________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ ]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છું.” જે સ્થાને જે ન્યાયનો હેતુ હોય તે કહેવાય. સર્વજ્ઞ ભગવાનની વાણીનું બહુમાન ધર્માત્મા કરે તેથી કાંઈ વાણીના પરમાણુઓને પરિણમાવવા તે ચેતનનું કાર્ય થઈ જતું નથી. અહીં તો ભાષા-વચનના ક્ષણે ક્ષણે થતા વ્યાપારને સળંગ જાણનારો કેવળ ક્ષણિક નથી, નિત્ય છે, એમ બતાવ્યું છે. પ્રથમની અવસ્થા પલટી અને નાશ થઈ, ભૂતકાળરૂપ થઈ; પણ તેની સ્મૃતિરૂપે જાણનારો સાક્ષી, તે ટકનારો આત્મા સદાય નિત્ય છે. ભગવાન આત્માને કોઈ તન નિત્ય માને છે. જો એકાંત કૂટસ્થ અપરિણામી હોય, તો તે પુરુષાર્થ કરી શકે નહિ; રાગ ટાળીને અરાગી થઈ શકે નહિ, ક્રોધ ટાળીને ક્ષમા તથા સંસારની મલીન અવસ્થા પલટાવીને નિર્મળ નિરુપાધિક, પવિત્ર અવસ્થા થઈ શકે નહિ; પણ નજરે જોઈએ છીએ કે અવસ્થાએ જીવનું પલટવું અને દ્રવ્ય નિત્યપણે ટકી રહેવું એમ નિત્ય-અનિત્યપણું છે. દ્રવ્યના અવિનાશી સ્વભાવે જીવત્વપણું નિત્ય છે અને બદલતી અવસ્થાએ અનિત્ય છે, પણ સર્વથા નાશ પામવા યોગ્ય નથી. ૬૯ યથાર્થ અનુભવથી આત્માના નિત્યપણાનો નિર્ણય કરવાનું હવે કહે છે :
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ;
ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ. ૭૦ કહે છે કે :- તું તારી તપાસ કર, કે તું શેમાં ભળી જાય તેવો, અને નાશ પામે તેવો છો? જે હોય તેનો સર્વથા બદલાઈને નાશ થઈ શકે નહિ. જો ચૈતન્યવસ્તુનો નાશ થાય તો તે કઈ વસ્તુમાં ભળી જાય, તેની તપાસ કર. જગતમાં છ દ્રવ્યો સત્ છે, અવિનાશી છે. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છએ જાતિની વસ્તુનો કોઈ કાળે નાશ થતો નથી. લાકડું બળીને રાખરૂપ થાય, રાખની માટી થાય, માટીમાંથી પત્થર થાય, એમ પરમાણુની અવસ્થા બદલાઈને અને પર્યાય ધારણ કરે, પણ વસ્તુ પોતાની હયાતી-સત્પણું કોઈ કાળે છોડે નહિ. ચેતનની કોઈ અવસ્થા પુદ્ગલરૂપે પરમાણુની અવસ્થારૂપે થવા યોગ્ય છે કે કેમ, તેની તપાસ કર. જે ચૈતન્યમૂર્તિ, જ્ઞાતા, અરૂપી છે, તેનું સત્ વસ્તુપણું પલટીને જડરૂપીપણું પામી જતું હોય તો તેની તપાસ કર. જેમ ધૂળમાંથી ઘડાની ઉત્પતિ થાય, વળી જેમ ઘડાનું ફૂટવું અને કકડાનું ઊપજવું થાય, વળી તેની ઝીણી ધૂળ-રજકણ બની જાય, તથા સુવર્ણનાં અનેક ઘરેણાં બને, અનેક આકારપણું પામે, પણ સુવર્ણપણાનો અભાવ થતો નથી, તેમ આત્મા ૮૪ લાખ દેહસ્થાનયોનિમાં અવસ્થાન્તર થતો જણાય છે. આત્માની અજ્ઞાનદશા- રાગદશાને પુરુષાર્થ વડે પલટાવીને અરાગી, નિદોર્ષ, પરમાત્મદશા થઈ શકે છે, પણ તેમાં શું પોતાનું વસ્તુત્વ નાશ પામે છે? જે આત્મામાં હતું તે થયું છે. જગતમાંથી એક પરમાણુ પણ ઘટી જાય નહિ. ક્ષેત્રમાં નાના-મોટાપણું દેખાય છે તે તેની અનેકપણે થએલી હાલત છે, પણ તેનો કેવળ નાશ થઈ શકવા યોગ્ય નથી. ઘણા જીવો વસ્તુનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com