________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વશક્તિ સહિત નિત્ય છે તો તેને નિમિત્તે શું આપ્યું? આવો રાગ હોય, નિમિત્તો હોય માટે આત્મામાં વીતરાગધર્મ હોય એમ નથી. માટે નિમિત્ત, વ્યવહાર કે ક્રિયાકાંડથી આત્માને લાભ છે એમ નથી.
પ્રશ્ન :- મનુષ્યભવ મોક્ષનું કારણ નથી? નિમિત્ત તો છે ને?
ઉત્તર :- ન્યાય સમજો, દેહની મમતા રાખે મોક્ષ થાય કે મમતા છોડયે મોક્ષ થાય? દેહાદિની ક્રિયા અને દેહ તે હું નહિ એમ પરદ્રવ્ય અને તેની મમતાનો વિરોધ કર્યો ત્યારે નિમિત્તને વ્યવહારથી કારણ કહેવાયું, પણ દેહથી ધર્મ થતો નથી. જો દેહથી ધર્મ થતો હોય તો બધાને ધર્મ થવો જોઈએ. માટે દેહની ક્રિયાથી કે નિમિત્તના આધારે આત્માને ગુણ થાય એમ માનવું તે મહા અજ્ઞાન છે. કોઈ કહે છે કે શરીરમાË ખલુ ધર્મસાધનમ્”–આવું માનનારા અને બોલનારા છે તે બધા નાસ્તિક છે. તેમને આત્મસ્વરૂપની ખબર જ નથી. તેમની બોલણીમાં પણ દોષ છે. જડને આત્મા માનનારા છે, કારણ કે આને રાખું એવો ભાવ આવ્યો, પણ દેહાદિ ઉપાધિને ન રાખું એમ ન આવ્યું. મૂળ શ્રદ્ધામાં જ ઊંધાઈ છે. નિતા દ્વારા દેહનું મમત્વ છેદે, ઇન્દ્રિયાદિના વિષયો સંબંધીનો રાગ છેડે, તો અરાગીપણાથી લાભ થાય. પરનિમિત્તથી આત્માને ગુણ થતો હોય તો બધાને થવો જોઈએ. જ્યાં નિમિત્ત ઉપર કે કર્મ ઉપર વજન આવે ત્યાં સાચો પુરુષાર્થ હોઈ શકે
નહિ.
જેટલે અંશે મન, ઇન્દ્રિય, દેહાદિનું અવલંબન તૂટે, તેટલો ધર્મ થાય. જડના અવલંબનથી આત્માને ગુણ થાય એમ જેણે પરાશ્રિત કલ્યાણ માન્યું છે તેની માન્યતા તદ્ન ઊંધી છે. દેહ રાખવાના ભાવે ધર્મ ન થાય. શરીરમાં રોગ થાય તે વખતે નબળાઈથી રાગ-દ્વેષ થઈ જાય એ જુદી વાત છે, પણ રાગ-દ્વેષ કરવા પડે એવો ભાવ જેને છે તેણે દેહ અને આત્મા બેઉ જુદા જાણ્યા જ નથી. પાંચ વરસ વધારે જીવું તો હું ધર્મ ધ્યાન વધારે કરી શકું એ દૃષ્ટિ જ મિથ્યા છે. આત્મા અવિનાશી, જ્ઞાતાદ્રષ્ટા, નિર્મળ, સિદ્ધસમાન છે. તેની શ્રદ્ધા થવી તે અપૂર્વતા છે; કંઈ વાતો નથી. જેણે પુરુષાર્થ કર્યો છે તે જ્ઞાનદશા જાણે છે. દેહની અને બહારની અગવડતા કે સગવડતા ઉપર આત્મધર્મ સાધવાનો આધાર નથી. એ વિષે ઘણીવાર કહેવાયું છે. ધર્માત્માને શરીરમાં મહારોગ આદિ વ્યાધિ હોય છતાં ધર્માત્મા જ્ઞાન-ધ્યાનમાં મસ્ત રહે છે. વેદનીય કર્મનો કદી તીવ્ર ઉદય હોય, કદી મુખથી રાડ નીકળી જાય, છતાં અંતરમાં સમતા છે, શાંત સમાધિ છે. આત્માએ કયાં રાડ નાખી છે? દેહનો ધર્મ દેહમાં વર્તે છે. એ ધર્માત્મા સમાધિમરણ કરીને એક-બે ભવે મુક્ત થાય છે. સનતકુમાર ચક્રવર્તીને સાતસો વર્ષ સુધી કોઢની અવસ્થા શરીરમાં રહી હતી. પ્રથમ મહારૂપવંત હતા. પછી છ ખંડનું રાજ્ય તજી જંગલમાં ધ્યાન કરતા હતા. પૂર્વે બાંધેલ અશાતાવેદનીયના પ્રારબ્ધકર્મનો ઉદય ભોગવવાનો હતો. તે દશા સાતસો વર્ષ રહી. તેમની શાંતિ જોઈને તેમની પાસે દેવ વૈદ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com