________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૨ ]
[ ૨૦૯
ક્ષમા વખતે બીજો એમ હોય તો ? માટે નિત્યપણું જણાતું નથી; આનો કાંઈ સાચો ઉપાય હોય તો જણાવો. શ્રી સદ્ગુરુ કહેશે કે દરેક આત્મા સ્વતંત્ર છે અને નિત્ય છે. ૬૧
દેહ માત્ર સંયોગ છે, વળી જડ, રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? ૬૨
“ દેહયોગે ઊપજે, દેહવિયોગે નાશ ” તે ૬૦ મી ગાથાના ઉત્તરમાં ગુરુ શિષ્યને કહે છે કે તને એમ નથી લાગતું કે આત્મા સહજ સ્વભાવી અને અનુભવરૂપ છે ? લક્ષણ બે પ્રકારનાં છે. તેમાં એક સંયોગી નિમિત્તરૂપ અનાત્મભૂત અને બીજું તાદાત્મ્યસંબંધરૂપ આત્મભૂત. દેહ છે તે તો માત્ર ૫૨માણુનો સંયોગ છે. દેહ તો અનંત-અનંત રજકણોના સંયોગવાળી અવસ્થા છે. તે આત્માથી ભિન્ન છે, એ તો કહેવાઈ ગયું છે. અનંત સૂક્ષ્મ ૫૨માણુઓ ૫૨સ્પ૨ સ્વભાવે ચોંટીને દેરૂપે પિંડપણું પામ્યા છે, તેનું નામ શ૨ી૨ કહેવાય છે તેનો આત્મા સાથે સંયોગીસંબંધ માત્ર છે. મૃત્યુ વખતે આત્મા જ્યારે જાય છે ત્યારે તેની સાથે દેહનું જવું થતું નથી. ચૈતન્ય-જીવપણું જે દેહમાં દેખાતું હતું તે મૃત્યુ પછી જણાતું નથી. જાણનાર તો ચૈતન્ય છે. તે તો અરૂપી એટલે વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ રહિત છે. દેહ છે તે તો વર્ણ, ગંધ, રસ સ્પર્શ સહિત છે અને તે જડરૂપ દેખાય એવો મૂર્તિક છે; વળી દેહ જ્ઞાનનો વિષય ( જ્ઞેય ) છે. તે જડ પદાર્થ અતીન્દ્રિય ચૈતન્યની ઉત્પત્તિ અને નાશને કેમ જાણી શકે? આ દેહ તે મારો નથી, તે ક્ષણિક છે અને હું અવિનાશી છું, એટલી વાતનો દૃઢ નિર્ણય ક૨ે તો દેહની અનંતી મમતા છૂટી જાય છે અને નિંદા, સ્તુતિ, રાગ, તૃષ્ણા, કષાયાદિની રુચિ ટળી જાય છે. લોકો પોતાથી આટલો પણ નિર્ણય ક૨તા નથી. દેહનો નાશ થયે જીવનો નાશ થાય છે એમ માને છે. વળી કેટલાક કહે છે કે દેહમાંથી જીવ ગયા પછી ઘ૨બા૨, રૂપિઆનું ગમે તે થાય, મર્યા પછી “ ગોલણ ગાડાં ભરે.” વળી કેટલાક માત્ર કહે છે કે દેહ નાશવંત છે. તેવી તેની વાત સાચી છે, પણ તેમનો ભાવ સાચો નથી, કારણ કે આત્મસ્વરૂપ પોતાથી સ્વાધીન નિત્ય છે, એમ જેણે ચોક્કસ જાણ્યું હોય તેને ૫૨વસ્તુમાં ક્ષોભ, મમતા, બંધન થાય નહિ. અહીં શિષ્યને તર્ક અને ન્યાયથી જ્ઞાની કહે છે કે “હે શિષ્ય ! દેહનાં ઉત્પત્તિ અને નાશને તેં જાણ્યાં કેવી રીતે! નાશ પામનારો નાશ અને ઉત્પત્તિને જાણી શકે નહિ. તે ઊપજતી-વિણસતી અવસ્થાને જાણનારો કેવો છે, તેનો અનુભવ કોને થાય છે તે કહે છે.
જે રજકણો જડ અને રૂપી છે, તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી અને તેના વિયોગે ચેતનનો નાશ પણ થવા યોગ્ય નથી. આ ન્યાય બહુ બળવાન છે. કા૨ણ કે જે જે ૫૨માણુ-૨જકણની અવસ્થા છે તેમાં ચેતનપણું-જાણપણું નથી. તેનાથી ચેતનની ઉત્પત્તિ થઈ શકે નહિ. જો દેહમાં જીવતત્ત્વનું ભળી જવું થતું હોય તો જડમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com