________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અને અંદરમાં નિંદા કરે છે. તેને લાખ વાત સાચી કહેવામાં આવે છતાં ન બેસે અને સનો અનાદર કરે; અને કોઈ કોઈ જીવને સાચી વાત તરત જ અંતરમાં બેસી જાય છે અને તેનું બહુમાન પણ કરે છે અને સત્નો વિવેક, વિનય ક્ષણમાં જાગૃત કરે છે. આ રીતે ઘણા પ્રકારે પૂર્વ સંસ્કારના ફળ છે. દેહાદિ પુણ્ય-પાપના સંયોગ તે આત્માનું કાર્ય નથી પણ પૂર્વ જન્મની વાસનાનું ફળ છે. “હુન્નરો કરો હજાર, ભાગ્ય વિણ ન મળે કોડી.” ખાનદાન પૈસાવાળાના પુત્રોને ભીખ માગવી પડે છે અને ભિખારી ધનવાન થઈ જાય છે. એ ઉપરથી પૂર્વ-કર્મ અને જીવની નિત્યતા સહેજે સિદ્ધ થાય છે. ૬૭
“અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય;
એ અનુભવથી પણ નહિ, આત્મા નિત્ય જણાય.” એ ગાથાનો આ છેલ્લી ત્રણ ગાથામાં ઉત્તર છે કે
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ શિષ્યની શંકા છે કે ઘડીમાં ઈચ્છા, ઘડીમાં અનિચ્છા એમ વૃત્તિનો પલટો થયા કરે છે માટે આત્મા અનિત્ય છે. અહીં ઉત્તર છે કે આત્મા દ્રવ્ય છે, તે સદાય ટકીને અવસ્થાપણે બદલ્યા કરે છે તેથી ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યતા સહિત સત્ છે. ક્ષણે ક્ષણે તેની સમજણની-જ્ઞાનની અવસ્થા પલટાયા કરે છે. તે પર્યાય ક્ષણે ક્ષણે બદલાય છે અને તે તે અવસ્થાને ધારણ કરનાર સત્તાવાન વસ્તુ નિત્ય છે. બાળક પૂર્વના સંસ્કારનો ઉઘાડ લઈને આવ્યો છે, પણ હજી તે શક્તિના ઉપયોગની પ્રગટતા થઈ નથી. પ્રથમ તે બાળક એક આંકડો જાણી શક્તો નથી, પછી મેટ્રિક, બી. એ, એલ. એલ. બી. વગેરે પરિણામનું જાણપણું થાય છે તેમાં જાણનારો સળંગ બધાં વર્ષોથી તેનો તે જ છે, એટલે કે ક્ષણક્ષણવર્તી અવસ્થાઓને બદલતો છતાં પોતે ટકતો છે. જ્ઞાનાદિ ભાવપરિણામ નિત્ય દ્રવ્યપણાની ક્યાતી રાખીને થાય છે.
ટકનારો ટકીને બદલાય છે. જેમ સમુદ્ર પલટાતો નથી પણ માત્ર મોજાં પલટાય છે; એમ આત્મા સત્ દ્રવ્ય છે, વસ્તુરૂપે નિત્ય છે. તે પોતાના ભાવાંતરપણે થતો નિત્ય છે. પોતે અવસ્થાએ પલટાતો ટકી રહે છે. બાળક અવસ્થા હતી ત્યારે પોતાને બાળક માનતો હતો, યુવાન થયો ત્યારે યુવાન, અને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ જણાયો. પૂર્વ અવસ્થા તો નાશ પામી, પણ તે પલટનારને જાણનાર તો નિત્ય રહ્યો. તે ત્રણે અવસ્થામાં નિત્યપણાનો ભેદ ન થયો. આઠ વર્ષની વાત ૬૦ વર્ષે યાદ રહે છે. અહીં દેહના નિમિત્તથી વાત કરી છે. દેહાદિ સંયોગથી રહિત આત્મા પોતે સરૂપ દ્રવ્ય છે. “દ્રવતીતિ દ્રવ્ય” જે પોતાના ગુણ પર્યાયોને દ્રવે છે તે દ્રવ્ય છે. શક્તિરૂપે જે જ્ઞાન, સુખ, શાંતિ, આદિ ગુણ છે તેને આત્મા નવી નવી અવસ્થાપણે બદલાવે છે. તે ત્રણ કાળની અવસ્થાને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com