________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮]
[ ભગવાનશ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા હવે અહીં શિષ્ય બીજી શંકા રજુ કરે છે :
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ;
દેશ્યોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬). આગળ આવશે કે આત્મતત્ત્વના નિર્ણય માટે તથા સત્ની પ્રાપ્તિ માટે ખરું ઔષધ, વિચાર અને ધ્યાન છે. ઘણા જીવો પ્રશ્ન પૂછતાં અચકાય છે અને શંકાનું સમાધાન કરતા નથી.
અમારી કિંમત ઓછી અંકાશે,” એવા માનમાં રહી પૂછી શકતા નથી, તેમ વિચાર પણ કરતા નથી. પણ અહીં તો શ્રીગુરુ કહેશે કે :
“ષ પદના ષડ્મશ્ન તે પૂછયા કરી વિચાર,
તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.” અહીં તો ક્રમબદ્ધ વિચારણાથી પ્રશ્નો કર્યા છે. એ ઉપરથી પ્રશ્નકાર કેવા હોવા જોઈએ તે સમજવાનું છે. અહીં શિષ્યની શંકા છે કે જેમ ઘડિયાળ આદિ સંચાની ગોઠવણી થતાં તે ચાલવા માંડે છે, તેમ આત્મા દેહના સંયોગે ઊપજે અને દેહના નાશથી નાશ થતો હોય તો? ત્રણે કાળ “આત્મા” પદાર્થ રહેતો હોય એમ મને જણાતું નથી.
ઘણી વસ્તુઓ ભેગી થવાથી દારૂ નામના પદાર્થમાં માદકતા થાય છે; તેમ ઘણા જડ પદાર્થો ભેગા થવાથી સંયોગી રસાયન તરીકે આત્મા થઈ જતો હોય તો? એમ દલીલો કરીને પોતાની શંકા ગુરુ પાસે જાહેર કરી સમાધાનની માગણી કરે છે. ૬૦ હવે શિષ્ય “નિત્યતા” ની શંકાનાં બીજા કારણો જણાવે છે:
અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય;
એ અનુભવથી પણ નહિ, આત્મા નિત્ય જણાય. ૬૧. આત્મા છે એમ તો અમે માનીએ; દેહ ઇન્દ્રિયોથી જુદો છે, જાણનારો છે, એ તમારી વાત સાચી; પણ દેહનો નાશ થયા પછી કોઈ જીવ મને કહેવા આવતો નથી કે “અમે છીએ.” વળી ક્ષણે ક્ષણે શુભાશુભભાવ-ઈચ્છા આદિ પરિણામ થઈને નાશ પામે છે. કોઈ વાર તીવ્ર લોભ, કોઈ વાર ઉદારતા, કોઈ વાર ક્રોધ, કોઈ વાર ક્ષમા એમ વસ્તુ બદલાઈ નાશ થઈ જાય છે, તેથી વસ્તુ નિત્ય લાગતી નથી, પણ ઉત્પત્તિ અને લય થયા જ કરે છે. આ બૌદ્ધ દર્શનની માન્યતા છે, પણ એ પક્ષ એકાંતી છે. જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ જ્ઞાનથી કહે છે તે યુક્તિ, ન્યાય અને અનુભવથી સિદ્ધ છે. આત્મા નિત્ય ટકતો બદલાય છે. દ્રવ્ય નિત્ય છે અને પર્યાયે પલટાય છે, એ ન્યાય આગળ આવશે. અહીં શિષ્ય કહે છે કે ગુણ વખતે આત્મા બીજો અને દોષ વખતે બીજો, ક્રોધ વખતે બીજો અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com