________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ચેતનની કોઈ અવસ્થા થવી જોઈએ પણ આયુષ્ય પૂરું થયે દેહના કોઈ અંગમાં જીવત્વ દેખાતું નથી. જાણનાર ગયા પછી શરીરને છેદો, કાપો, મારો છતાં કોઈ તેમાં જાણનાર નહિ હોવાથી દેહને ખબર પડતી નથી. શરીરને પ્રહાર કરવામાં આવે અને શરીર પ્રત્યે રાગ ન હોય તો આત્માને કંઈ દુઃખ થતું નથી; જેમ આકાશમાં પ્રહાર કરો તો આકાશને કાંઈ દુઃખ થતું નથી તેમ
જ્યારે દેહમાં ચેતન આત્મા હોય ત્યારે તે શરીરની મમતા, રાગ-દ્વેષ કરે તો જીવને દુઃખની લાગણી થાય છે. જીવ જડ સ્થૂળ રૂપી પદાર્થોમાં ભળી ગયો નથી ભળી ગયો હોય તો મૃત્યુ પછી દેહમાં જીવત્વ જણાવું જોઈએ. બૌધ દર્શનની માન્યતા છે કે વસ્તુ નાશવાન છે; પણ અહીં તો એમ કહેવું છે કે જેને આત્મા અવિનાશી છે એવી યથાર્થ શ્રદ્ધા નથી તે બૌદ્ધ જ છે, મિથ્યાષ્ટિ છે. જેને બાહ્ય પદાર્થ ઉપર રતિ-અરતિ થતી હોય, અને પુત્ર, સ્ત્રી, લક્ષ્મીનો નાશ થયો એમ દેખાતાં શોક થાય છે અને સંયોગે હર્ષ પામે છે તે અજ્ઞાની છે, બૌદ્ધ છે. અહીં તો શિષ્ય સમજીને પ્રશ્ન કરે છે તેને ગુરુ યથાર્થ ન્યાયથી સમજાવે છે કે તું એમ કહીશ કે દેહના સંયોગથી જીવની ઉત્પત્તિ થાય અને દેહ નાશે જીવનો નાશ થાય, તો તે કોણે જાણું? તે અનુભવ કોને થયો? માટે દેહ પહેલાં પણ જે હતો અને દેહ પછી પણ જે છે તે અનુભવ સ્વરૂપ આત્મા નિત્ય છે, જાણનારો છે; તે નિત્ય જાણક છે, ઊપજવું અને નાશ પામવું એ બેને લક્ષમાં લેનારો નિત્ય ધ્રુવ છે. ગયા માસની વાત આ માસમાં યાદ રહે છે અને એક માસ પછી દિવાળી પર્વ આવશે તેની ખબર છે. આ ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ બેઉ પૂર્વ અને પશ્ચાત કાળનો એક સેકન્ડમાં નિર્ણય કરનાર નિત્ય છે. તે સ્મૃતિનો અનુભવ ટકાવી રાખે છે. દરેક ક્ષણે અને પળે ત્રિકાળપણું બતાવે છે. પરમાણુની ક્રિયા તો ક્રમે ક્રમે થાય છે અને જ્ઞાન તો ક્ષણમાં ઘણાં કાળનો વિચારસ્મરણ કરી શકે છે. બે વર્ષનું બાળક પણ એક વાર અગ્નિથી દાઝે તો તે અગ્નિને ફરી અડવાથી ડરે છે અને સ્મરણ ટકાવી રાખે છે. માટે જાણવું તે આત્માનો નિત્ય સ્વભાવ છે. જેનો જે સ્વભાવ તે સદાય ટકી રહે. જડ પદાર્થ એક સૂક્ષ્મ પરમાણુ છે, તે પણ ત્રિકાળ તેની સત્તામાં ટકી રહેનારો નિત્ય છે. જે હયાતીવાળો પદાર્થ છે તે કોઈ કાળે ન હોય તેમ ન બને. “એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ.” નિત્ય એવા પદાર્થની ક્ષણે ક્ષણે અવસ્થા બદલાય છે પણ વસ્તુ તરીકે તે ટકી શકે છે. તો જેનું ચૈતન્ય લક્ષણ છે, જે લક્ષણ જડ પદાર્થમાં નથી તે સ્વતંત્રપણે કેમ ન ટકી રહે? માટે શ્રીગુરુ કહે છે કે જીવની અવસ્થા હર્ષ, શોક, રતિ, અરતિ, દયા, ક્ષમા અને ક્રોધપણે જણાય છે, પણ તેને જાણનારો નિત્ય ટકતો છે, ધ્રુવ છે. આનંદઘનજી કહે છે કે
“સ્થિરતા એક સમયમાં ઠાણે ઊપજે વિણસે તબહિં, ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે યા હુમ સુનીહિં ન કબહિં.
અબધુ નટનાગરકી બાજી.”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com