________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જોવામાં આવે છે એના પુત્રો વૈરાગ્યવંત બાળપણાથી જણાય છે તે કેમ બને? પૂર્વ જન્મના બ્રહ્મચર્ય અને વૈરાગ્યના સુસંસ્કારો લઈને તે જીવો આવે છે તે પૂર્વ જન્મની ખાતરી આપે છે. તેમ જ પૂર્વના આત્મજ્ઞાનના સંસ્કાર સહિત, બ્રહ્મચર્યના પ્રેમવાળા, પરમ સમતાવંત પુત્રો હોય છે તે પૂર્વના બળવાન સંસ્કાર છે. શ્રીમદ્ પણ કહે છે કે અમે પૂર્વ જન્મના આત્મજ્ઞાનની-સત્ સ્વરૂપની આરાધનાનું બળ લઈને આવ્યા છીએ અને એક ભવ પછી આત્માની પૂર્ણ શુદ્ધ પવિત્ર દશા પ્રગટ કરશું. એ ભણકારા નાની ઉંમરમાં ક્યાંથી આવ્યા? સોળમે વર્ષે કહ્યું કે હું સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપી આત્મા છું. લોકોમાં કહેવત છે કે થોરે કેળાં પાક્યાં. માતા-પિતા સાધારણ હોય અને નીચ કુળ જેવો યોગ હોય, છતાં કોઈ પુત્રી કે પુત્ર નાનપણથી મહા પવિત્ર સુસંસ્કારવાળાં દેખાય છે.
તેમાં પણ ચૌભંગી સમજવી. (૧) માતા-પિતા ખાનદાન ઉત્તમ કુળના હોય અને તેના પુત્રો વ્યભિચારી અને નીચ કાર્યપ્રસંગમાં વર્તતા જણાય, (૨) સારા માતા-પિતાના સારા પુત્રો પણ હોય, (૩) માતા-પિતા દુષ્ટ હોય અને પુત્રો સારા ગુણોના ધારક હોય, (૪) અને દુષ્ટ માતા-પિતાના દુષ્ટ પુત્રો પણ પાકે; પણ અહીં તો પરમ પવિત્ર વીતરાગી પુત્રરત્નો કેમ પાકે છે તેનું દષ્ટાંત અતિમુક્તમુનિનું છે. તેમની ઉંમર નવ વર્ષની છે. મુનિને જોયા અને અંતરમાં કંઈ કંઈ અપૂર્વ ભાવની ઊર્મિ ઉલ્લસે છે. મુનિને આમંત્રણ કરી પ્રેમપૂર્વક ઘેર આહાર લેવા તેડી આવે છે. આહારવિધિ થયા પછી તેઓ માતા પાસેથી રજા માગે છે. માતા તેના ઊંડા ગંભીર પ્રશ્નોથી વિચારમાં પડી જાય છે. માતાના પ્રશ્નોના ઉત્તરમાં કહે છે કે હું પૂર્વે હતો, પણ ક્યા ભવમાં, કોણ હતો તેની ખબર નથી. મારે હવે ભવભ્રમણ ન હોય. ભવનાં કારણો મેં સેવ્યાં તે હું જાણું છું. પૂર્વ ભવે પુણ્ય-પાપનાં કારણો સેવ્યાં છે તેના કારણે આ ભવકરવો પડ્યો છે. હું નથી જાણતો કે આ દેહની સ્થિતિ ક્યારે અને ક્યા ક્ષેત્રે છૂટશે ભાન છે કે આત્મા દેહ રહિત નિત્ય છે. હું જાણું છું કે આત્મા અસંયોગી સ્વાધીન તત્ત્વ છે. તેને વિનાશી પદાર્થનો સંગ ન જોઈએ. પોતાને પરભાવથી અને ભવથી મુક્ત થવાની એટલે સ્વતત્ત્વમાં ઠરવાની ઝંખના લાગી છે. માતા મને રજા આપો તો હું મુનિ સાથે જાઉં. આત્મા પરપ્રસંગ વિનાનો અને રાગ વિનાનો છે. નિર્મળ શાન્ત છે એવું અંતરમાં ઊંડું ઊંડું મનન ક્યાંથી આવ્યું, કે જેથી બાળવયમાં આત્મજ્ઞાનદશા પ્રાપ્ત કરીને પછી કેવળજ્ઞાન પામ્યા. એ જીવની નિત્યતા છે એમ જણાવે છે.
વળી કોઈ માતા-પિતા ક્રોધી હોય છે, તો તેનો પુત્ર બહુ સમતાવાળો દેખાય છે. તે આત્માના ગુણો પૂર્વેથી લઈને આવ્યો છે. ક્યાંયથી આવેલો આત્મા માતાના ઉદરમાં ૯ માસ રહે છે તેથી તેની ઉત્પત્તિ થઈ નથી; પણ જડ પુદ્ગલોનો સંગ્રહ થઈને દેહપિંડ બને છે. તેના નિમિત્તે જીવ દેહધારી કહેવાય છે.
ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, મમતા તે દોષ, અને સમતા, ક્ષમા, દયા, શાંતિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com