________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬]
[ભગવાનશ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા ક્રોધાદિ પ્રકૃતિનું અધિકપણું સર્પાદિક જીવોમાં અધિક જણાય છે. નાનો સાપ હોય પણ તેમાં વીર્યની ઘણી ઉગ્રતા હોય છે. ફૂંફાડા મારીને બીજાને ભય ઉપજાવે એવા ક્રોધ, માનાદિ પ્રકૃતિનું વિશેષપણું છે; તેણે વર્તમાનમાં તો ક્રોધનો અભ્યાસ કર્યો નથી. સર્પનાં બચ્ચાં જન્મે છે કે તરત જ તેને તેની માતા મારી નાખે છે, છતાં તેમાંથી કોઈ બચ્યું ખસી જાય છે. તેને વર્તમાનમાં તેના માતા-પિતાએ કંઈ શિખવાડયું નથી, પણ પૂર્વ જન્મના સંસ્કારથી ક્રોધાદિ પ્રકૃતિનું તેને વિશેષપણું દેખાય છે.
ક્ષત્રિયકુળનું નાનું બાળક હોય છતાં તેની આંખમાં અને પ્રકૃતિમાં માનની મોટાઈ વગેરે સંસ્કાર વધારે દેખાય છે તેમ ઘણા પ્રકારે જોવાથી પૂર્વ જન્મના સંસ્કાર દેખાય છે. લોકોને બહારની ધૂળ વસ્તુનો ઘણો પ્રેમ છે તેથી તેનું જાણપણું કરવું હોય તો વાર લાગે નહિ. પણ “હું કોણ અને ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?” એનો ન્યાયથી નિર્ણય કરવાની ગરજ નથી, તેથી સાચું સમજ્યા વિના અનંતકાળ રખડવાનું ઊભું છે. ભવનો ભાવ ટાળ્યો નથી ત્યાં લગી નિરાંતે ઊંઘ કેમ આવે? બીજાની હા એ હા પાડી દે કે આત્મા હશે કારણ કે બધા કહે છે; પણ
જ્યાં સુધી જાતે યથાર્થ નિર્ણય કર્યો નથી ત્યાં સુધી કોઈ એવો કુયુક્તિવાળો મળશે તો ઊંધે રસ્તે લઈ જશે. પોતાની સત્તા શું, શક્તિ શું, સ્વાધીનતા શું, ત્રિકાળપણું અને પૂર્ણ સ્વાધીન સુખસ્વરૂપ શું, એનો નિર્ણય કરવાની વિધિ જાણવાનો પ્રયત્ન કર્યા વિના સત્ની રુચિ વિના પુરુષાર્થ ક્યાંથી
કરશે?
અહીં તો નિત્યતા સિદ્ધ કરવી છે. સર્પને વિષે જન્મથી ક્રોધીપણું દેખાય છે અને કબૂતરમાં બીજા જીવની હિંસા ન કરવી એવી પ્રકૃતિ જોવામાં આવે છે. ખાટલામાં માંકડ પરસેવાના નિમિત્તથી થાય છે, અથવા સાગના લાકડામાંથી સહેજે ઊપજે છે. તેને પકડવાની ચેષ્ટા કરીએ તો તે દૂર ખસી જાય છે, ભય પામે છે; ભયસંજ્ઞાનું અધિકપણું પૂર્વ જન્મના સંસ્કાર છે.
ઘેટાંને પાછળથી કોઈ કાપે છતાં તેને દુઃખ જણાતું નથી, પણ ઘાસ ખાધા કરે છે. તે તેના પૂર્વ જન્મની પ્રકૃતિના સંસ્કાર છે. કોઈ સાસુ-વહુને કજિયો થતાં ગ્યાસલેટ છાંટીને બળે છે, તે માનની ખાતર અનંત પીડા સહે પણ રાડ ન નાખે; કોઈને ચાનક ચડે છે ત્યારે ઊંધાઈની ઉગ્રતા કરે છે. વાણિયા, ક્ષત્રિય અને બ્રાહ્મણ આદિ જાતિમાં પણ અમુક જાતની પ્રકૃતિના સંસ્કારો જણાય છે; તેમ ઘણા ન્યાયથી પૂર્વ જન્મની નિત્યતા સિદ્ધ થાય છે. કોઈ જીવને બીજા જીવના દેહ પ્રત્યે ઘણો પ્રેમ જોવામાં આવે છે. વળી કોઈને બીજા પ્રત્યે દ્વેષ-વૈર રહે છે. જગતમાં ઘણા જીવોમાંથી ખાસ એકાદ જીવ સાથે પ્રેમ, એકાદ જીવ સાથે વૈર એવી વિચિત્રતા કેમ દેખાય છે? તે પણ પૂર્વ જન્મના સંસ્કાર છે. શ્રીકૃષ્ણ-વાસુદેવ અને તેમના ભાઈશ્રી બળદેવને ઉત્કૃષ્ટ પ્રેમ હતો. એમ પૂર્વ જન્મના અનેક આવા બળવાન સંસ્કાર પ્રત્યક્ષ દેખાય છે;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com