________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૭]
[૨૧૭ માટે જીવનું નિત્યપણું છે. ઘણા જીવોમાં જન્મથી ડરપોકપણું, કેટલાકમાં નિર્ભયતા, કેટલાકમાં ગંભીરતા, કેટલાકમાં હાસ્ય, મશ્કરી, કૌતુહલતા, કેટલાકમાં અસરલતા, કેટલાકમાં સરલતા, કેટલાકમાં નિર્બળતા, રોગીપણું, કોઈમાં વિશેષ ભયસંજ્ઞા, આ બધું પૂર્વજન્મના સંસ્કારનું ફળ છે. કોઈ ધર્માત્મા જન્મે તેને કામવાસના આદિથી વૈરાગ્ય, અસંગતા, સંસારથી અનુત્સાહ, અને બાહ્ય પ્રસંગની અરુચિ દેખાય છે અને કેટલાકને આહાર આદિનું ગૃદ્ધિપણું દેખાય છે; એમ વિચિત્રતા જોવામાં આવે છે. એ રીતે જીવની નિત્યતા દેખાય છે. ઘણા જીવોને આત્માની વાત કાને પડતાં ન ગમે, દ્વેષ જોવામાં આવે છે અને કામભોગબંધની કથા, સંસારના વિષયાદિ પ્રસંગોની કથાદિમાં પ્રેમ જોવામાં આવે છે; જ્યારે એકાદ પાત્ર જીવને ધર્મની એક વાત કાને પડતાં અંતરમાં હોંશ અને તત્ત્વની જિજ્ઞાસા વધી જાય છે; જ્ઞાનીનાં વચનો સાંભળતાં અંદરથી હકાર આવે છે કે આત્માની વાત આમ જ છે. એમ અંતરમાં સનું બહુમાન આવે છે. નાના ઉમરનાં વૈરાગ્યવંત નવ વર્ષના બાળક પણ જોયાં છે. ઐવતાસુકુમાળની વાત છે કે ગૌતમ સ્વામી આહાર લેવા નીકળ્યા છે. ઐવતાસુકુમાળ રાજકુમાર છે. તેમની કાયા અતિકોમળ છે. મુનિને જતાં દેખીને આહારની વેળા સમજીને તે મુનિને આગ્રહ કરે છે કે હે મુનિ! આહાર લેવા પધારો. જાણે પોતાને મહાન લાભ થયો હોય એમ માતાને વધામણી આપે છે. માતા હર્ષિત થાય છે. મુનિને તે પૂછે છે કે હું તમારી સાથે આવું? કહો? નવ વર્ષે કેટલો ઉત્કૃષ્ટ ધર્મપ્રેમ? મુનિનો આદર એ પૂર્વના બળવાન સંસ્કારની ખાતરી આપે છે. ઘણા કહે છે કે ધર્મે તો સમાજને બાયલા કરી દીધા છે; કંઈ કરવું નહિ, સેવા, ક્રિયા-કાંઈ કરવું નહિ, ફકત એકલો આત્મા આત્મા જ કરીને વાતોડિયા નવરા થઈને બેઠા છે; એમ કહેનાર પોતે પૂર્વે આત્માની વિરાધના કરીને આવેલ છે. તે માનતા હોય છે કે પરનું આપણે કરી શકીએ. આત્મા પણ જડ જ છે એવી તેમની માન્યતા છે. તેને કોઈ આત્માની સાચી વાત કહે છે કે – આત્મા અક્રિય, નિર્મળ, જ્ઞાતા, રાગ-દ્વેષ રહિત છે, શુભરાગપુણ્યાદિ રહિત છે અને મન, વાણી તથા દેહની ક્રિયા આત્મા કરે એમ માનવું તે મિથ્યાત્વ છે. તો તે આટલું સાંભળતાં વક્તા પ્રત્યે દ્વેષથી ત્રાડ નાખી બોલે કે તમારી વાત જૂઠી છે. એમ જ્યાં સન્ની પ્રમાણિક વાત આવે તેનો નિરોધ કરવાની બુદ્ધિ અને સંસાર પ્રત્યે ઘણા પ્રેમની બુદ્ધિ વગેરે કારણો પૂર્વ જન્મના સંસ્કાર સિદ્ધ કરે છે. અને તે વડે આત્માનું સળંગપણું નિત્યપણું નક્કી થાય છે.
[ તા. ૨૪-૧૦-૩૯] વળી કોઈ એમ દલીલ કરે કે માતા-પિતાના વીર્યરતના ગુણના કારણે એની ઉત્પત્તિ થતી હોય તો? પૂર્વ જન્મ તેમાં કારણભૂત નથી. તેનો ઉત્તર એમ છે કે વીર્યરતના જડ રજકણોથી જીવની ઉત્પત્તિ સંભવતી નથી. એ વીર્યની જાતમાંથી જીવની ઉત્પત્તિ થતી સંભવતી હોય તો જે માતા-પિતા કામભોગને વિષે વિશેષ પ્રીતિવાળા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com