________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
જડ વસ્તુમાંથી જીવની ઉત્પત્તિ થતી નથી અને ચેતનથી જડની ઉત્પત્તિ થતી નથી. એકનું લક્ષણ અન્યરૂપે થાય એવો અનુભવ કોઈ જીવને ક્યારે પણ (ત્રણ કાળમાં) થાય એવું બનતું નથી.
જડ વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શની અવસ્થાને ધારણ કરે છે અને તેના સંયોગથી થયેલ સ્થૂળ પિંડ ઇન્દ્રિયો દ્વારા દેખાય છે પણ તે દ્વારા આત્મા જાણી શકતો નથી. સંયોગો પલટે છે, અનેકપણું ધારણ કરે છે, પણ આત્મા નિત્ય, અવિનાશી, શાયક છે, જે છે તેનો નાશ થાય નહિ. જે સત્તા ચૈતન્યમૂર્તિ છે અને જે સત્તા જડરૂપ છે, તેનું અસ્તિત્વ પલટીને અન્યથા-અન્યસત્તારૂપે થવું કોઈ પ્રકારે સંભવતું નથી. ૬૫
હવે આત્મા અસંયોગી હોવાથી ભવિષ્યમાં પણ નિત્ય રહે છે એમ બતાવે છે :કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય;
નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬
આત્મા અનુત્પન્ન, અમિલન અને અનાદિ-અનંત છે; તેથી તે નિત્ય છે, તેની ઉત્પત્તિ કોઈ પણ જડ પ૨માણુઓના સંયોગથી થાય નહિ. પુનર્જન્મની ખાતરી વિષે સર્પનું દેષ્ટાંત આવશે. બીજા અનેક લક્ષણ પ્રગટ પૂર્વ જન્મની સાબિતી આપે છે. ઘણાને પૂર્વ જન્મના સુસંસ્કારનું સ્મરણ થાય છે. શ્રીમદ્ રાજચંદ્રે નાની ઉંમરમાં કાવ્ય કહ્યું હતું કે ‘લઘુવયથી અદ્ભુત થયો તત્ત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ-આગતિ કાં શોધ ?' હવે તત્ત્વ શોધવા જવું પડે તેમ નથી કે ભવભ્રમણ કરવો પડે તેમ નથી. પૂર્વ ભવના અપૂર્વ સંસ્કાર જાગૃત થયા તેથી જાણ્યું કે આ લોઢનો ધક્કો પૂર્વ પ્રયત્નનો છે. આત્મવીર્યનો ઉઘાડ એ ભૂતકાળની જ સંધિ બતાવે છે.
ધર્મધ્યાનના ચાર પ્રકારમાં પણ નિત્યતાનો વિચાર છે. અહીં ધર્મધ્યાનના ચાર પ્રકારનું સ્વરૂપ કહેવામાં આવે છે. (૧) વીતરાગ આશાવિચાર-સાધકદશાનો વિચાર. હું વર્તમાન કેટલી ભૂમિકામાં છું, (૨) બાધકતાનો વિચાર વિશ્ર્વ કેટલું બાકી છે તે અને દુઃખનાં કારણોનો વિચા૨, (૩) વિપાકવિચાર-કર્મઉદયજન્ય કષાયભાવની અસ્થિરતા ટાળવાનો વિચાર, (૪) સંસ્થાનવિચા૨-કર્મોદયની સત્તાનો ક્યારે નાશ થશે અને મા૨ા શુદ્ધ આત્મદ્રવ્યનું પ્રગટ નિરાવરણ સંસ્થાન કેવા પુરુષાર્થથી પ્રગટ થશે. શુદ્ધ ઉપયોગની આકૃતિ સહિત અગુરુલઘુ ગુણની સ્વભાવઅર્થપર્યાય અને સ્વભાવવ્યંજનપર્યાયનો સ્વયંસ્થિર શુદ્ધ આકાર ક્યારે પ્રગટશે તેનો વિચાર તે નિત્યતાનો વિચાર છે. આ ૫૨માર્થ ધર્મધ્યાનનો વિચાર છે.
[ તા. ૨૩-૧૦-૩૯ ]
૬૦મી ગાથાનો ઉત્તર ૬૬માં ચાલે છે કે કોઈ પણ સંયોગથી આત્મા ઉત્પન્ન ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com