________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫૯]
[૨૦૭ પોતાની જાતની વાત છે. અહીં શ્રીગુરુ કહે છે કે ઊંધાઈથી શંકા કરીને તું કહે કે આત્મા જ નથી, જાણનારો જ નથી. જો કોઈ કહે કે “મારી માતા વંધ્યા છે” તો તેની મશ્કરી થાય છે, તેમ “હું નથી” એવી તારી બુદ્ધિ વિષે અમાપ અચરજ થાય છે. આત્માની ઝીણી વાત અમારાથી સમજાય નહિ, તેમ કહેનારા પણ બધા આશ્ચર્યરૂપ છે. હવે શિષ્ય કબૂલવાની ભાષાએ બીજી શંકા કરશે. આત્મા છે તે તો નક્કી થયું, પણ હવે નિત્ય છે કે કેમ? તેની શંકા કહેશે. આપે જે જે ન્યાય કહ્યા તેને મેં ખ્યાલમાં રાખ્યા છે તેમ પણ તે કહેશે પણ અહીં તો લોકોને રોજ સાંભળવું અને ઘેર જઈને કાંઈ વિચાર-મનન કરવું નહિ, ભૂલી જવું. ૫૦-૬૦ વર્ષો સુધી સામાયિક-પડિક્કમણાના નામે પથરણાં ફાડ્યાં, ધર્મક્ષેત્ર સેવ્યાં, છતાં આવા પ્રશ્નો કરીને સને સમજવાની ધગશ કોઈએ કરી ? શિષ્ય એવા હોવા જોઈએ કે બરાબર એકાગ્રતાથી જે ન્યાય આવે તેને પકડી શકે અને તેને અધિકપણે સમજવા માટે પ્રશ્ન કરે.
આભા છે અને નિત્ય છે એમ ઔધિક રીતે ઘણા વાતો કરે છે, પણ વિચાર દ્વારા જાતે નિર્ણય કરનારા બહુ થોડા હોય છે. શાસ્ત્રો વાંચે, પણ નિર્ણય ન કરે કે આમ જ છે અને તે આ ન્યાયથી છે. શ્રીમદે પોતે જ શિષ્યની જિજ્ઞાસાની આબેહૂબ રચના કરી છે, અને હૃદયમાં આરપાર ઊતરી જાય તેવી હૃદયવેધક ભાષામાં સંવાદ રચ્યો છે. ૫૮.
[ તા. ૨૧-૧૦-૩૯] હવે, આત્માની નિત્યતાની શંકા કરતાં પહેલાં “આત્મા છે' એમ બતાવનારા ન્યાયનો પોતે અંતરમાં વિચાર કર્યો છે એમ શિષ્ય જણાવે છે:
આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર;
સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯. આપે જે “આત્મા છે” તેના પ્રકાર કહ્યા તેનો અંતરથી વિચાર કરવાથી “આત્મા છે' તેમ મને જણાય છે. એમ શિષ્ય જણાવે છે. આપે આપેલા ન્યાયોને ઓળખીને મેં તેનું બહુમાન કર્યું છે અને મારા પોતાના ઉપાદાનની જાગૃતિથી “આત્મા છે' એમ મેં અંતરમાં વિચાર કરી નિર્ણય કર્યો છે. મારા આત્મામાં ભળીને મેં નિર્ણય કર્યો છે માટે હવે અન્ય શંકા થાય છે તે દૂર કરવાનો સદુપાય બતાવો.
અવિનાશી આત્મા છે એમ વાતો ઘણાય કરે છે, પણ અનિત્ય વસ્તુ પ્રત્યેનો પ્રેમ તો ઘટતો નથી. તેઓ ઘણાં શાસ્ત્રો વાંચતા હોય તેથી શું? તેમણે આત્માને નિત્ય જાણ્યો જ નથી, કેમકે સંસારમાં તેમને પ્રેમ વર્તે છે. સત્ની ઓળખ નથી ત્યાં લગી પોતાનું નિત્યત્વ ભાસ્યું જ નથી. ૫૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com