________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૨૧
જાણનારો પોતે, દેહની અવસ્થારૂપ થતો નથી, ત્રણે અવસ્થાની સ્મૃતિ રાખનારો તે તે અવસ્થાને જાણનારો પોતે નિત્ય છે. આત્માર્થી મુમુક્ષુને આવી સહેલી ભાષાથી આ શાસ્ત્રમાં સમજાવ્યું તે જ્ઞાનીનો અનંત ઉપકા૨ છે; માટે તેનો યથાર્થ વિચાર કરી દેઢ નિર્ણય ક૨વાની જરૂર છે. ઘણા વર્ષોથી ઘણું સાંભળ્યું પણ સાચું હિત સમજાયું નથી, તેનું કારણ પોતાની તત્ત્વ પ્રત્યે અરુચિ છે. આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં યથાર્થ ઉપાય અને સમજણની રીત બતાવી છે. જીવની નિત્યતા દૃઢ નિર્ણયથી સમજાય તો રાગી-દ્વેષી થવા રૂપ અજ્ઞાનદશા હોય નહિ. ભૂલને જાણનારો ભૂલ જેટલો નથી. ભૃગુ પુરોહિતની વાત છે. તેના પુત્રોને તે પુરોહિત કહે છે કે ભાઈ! આત્મા અનિત્ય છે, આ સંસા૨ના કામભોગ ભોગવો, ઇંદ્રિયનાં સુખ ભોગવો. તેને પુત્રો ઉપદેશે છે કે હે માતા-પિતા ! ઇંદ્રિય, દેહ આદિ મૂર્ત પદાર્થ જે જે છે તે તે અનિત્ય છે અને તેને જાણનાર આત્મા નિત્ય છે, નિરૂપાધિક, અવિનાશી છે. તેને તમે અનિત્ય કહો છો તે તમારી ઊંધી શ્રદ્ધા છે. પિતા કહે છે કે આત્મા ઇંદ્રિયગ્રાહ્ય નથી, વળી તમે બાળક છો માટે સંસારનાં સુખ ભોગવો. પુત્રોને જાતિસ્મરણ જ્ઞાન થયું છે; તે કહેવા લાગ્યા કે અમે તમોને ઘણા ન્યાય–પ્રમાણવડે આત્માની નિત્યતા સમજાવી શકીએ તેમ છીએ માટે તેની શ્રદ્ધા કરો. તમારી ઊંધી શ્રદ્ધા છે, તે અનંત સંસારનાં જન્મ-મરણનાં દુઃખમાં ૨ખડવાનું કારણ છે.
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૯ ]
[ તા. ૨૪-૧૦-૩૯ ]
આત્મા દ્રવ્યે પલટાતો નથી, પણ જ્ઞાનાદિ ગુણની ક્ષણ ક્ષણવર્તી અવસ્થાએ બદલાય છે. આખો બદલાઈ જતો નથી, પણ ટકીને બદલે છે, એવો સત્-દ્રવ્ય-નિત્ય વસ્તુનો સ્વભાવ છે. ૬૮ હવે એ બાબતમાં વિશેષ કહે છે :
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદના૨; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯
વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, જાણીને ક્ષણિકપણું કહે છે તે ક્ષણિક હોય નહિ. બોલવામાં તો વાણી છે; વાણી પણ બદલાય છે. વાણી. ઈચ્છા વગેરે બદલાતી બધી અવસ્થાને સળંગ જાણનાર તો નિત્ય છે. વાણી દ્વા૨ા કહેનારો વાણીને જાણનાર છે, તે ક્ષણિક હોય નહિ; કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો, તે અનુભવ બીજી ક્ષણે કહી શકાય છે. તે બીજી ક્ષણે પોતે જાણનારો ન હોય તો ક્યાંથી કહે? માટે સળંગ નિત્યના અનુભવથી પણ આત્માની નિત્યતાનો તું વિચાર કર. અહીં વ્યવહા૨ભાષા સમજના૨ને સહેલું પડે તે માટે કહી છે. બોલનારો આત્મા નથી એ વાત અહીં સિદ્ધ નથી કરવી. બોલવા વખતે ભાષાના અનંત પરમાણુઓ જે સ્વતંત્ર રજકણો છે. તેની ક્રિયા ચેતનને આધીન નથી, પણ વ્યવહા૨થી-ઉપચારથી કહેવાય કે, ‘હું વાત કહું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com