________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જીવનો નાશ થતો હોય તો ગંભીર માંદગીના કાળે પોતાને લાગે કે હવે આ દેહ નહિ રહે, એવું જે અપ્રગટ ભાન છે તે અનિત્ય દેહને જાણનારો અનિત્ય કેમ હોઈ શકે? આ દેહ નહિ રહે એમ જાણું તેની સાથે જ એમ આવ્યું કે હું નિર્ણય કરનારો તો નિત્ય રહેનાર છે. અનિત્યનો નિર્ણય કરનાર અનિત્ય હોય તો બીજી ક્ષણે કોણે જાણ્યું કે પ્રથમ હું હતો. લોકો કહે છે કે આત્મા નિત્ય છે, પણ યથાર્થ યુક્તિથી, ન્યાયથી, અંતર વિચારણાથી તેઓ પોતાની નિત્યતાનો નિર્ણય કરતા જ નથી. જેને પોતાનું યથાર્થપણું ભાસ્યું હોય તેને રાગ-દ્વેષ અજ્ઞાન અને મમત્વભાવમાં ઠરવું ન હોય, અનિત્યમાં ઠરવું ન હોય, તેને જાતઅનુભવની જરૂર છે. ૬૩. હવે આત્મા નિત્ય પ્રત્યક્ષ છે એમ બતાવે છે -
જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દશ્ય;
ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જે જે દેશ્ય પદાર્થો દેખવામાં આવે છે તે તે જાણનારના જોય છે, પર છે, તે તે સંયોગનું અનિત્યપણું દેખાય છે. સંયોગપણું વિચારતાં વિચારતાં ક્રમપૂર્વક ભેદ પડે છે, તેથી કાંઈ જાણનારો ભેદરૂપ થઈ જતો નથી. કાળની અવસ્થાનો ભેદ પડે છે, પણ ત્રણ અવસ્થામાં, સળંગપણે પર સંયોગને જાણનારો કોઈ સંયોગરૂપે નથી. સંયોગને જાણનારો અસંયોગી, સ્વાભાવિક પદાર્થ છે; કેમ કે કોઈ પણ સંયોગોમાંથી, ચેતનત્વ (અનુભવ ) ઉત્પન્ન થવા યોગ્ય નથી. આત્મા એ રીતે અનુત્પન્ન છે, અસંયોગી હોવાથી અવિનાશી છે. જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈ સંયોગને વિષે લય પણ હોય નહિ. અનાજ, ભોજન, આહારથી આત્માનું ટકવું નથી. ઘણા સંયોગોથી કોઈ જડ વસ્તુ, મકાન આદિની રચના થાય છે, વળી તે વિખરાઈને અન્ય અવસ્થારૂપે થઈ જાય છે, પણ તેમાંથી કંઈ ચેતન (જાણક) પદાર્થની ઉત્પત્તિ અને નાશ સંભવતો નથી. જે જે સંયોગો દેખાય છે તે તે સંયોગોની અવસ્થાને પલટતી (બદલતી) જોનારો પલટી જતો નથી; જાણવામાં ક્રમ પડે છે, પણ સળંગ અનુભવસ્વરૂપ પોતે નિત્ય છે. કોઈ કહે છે કે સંયોગથી જ્ઞાન થાય છે, તો તે વાત જpઠી છે.
જો આત્મામાં જાણકશક્તિ ન હોય તો શું જડ પદાર્થ જ્ઞાનની શક્તિ આપી શકે? જો એમ હોય તો જ્ઞાન-સમજણ પરાધીન બને અને એવું માનવામાં ઘણા વિરોધ આવે. જાણનાર સંયોગને જાણે પણ સંયોગ કાંઈ જાણનારને જાણતા નથી. આત્મા બાળકના દેહમાં નાનો દેખાય છે અને દેહના ક્ષેત્રનો વિસ્તાર થવાથી આત્માના ક્ષેત્રનો વિસ્તાર થાય છે, પણ તે કાંઈ દેહના આધારે નથી. આયુષ્ય પૂર્ણ થતાં દેહનું અને જીવનું છૂટાપણું થાય છે પણ દેહમાં જીવત્વ જણાતું નથી. સ્વપ્નામાં પણ જિંદગીમાં નહિ જોયેલા પદાર્થ, ગામ, નગર અનેક ક્ષેત્ર વગેરે રચના જ્ઞાનમાં જણાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com