________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૧૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૫] પૂર્વ જન્મનાં સ્મરણો જણાય છે. આ બધું બતાવે છે કે અનુભવસ્વરૂપ આત્મા પરથી જુદો, અસ્પર્શ, નિત્ય છે. પરમાણુમાં સ્પર્ધાદિ રૂપી ગુણ છે. ચીકાશ, લૂખાશ, વર્ણ, ગંધ, રસ હોય છે, તે પદાર્થો ભેગા થતાં અસ્પર્શપણું નીપજી શકે નહિ સ્પર્શાદિ ભેગા થાય તો ઘણા સ્પર્શ થાય પણ તેનાથી અસ્પર્શ અરૂપી તત્ત્વ કેમ ઉપજે? માટે સંયોગભાવરૂ૫ ચેતન નથી. જેટલા પદાર્થો નજરે દેખાય છે તે બધામાં સ્પર્શ છે; તેમાં બંધન-પિંડ થવાનું કારણ લૂખાશ-ચીકાશ છે, તેવો સ્વભાવ તો પરમાણુ પુદગલમાં છે. જે જીવને પોતાના જ્ઞાનસ્વભાવનું ભાન નથી તે રાગ-દ્વેષ કરે છે, પરની ચીકાશની આસક્તિનો આરોપ પોતામાં કરે છે; રતિ-અરતિ, ઠીક-અઠીકપણું કરવારૂપ માન્યતા એ પરવસ્તુની ચીકાશનો સ્વીકાર છે. જીવમાં એવી યોગ્યતા છે કે પોતાના નિર્મળ જ્ઞાનગુણને વિપરીત પણે માની શકે છે, છતાં પરમાણુનો સ્વભાવ જે સ્પર્શાદિ છે તે રૂપ જીવ થઈ શકતો નથી; માટે અસ્પર્શી એવો આત્મા તે સંયોગના ભાવરૂપ સ્પર્શને પામતો નથી. સ્પર્શવાળી સંયોગી વસ્તુઓમાં જાણકભાવ નથી. સંયોગી પદાર્થ એવાં મન, વાણી, દેહ તે સ્પર્શરૂપે છે; આટલું જીવ જાણે તો અનુભવસ્વરૂપ આત્મા નિત્ય અને અસ્પર્શી છે એમ તે નિર્ણય કરી શકે. આ અંતર વિચારથી જાણવાનું છે; જેમ છે તેમ સમજવાનું છે. લોકોને નિમિત્ત, સંયોગ પ્રત્યે પ્રેમ હોવાથી તેના આશ્રયની રુચિ રહે છે. સંયોગ છે ત્યાં વિયોગ છે. પુદગલદ્રવ્યનું ગળવું અને મળવું તે જડ પદાર્થનો સ્વાભાવિક ગુણ છે સંયોગો ઉત્પન-લયવાળા જ હોય છે. આત્મા તેનાથી વિલક્ષણ છે. આત્મા સ્પર્શને પામતો નથી. તે રૂપ થતો નથી. આ ન્યાય જે જીવને યથાર્થપણે સમજાય, તેને નિર્દોષ જ્ઞાનદશા પ્રગટે. આમાં જડ અને ચેતનની જુદાઈનો ન્યાય આવી જાય છે. જીવ સ્પર્શાદિનો પોતામાં આરોપ કરે તો પરપ્રસંગમાં રોકાય.
આત્માનો મોક્ષસ્વભાવ છે છતાં પર્યાયમાં બંધમાં અટકવાની યોગ્યતા છે. સંયોગી, સ્પર્શાદિ ગુણવાળાં પુદ્ગલમાં બંધસ્વભાવ છે અને જુદાં થવાની યોગ્યતા છે. આત્માનું લક્ષણ જડ પદાર્થથી વિલક્ષણ છે; આત્મા અવિનાશી, અસંયોગી, અનુત્પન્ન છે; તે નિત્ય અનુભવજ્ઞાયકસ્વરૂપ છે. હે શિષ્ય! તું તેને જાણ. અજ્ઞાની જીવ પરપદાર્થમાં રાગ, દ્વેષ, મમતા કરે છે અને સંસારના ક્ષણિક પદાર્થોની પલટાતી અવસ્થામાં હર્ષ, શોક, રાગાદિ કરે છે. પોતાને ભૂલી જઈને સંયોગી પદાર્થમાં પોતાની હયાતી માનવાનું કારણ પોતાનું અજ્ઞાન છે. લોકો મનન કરતા નથી. આ આત્મસિદ્ધિમાં અદ્ભુત રચના કરી છે. જુઓ તો ખરા ! જ્ઞાની કેવો પરમ ઉપકાર કરી ગયા છે. સરલ ભાષામાં, મર્મવેધક ભાવથી આત્માની એવી સિદ્ધિ કરી છે કે જેની કોઈ ના પાડી શકે નહિ. ૬૪ હવે જડથી ચેતન કે ચેતનથી જડ ઊપજે નહિ એમ બતાવે છે :
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. ૬૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com