________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વેદનીયનો ઉદય હોય, મરતી વખતે અસાધ્ય જેવું દેખાય, છાતી ભરાઈ જાય ત્યારે પણ તે તો જાણે કે પરમાણુનો યોગ એમ જ હોય. જ્ઞાતા આનંદમાં ઝૂલતો, સ્વરૂપસ્થિતિમાં જ ટકતો, શાંતિ અને આનંદમાં દેહ છોડે, તે જ ભવે તે મોક્ષે જાય, અથવા એક-બે ભવ પછી જાય. દેહના દુઃખે હું દુઃખી, અને દેહની સગવડતાએ હું સુખી, દેહની અનુકૂળતાએ ધર્મ કે ધર્મસાધન થાય, એમ માનવું તે મહા ભ્રમણા છે. દર્શનમોહ મિથ્યાત્વ છે. શરીર નિરોગી હોય તો ધર્મસાધન સારું થાય, એવી માન્યતા મિથ્યાષ્ટિ છે. તેમને આત્માની શ્રદ્ધા જ નથી. મુખથી કહે કે હું મારો નથી, એ નાશવંત છે, હું તો અવિનાશી છું પણ અભિપ્રાયમાં જેને દેહાત્મબુદ્ધિ છે, તેની ભાષા અને ભાવ છૂપા રહેશે નહિ. માટે સારાં નિમિત્ત હોય, બહારની મનમાની સગવડ હોય તો ધર્મસાધન ઠીક થાય, એ મિથ્યામાન્યતા કાઢી નાખવી અને તત્ત્વ જેમ છે તેમ સમજવાનો પુરુષાર્થ કરવો. પ૬.
હવે જડ, ચેતન ત્રણે કાળે ભિન્ન જ છે. એમ કહે છે :
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રય ભાવ. ૫૭.
આત્મા જ્ઞાતા-દ્રષ્ટા અરૂપી છે. તેનો ચૈતન્યસ્વભાવ છે, તે નિર્મળ શાંતમૂર્તિ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે; દેહાદિ જડ પદાર્થો તેનાથી તદ્ન ભિન્ન છે. ત્રણે કાળ જડ તે જડ છે, અજીવ છે, અચેતન છે અને આત્મા જ્ઞાતા ચૈતન્ય છે. તે બેઉની અવસ્થા એક ક્ષેત્રમાં દેખાવા છતાં તેના લક્ષણ જુદાં જુદાં છે. જે ક્ષેત્રમાં આત્મા છે, તે ક્ષેત્રમાં આઠ જડકર્મના પડદા (-આવરણ) પણ છે. તેની ક્ષણે ક્ષણે દશા બદલાય છે. તેમાં કર્તુત્વ-મમત્વ વડે સંકલ્પ-વિકલ્પ જન્મ પામે છે. દેહાદિની ક્રિયા થાય છે તે જ હું છું એમ અજ્ઞાની જીવ ભૂલ કરે છે. તે અવસ્થા ક્ષણિક હોવાથી ક્ષણે ક્ષણે નાશ પામે છે પણ, “જે હોય તે જાય નહિ અને જે ન હોય તે નવું થાય નહિ એ ન્યાયે આત્મા નિત્ય ટકી રહે છે. દેહ, સંકલ્પ-વિકલ્પ તથા પૂર્વ અવસ્થા પલટી જાય છે, તે આત્મા સાથે નિત્ય રહેનારાં નથી. આત્મા સર્વ દોષ, આઠ કર્મનાં આવરણ અને દેહાદિ રજકણોથી છૂટો પડી મોક્ષમાં જાય છે અને કર્મનાં રજકણો તથા દેહનાં રજકણો બીજી અવસ્થાને ધારણ કરે છે. જગતમાં જડ પરમાણું અનંતા છે, તે સત્ છે, વસ્તુ છે, પદાર્થ છે અને તેનાથી ભિન્ન ચૈતન્યદ્રવ્ય છે. “કયારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ” એ મહાન સિદ્ધાંત છે. પદાર્થોનું અવસ્થાંતર થાય છતાં તે પોતાની સ્વસત્તા છોડે નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com