________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫૬]
અહીં ૪૮ મી ગાથાનો ઉત્તર કહે છે :
૫૨મ બુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬
[ ૨૦૧
તું કહે છે કે દેહ, ઇન્દ્રિયો, પ્રાણો અને આત્મા એક છે, જાદા નથી; તો જાડા શરી૨વાળાને ઘણું જ્ઞાન થવું જોઈએ અને પાતળા દેઠવાળાને થોડું જ્ઞાન હોવું જોઈએ; પણ તેમ તો થતું નથી. જો દેહ એ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો પ્રસંગ ન આવે. યુક્તિ અને પ્રમાણથી જે વસ્તુસ્વભાવ છે તેનો નિર્ણય થાય છે. પણ લોકોને યથાર્થ તત્ત્વનો નિર્ણય કરવો નથી. ધીરે ધીરે એની મેળે સમજાઈ જશે એમ નિમિત્ત ઉપર મંડાણ કરી બેઠા છે. આ દેહમાં સૂક્ષ્મ આઠ કર્મની ઝીણી ધૂળ છે. તેના કા૨ણે બહા૨થી દેહનું બળ દેખાય છે; તેના ઉ૫૨ આત્મબળનો આધાર નથી. લોકો કહે છે કે આ માણસ ખૂબ કામ કરી શકે છે, થાકતો નથી. મન, વાણી, દેહથી ખૂબ ક્રિયા કરતો હોય તેને પુરુષાર્થ કહે છે, પણ તે વાત જૂઠી છે. કોઈ ઘણુંય લખાણ કર્યા જ કરતો હોય, કોઈ વકતા ખૂબ ભાષણ કરી શકતો હોય, કોઈ મૌન રહી શકતો હોય તેમ દેખાય; પણ એ કાંઈ આત્મબળ નથી. પુરુષાર્થ નથી. દેહની ક્રિયાને જે આત્મબળ માને છે તેનું ઊંધું માપ છે, તે બાહ્યદૃષ્ટિ છે. ઘણા કહે છે કે “શરીરથી હજી ઘણાં કામ લેવાં છે, ધર્મનું સંસારનું તથા આત્માનું કલ્યાણ કરવા માટે શરીરની રક્ષા ક૨વાની-સંભાળ રાખવાની જરૂર છે' તેવું માનનારો કદાચ એમ પણ કહે કે, “ આત્મા અસહાય છે, જીદો છે” તોપણ તેમનું કથન નામ માત્ર જ છે. તેઓને સાચું સમજાયું નથી.
66
,
*
પ્રશ્ન :- શરીરમાં રોગ હોય તો રાગ-દ્વેષ ન થાય ?
ઉત્તર :– એમ જ હોય તો નિરોગી શરીરવાળો વીતરાગ થાય જ, શરી૨ રોગી હોય તો દ્વેષ ન ક૨વો અને શરીર સારું હોય તો રાગ ન કરવો, એમ દેઢ અભિપ્રાય જોઈએ. શરીર તે હું નથી, એમ એકવાર તો હા લાવો. શરીર નથી કહેતું કે તમે આમ કરો તો ઠીક-અઠીક થાય. નિમિત્ત કોઈને રાગ-દ્વેષ પરાણે કરાવતું નથી. જેણે શ૨ી૨ના કા૨ણે ધર્મ માન્યો તેને આત્માની શ્રદ્ધા જ નથી. જો જડની ક્રિયાથી આત્માનું કાર્ય થતું હોય તો મુનિ ધ્યાનમાં બેઠા હોય છે ત્યારે તેને બાહ્ય ક્રિયા નથી માટે તેને ગુણ ન થવો જોઈએ, પણ તેમ નથી. વળી દેહની ક્રિયાથી તથા શુભપરિણામથી એટલે પનિમિત્તથી જો ચૈતન્યને કલ્યાણ થતું હોય તો ચૈતન્યમાં કાંઈ માલ ન હોવો જોઈએ, શક્તિથી ઠાલો હોવો જોઈએ; અને જો આત્મામાં શક્તિ ન હોય, તો જે ન હોય તે કદી કોઈ વડે પ્રાસ થાય નહિ. જે શક્તિ, જે ગુણ પોતાનામાં ન હોય તેને બીજો કેમ પરિણમાવે ? દેહાદિ સાધનથી તેનો ગુણ કેમ પ્રગટે? આત્મામાં જે ન હોય તે નવું બહા૨થી કયાંથી આવે ? અને જો પોતે
Please inform us of any errors on rajesh@Atma Dharma.com