________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૧૧
આત્મામાં અવસ્થાદૃષ્ટિએ જોઈએ તો ક્રોધનો નાશ અને ક્ષમાની ઉત્પત્તિ થાય છે અને આત્મા ચૈતન્યસત્તા ધ્રુવ-નિત્ય રહે છે; એમ ક્ષણે ક્ષણે સમય સમયવર્તી પૂર્વ અવસ્થાનો નાશ અને ઉત્ત૨ ( નવી ) અવસ્થાની ઉત્પત્તિ છે અને જાણનાર જ્ઞાતા ચૈતન્યસત્તા નિત્ય ધ્રુવ છે. આ ન્યાય યથાર્થ સમજાય તો ત્રણ લોક, ત્રણકાળમાં પોતાનું સતપણું છે એમ દૃઢ થઈ જાય. આ બધું સમજવા માટે પોતાની તૈયારી જોઈએ. ક્રોધના પરિણામ થતાં ત્યાં જાણ્યું કે આ ઠીક નથી, પછી ક્ષમા ધારણ કરી. બેઉ અવસ્થામાં પોતે ટકી રહ્યો. તે અવસ્થા પલટવામાં વચ્ચે કોઈની સહાય ન આવી. જો દેહના કા૨ણે સમતા રહેતી હોય તો દેહ તો જ્ઞાની મુનિ અને શાની ગૃહસ્થને પણ છે, છતાં બન્નેને સમતા સ૨ખી રહેતી નથી. પોતાના અનુભવથી પ્રત્યક્ષ દેખી શકીએ છીએ કે ક્રોધ ટાળી ક્ષમા કરવામાં બીજાનો આધાર રાખવો પડતો નથી. ક્ષમાસ્વભાવ ટકાવી રાખવામાં દેહ ના પાડી શકે નહિ. આત્મા નિત્ય અવિનાશી છે એવી જેને પ્રતીત હોય તેને અનિત્ય વસ્તુ પ્રત્યે પ્રેમમોહ ન થાય. તે ૫૨વસ્તુનો-મન, વાણી, દેહનો કર્તા પોતાને માને નહિ. જડ વસ્તુનો સ્વામી ન થાય. માટે જ્યાં સુધી જીવનું નિત્યપણું જીવને યથાર્થપણે ભાણ્યું નથી ત્યાં સુધી તેણે વિચારવાનું છે. જો કદી એમ કહીએ કે ચેતનની ઉત્પત્તિ થવી અને નાશ થવો તે આત્મા જાણે, એટલે કે હું નાશ પામ્યો અને ઊપજ્યો એમ જાણે તો તે બોલના૨-જાણનાર મિથ્યા માન્યતાવાળો થયો; એ વચન અપસિદ્ધાંત થયું, કોઈ કહે કે–મારા મુખમાં જીભ નથી એવું થયું. ભાષાનું જ્ઞાન કરનારો નિત્ય છે; એમ જાણનારનું તો નિત્યપણું દેખાય છે. એમ આત્મા છે, તે નિત્ય છે એ ઘણા ન્યાયથી સિદ્ધ થાય છે. ૬૨
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૩]
[ તા. ૨૨-૧૦-૩૯ ]
ગાથા ૬૨મી નો સાર ગાથા ૬૩માં છે :
જેનો અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન;
તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩
૬૧મી ગાથામાં ન્યાય કહ્યો હવે ૬૩માં તેનો સિદ્ધાંત કહે છે. જેના અનુભવમાં ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે છે તે જાણનારો તેથી જુદો રહ્યા વિના કોઈ પ્રકારે તેને ઉત્પન્ન-લયનું જ્ઞાન સંભવતું નથી; અથવા ચેતનની ઉત્પત્તિ અને લય થાય છે, એવો અનુભવ કોઈને પણ થવા યોગ્ય નથી. સ્વપ્નમાં કોઈને પોતાના મૃત્યુનો ભાસ થાય છતાં જાગૃત થતાં તેમ જણાતું નથી. પહેલાનું ને પછીનું જ્ઞાન કરનારો તો પોતે નિત્ય જ છે. સમુદ્રનાં મોજાં ઊપજે છે ને વિણસે છે; પણ તેને દેખનારો ઉપજતોએ નથી ને નાશ પણ પામતો નથી. જાણનારો તો નિત્ય જ છે. જાણનારો તો તે બેઉ કાળને સળંગ જાણનારો છે. ૬૨ મી ગાથામાં ઉત્તર છે કે જે વખતે દેહનો નાશ થાય છે, તે વખતે
Please inform us of any errors on rajesh@Atma Dharma.com