________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૧૯
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૭] આનંદ વગેરે ગુણ ચૈતન્ય અવસ્થામાં જણાય છે, પણ જડ રૂપી–અજીવ પદાર્થમાં તો તેવા ગુણદોષ દેખાતા નથી. દેહ-દેવળમાં ભગવાન આત્મા પોતાના પૂર્વ ભવના સંસ્કાર લઈને આવ્યો છે. જડ પદાર્થ કોઈ સાથે કજિયો કરી શકે નહિ. શ્વાન પણ પોતાના માલિકના ઘરની રક્ષા કરવામાં કોઈ વાર ક્રોધ કરે તો કોઈ વાર ક્ષમા ધરે છે. એમ જેમાં ક્રોધ થાય છે તેમાં ક્ષમા પણ કરી શકાય છે. એ ક્રોધ, માન, માયા, લોભ, રાગ વિકાર તો પરમાર્થે ચેતનનો સ્વભાવ નથી, પણ જડ પ્રકૃતિના નિમિત્તે ભૂલ થવાથી રાગ-દ્વેષરૂપ અશુદ્ધતા દેખાય છે તથા મનની વાસના, રાગ-દ્વેષ જણાય છે તેને મોહી જીવો પોતાની ક્રિયા માને છે અને તેમાં ભૂલ કરે છે; લોકોની તે સ્થૂળ દૃષ્ટિ છે. જેમ ભેંસ ખીલા સાથે સાંકળથી બાંધેલી છે તે ખીલાના નિમિત્તથી છૂટવા માટે ખેંચતાણની ચેષ્ટા કરે છે. સ્થૂળ દૃષ્ટિવાળાઓ ભેંસની ચેષ્ટા જોઈ ભેંસ બહુ બળવાન છે એમ માને છે. ખરી રીતે ખીલો સ્થિર છે, અક્રિય છે. લોકો સક્રિયતા જે જડની ક્રિયા છે તે પ્રત્યે જુએ છે, પણ આત્મા ત્રિકાળ અક્રિય છે, પરની ક્રિયા રહિત છે તેને જોતા નથી. મન, વાણી, દેહની ક્રિયા, પુણ્યપાપ, રાગદ્વેષ એ ઔપાધિક વિભાવ ભાવ છે. તેના લક્ષે બાહ્યદૃષ્ટિ જીવો જુએ છે. આત્મા જ્ઞાનઘન શુદ્ધ સ્વભાવે છે, અવિનાશી જ્ઞાતા-દષ્ટા પવિત્ર સાક્ષીસ્વરૂપ છે; તેના ગુણમાં અને જડ પ્રકૃતિના ગુણમાં જે જુદાઈ છે, તે સ્પષ્ટ જાણવાથી યથાર્થ વસ્તુતત્ત્વનું નિત્યપણું, અસંયોગીપણું, અસ્પર્શપણું જણાય છે. આત્મા સહજ શાંત સ્વરૂપ છે. તેમાં કોઈ વાર ક્ષમા તો કોઈ વાર ક્રોધ, કોઈ વાર સત્ય તો કોઈ વાર અસત્ય બોલવાના ભાવ જણાય છે; એમ ક્ષણે ક્ષણે રતિ-અરતિ, ગુણ-દોષના વિકલ્પ, ઈચ્છા-અનિચ્છારૂપે મનની પ્રવૃત્તિનું સંક્રમણ જણાય છે, તેનો વિચાર કરી જોશો તો તે બધાને જાણનારો ચૈતન્યજીવ, એ બધા વિકલ્પોથી જુદો જણાશે. ખરી રીતે જીવ ઈચ્છા-અનિચ્છાનો જાણક છે. તે પોતાને (સળંગ જ્ઞાયક છું એ) ભૂલીને પરને ઇષ્ટ-અનિષ્ટરૂપ માને છે. વળી ક્રોધ ઘટાડીને ક્ષમા થઈ શકે છે. જડ વસ્તુમાં તેમ થવું સંભવતું નથી. તેમ વીર્ય એટલે રેત જડ રૂપી પદાર્થમાં જીવના ગુણ-દોષ ક્રોધ, માન, માયા, લોભ, અને દયા, શાંતિ, સમતા, ક્ષમા દેખાતા નથી. માટે જડ વીર્યમાંથી ચેતનની અને ચેતનના ગુણ-દોષની ઉત્પત્તિ સંભવતી નથી. નાના આઠ વર્ષના બાળકમાં ઘણા દુર્ગણ દેખાય છે. વળી કોઈ અન્ય બાળકમાં શાંતિ, વૈરાગ્ય દેખાય છે. ધ્રુવજી બાળક હતા. તેમને અપ્સરા ચલાવવા માટે તેનાં સુંદર અંગ દેખાડે છે અને કહે છે કે જો ! મારાં અંગ કેવાં છે? ત્યારે ધ્રુવજી કહે છે કે જો અમારે હજી બીજો ભવ કરવાનો હોય તો તારા જેવી જનેતાના ઉદરમાં અવતાર ધારણ કરીએ અને તારા સ્તનનું પયપાન કરીએ; પરંતુ હે માતા ! અમને હવે બીજો ભવ ધારણ કરવાનો ભાવ નથી, વિકલ્પ નથી. એમ સદ્ગણી સંસ્કાર ઘણામાં જોવામાં આવે છે. ૨૧ વર્ષ બ્રહ્મચર્ય સજોડે લેનારા પણ હોય છે અને ઘણા ૬૦ વર્ષે વિષય-કામભોગની ઈચ્છા કરનારા હોય છે. પૂર્વે ભવે જ્ઞાનના વિરાધક થએલા ઘણા જીવોને વર્તમાનમાં ધર્મની-સની વાત સાંભળવી ગમતી નથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com