________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિપ્રવચન ગાથા-૭૦]
[૨૨૩ ગળવું, મળવું, ટળવું એવી જડ પદાર્થની અનિત્ય અવસ્થા દેખીને હર્ષ-શોક કરે છે; પણ જો સ્વાધીન નિત્યતાનું ભાન થાય, તો તેને પરવસ્તુમાં મોહીપણાનો અભાવ થવાથી રાગ-દ્વેષ; હર્ષ-શોક ટળીને સુખ થાય છે. વસ્તુની અવસ્થા (પર્યાય) ઊપજે, વિણસે છે, પણ તેનો સર્વથા નાશ થતો નથી.
“કેમ ઘટનો મુગટ કર્યો, કુમારે મસ્તક ધર્યો; કુમારીને શોક થયો, હેયે રાજા મધ્યસ્થ રહ્યો.”
સ્યાદ્વાદ સમજી સમભાવમાં રહીએ. આમાં નિત્ય વસ્તુને જોનારો રાજા-રાગ-દ્વેષ રહિત છે. સુવર્ણનું સળંગપણું નિત્ય છે એમ જાણીને હર્ષ-શોક કરતો નથી. પણ કુંવરીને સુવર્ણઘટની અવસ્થા ટળી જવાથી શોક થયો અને કુંવરને તે સુવર્ણના ઘટની અવસ્થા ટળીને મુગટઅવસ્થા થવાથી હર્ષ થયો; તેનું કારણ સ્થૂળ પર્યાયદેષ્ટિ છે. તો ખોટી ગણતરી કરનારી પોતાની પર્યાયબુદ્ધિ જ સુખ-દુઃખ, હર્ષ-શોક કરાવનાર છે અને દોષિત છે. અહીં કહે છે કે, જેમ ઘટના પરમાણુઓ ઘટ ભાંગીને અનેક રજકણપણે પડયા રહે છે, તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ. અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહિ ભળવા યોગ્ય અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહિ પામવા યોગ્ય એવું ચેતનત્વ તને જણાશે. વસ્તુ-પદાર્થ સ્વતંત્ર છે; તેની અવસ્થાનું તેની સ્વસત્તામાં ટકીને બદલવું થાય છે. પરવસ્તુ-સંયોગો જે જે જણાય છે તે જીવની અવસ્થા નથી, જીવનું લક્ષણ નથી. જીવનું લક્ષણ ચૈતન્ય છે, તે પુણ્ય-પાપપણે નથી. મન, વાણી, દેહની ક્રિયાપણે નથી; જેને ક્ષેત્રાકાર દૃષ્ટિ છે તેને બે દ્રવ્ય જુદાં ભાસતાં નથી. એકતા બુદ્ધિ રાખે છે તેથી એક ક્ષેત્રમાં દેહની ચેષ્ટા ઉપરથી દેહાધ્યાસથી (દેહાત્મબુદ્ધિથી) ભ્રાંતિ થઈ છે. તેથી પોતાને અનિત્ય વસ્તુનો મિથ્યાભાસ થતાં રાગ-દ્વેષ થાય છે, હવે શિષ્યને નિત્યપણાની ખાતરી થતાં કહે છે કે હે ગુરુ :
આત્માની નિત્યતાના, આપે કહ્યા પ્રકાર;
સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર.” આવી કડી દરેક નવા પદના પ્રશ્ન વખતે સમજેલો શિષ્ય કહે છે એમ સમજવું.
શિષ્ય ગુરુને કહે છે કે આત્માની નિત્યતાની બધી દલીલ અને ન્યાયનો નિર્ણય મને અંતર વિચારથી થયો છે; આત્મા છે અને નિત્ય છે તેનો નિર્ણય ટકાવી રાખીને હવે નવી દલીલ, આશંકા શિષ્ય કરે છે. જ્ઞાન જાણવાની ના પાડતું નથી. પોતાની શંકાઓને જાણનારો અને તે શંકાઓ ટાળી નિર્ણય કરતો પોતે આગળ વધીને, પોતાની અધિક વિચારણા શ્રીગુરુ પાસે રજૂ કરે છે. નાનામાં નાની વાતનું કહેવું અને કદી ઠપકો મળે તો અપમાનનું સહેવું એ શિષ્યનો વિનયગુણ છે. શ્રીગુરુ શિષ્યનું અપમાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com