________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા બધી અવસ્થાને જાણનારો તે-તે બધી અવસ્થારૂપે થતો નથી, તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે અને તે અવસ્થાને જે જાણે છે એવો પ્રગટ સ્વરૂપ ચૈતન્યમય પોતે જાણ્યા જ કરે છે, એવો જેનો સ્વભાવ પ્રગટ છે. શીત અને ઉષ્ણ સ્પર્શ, વર્ણ, ગંધ અને રસ આદિ સંયોગને જાણનાર તે તેના જેવો નથી, તે તે વસ્તુરૂપે નથી, માત્ર સદા જ્ઞાતાદેષ્ટા સાક્ષી, જ્ઞાયક જ, તે જીવની નિશાની સદાય વર્તે છે. કોઈ દિવસ જાણવાના લક્ષણથી તે જુદો થતો નથી. આત્માનું પ્રગટ લક્ષણ જ્ઞાન છે. ચેતનાગુણ જ્ઞાનરૂપ છે, તે નિશાની સદાય જીવનું નિર્દોષ લક્ષણ છે. આ પ્રગટ લક્ષણ અતિવ્યાતિ, અવ્યાતિ અને અસંભવ એ ત્રણે દોષો રહિત છે. આથી એમ નક્કી થયું કે જાણવું તે આત્માનું લક્ષણ છે; એટલે પરનું કંઈ કરવું, મન, વાણી, દેહાદિ પુણ્ય-પાપ રાગદ્વેષની ક્રિયા કરવી, તે જીવનું લક્ષણ નથી. એ નિર્બાધ હેતુથી ચેતનાલક્ષણે સિદ્ધ છે. એકેન્દ્રિય નિગોદ દશામાં નાના સૂક્ષ્મ જીવને પણ ચેતનાલક્ષણ છે. તેમાં પણ કેવળજ્ઞાન શક્તિરૂપે છે;
અર્વન્ત અને સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ-વ્યક્તપણે છે. ૪૬ મી ગાથામાં કહ્યું હતું કે “ મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ” અહીં વિશેષપણે જુદું ચિહ્ન તેના ઉત્તરરૂપે જણાવ્યું છે. ૫૪
- હવે ૪૭ મી ગાથામાં પ્રશ્ન હતો કે ઘટ, પટ, જેમ પ્રત્યક્ષ નજરે દેખાય છે, તેમ આત્મા દેખાતો હોય તો માનીએ. તે માટે કહે છે કે :
ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનારને માન નહિ, કહિયે કેવું જ્ઞાન ? ૫૫ હે ભાઈ ! ઘટ, પટ, રથાદિનો જાણક તો તું જ છે, પણ જાણનારું ચૈતન્યતત્ત્વ નિત્ય છે, તેને તું માન નહિ, એ તારું જાણપણું કેવું? જાણનારને માને નહિ અને જે પરવસ્તુ છે તેને જાણનારો, માનનારો તું કેવો છો તેનું ભાન નથી એ તારું જ્ઞાન તે કેવું કહેવું? ઘટ, પટ, રથાદિ છે તે જણાય છે. કદાચ તે સન્મુખ ન હોય, છતાં સ્મરણથી પણ જાણ્યા જ કરે છે. તે પોતાને કેમ જાણતો નથી? જે જે વસ્તુને તે જાણે છે તે જાણનારો બાહ્ય વસ્તુથી જુદો છે. લોકો ઓળસંજ્ઞાથી આત્મા છે એમ બીજાના કહેવાથી હા પાડે છે; પણ પોતે શંકા કરીને તે કેમ છે, કેવડો છે, કેવો છે તેનો વિચાર કરીને કદી પ્રશ્ન પણ પૂછી શકતા નથી, જાણવા જ માગતા નથી, એના કરતા જે વિચાર કરીને પ્રશ્ન પૂછે છે, તે યોગ્ય છે. ખરી રીતે આ બધા ઘટ, પેટ, આદિ જડ પદાર્થ જે દેખાય છે ત્યાં પણ ઉઘાડરૂપ જ્ઞાન દેખાય છે ને તેમાં જ્ઞાનના વિષયો જણાય છે. જ્ઞાનમાં જ સ્વ-પર જણાય છે. પોતાના જ્ઞાનની ક્ષણે ક્ષણે થતી અવસ્થામાં પરપદાર્થ સહેજે જણાય છે. એવો આત્માનો સ્વ-પરપ્રકાશક સહજ જ્ઞાનસ્વભાવ છે. લોકો તત્ત્વની રુચિ કરે અને વિચાર, મનન કરે તો બધુંય સમજાય તેમ છે; કોણ જાણે શું હશે? એવી નિરાશામાંથી લોકો બહાર નીકળતા નથી, અને બુદ્ધિના તર્કથી પ્રશ્ન લાવતા નથી. ૫૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com