________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-પ૬]
| [ ૨૦૩ થઈને આવ્યા અને કહ્યું કે મુનિ અમે તમારી દવા કરીએ. મુનિ કહે-રોગનો કાળ પૂરો થયા વિના તમારાથી રોગ કેમ ટળે? પોતાને શક્તિ-લબ્ધિ પ્રગટેલી હતી. થુંક લગાડતાં કોઢ મટી જાય તેવી લબ્ધિ હતી. દેવને કહ્યું કે તમે પૂર્વના પ્રારબ્ધ કર્મને ફેરવી શકો છો? દવે ના પાડી. પૂર્વે ભૂલ કરીને આશાતાવેદનીયકર્મ જે જે પ્રકારે બાંધેલાં હતાં તે તે પ્રકારે દેહમાં વ્યાધિ જણાવાની હતી, પણ તેથી આત્માને શું? કાંઈ નહિ. માટે રોગ છે તે આત્માને શેયમાત્ર છે. રોગ થાય તો રાગ ટાળી ન શકું એમ જેણે માન્યું તેણે દેહ અને આત્માને એક માન્યો છે.
પ્રશ્ન :- આવો પવિત્ર આત્મા કેમ ભૂલે છે?
ઉત્તર :- જીવે અનાદિકાળથી પરને પોતાનું માન્યું છે. પ્રથમ શુદ્ધ અવસ્થાપણે હતો એમ નથી; અનાદિથી બંધઅવસ્થા છે. દ્રવ્યસ્વભાવે, શક્તિરૂપે દરેક આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, પણ ભૂલવાળી અજ્ઞાનાવસ્થાપણે રાગ-દ્વેષ-મોહ-મમતાનો કર્તા થાય છે, તે પોતાના જ્ઞાનમાં ઊંધી માન્યતા કરે છે. પરમાં મારાપણાની બુદ્ધિ કરી છે, તે કારણે અજ્ઞાનરૂપ થઈને સંસારમાં રખડવું અનાદિકાળથી છે, તેમાં પોતે સદાય એવો ને એવો નિત્ય છે, શક્તિરૂપે શુદ્ધ જ છે.
કોઈના શરીરમાં વ્યાધી ન હોય અને દુઃખ ન દેખાય એવી રીતે મરી જાય, તેથી તે ધર્માત્મા હતો એમ નથી. કોઈ મહા મિથ્યાત્વી-અજ્ઞાની હોવા છતાં જરાય દુઃખ દેખાય નહિ એવી રીતે મરી જાય છે. મરણ વખતે અશાતા ન હોય છતાં મહા ભૂંડા ભાવ હોય અને મરીને નરકે જાય છે, કારણ કે અંદરમાં અનંતે આર્તધ્યાન કર્યા જ કરતો હોય છે, મહા મમતાથી ભરેલો છે. કોઈ બહારથી શાંત દેખાતો હોય, પણ જેની દૃષ્ટિ ઊંધી છે, અજ્ઞાનભાવ છે, તેને કાંઈ ધર્મી ન કહેવાય.
ગજસુકુમાર બાળવયે જ્ઞાન-ધ્યાનમાં બેઠા હતા; માથે અગ્નિ ભર્યો, પણ આત્મા ચિદાનંદ જ્ઞાતા પવિત્ર શાંતસ્વરૂપ છે તેથી તેમણે માન્યું કે દેહ દેહમાં (જડમાં) અને
અગ્નિના પરમાણુ અગ્નિમાં; તેમાં આત્માને શું? તેઓ શુક્લધ્યાનની શ્રેણી માંડીને, આત્મજ્ઞાનની ઉજ્જવળ દશા પ્રગટ કરીને, નિર્વાણ પામ્યા. આખી ખોપરી બળી ગઈ તેમાં આત્માને શું? જેમ ઘરનો મંડપ બળી જતાં આકાશ બળતું નથી, તેમ આત્મભાન વર્તે છે તેને દેહની અશાતા લાગતી નથી. પુરુષાર્થ મંદ હોય તોપણ દેહમાં મમત્વબુદ્ધિ ન કરે. જે થાય તે જાણે, કદાપિ ધર્મામાને મૃત્યુ વખતે અશાતા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com