અશુભ પરિણામને કરે અને હું કર્તા છું એમ અજ્ઞાનદષ્ટિ વડે માને, તો જીવને જ્ઞાનાવરણાદિ આઠ કર્મ તથા દેહાદિ નોકર્મનો અસભૂત વ્યવહારથી કર્તા કહેવામાં આવે છે.
જીવ ત્રણ પ્રકારે કર્તા થઈ શકે છે :
(૧) પોતાના અશુદ્ધ ઉપાદાન વડે પોતાની મલિન અવસ્થાનો એટલે શુભાશુભ પરિણામનો કર્તા છે
(૨) શુદ્ધ દષ્ટિ વડે શુદ્ધ જ્ઞાનનો કર્તા છે.
(૩) જીવના રાગાદિ પરિણામ. નવાં કર્મનું નિમિત્ત હોવાથી આત્મા ઉપલક દૃષ્ટિએ કર્મનો કર્તા છે.
આત્મા ઉપર પોતાની જાતથી વિરુદ્ધરૂપ વિજાતિનું આવરણ છે, તે જડ કર્મ આત્માનું કાર્ય છે, એમ નિમિત્ત-ઉપચારષ્ટિથી કહેવાય છે. જીવે ક્રોધ કરતાં જે કર્મબંધન કર્યું તેનો વિપાક થતાં અર્થાત્ કર્મની ઉદયરૂપ અવસ્થા થતાં જીવ જો ક્રોધ કરે તો તેને નિમિત્ત કહેવાય છે, આ સંબંધ આગળ કહેવાશે.
[ તા. ૨૬-૧૦-૩૯] અહીં ૭૧મી ગાથામાં શિષ્યની ત્રીજા પદની શંકા છે કે આત્મા પોતાથી ભિન્ન એવા જડ કર્મનો કર્તા કેમ થઈ શકે ? એ જડ જ એની મેળે થયા કરે છે. આત્માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com