________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૯૯
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫૪] શકે છે, કે હવે મૃત્યુ નજીક છે, દેહ છોડવાનાં ટાણાં આવે છે ત્યારે જ્ઞાની, આત્માર્થી, ધર્માત્મા આ સમાધિમરણ કરવાનો અપૂર્વ અવસર છે એમ ઓળખી લે છે; પવિત્ર ધર્માત્માને આ ખબર પડી જાય છે. જ્યારે મૃત્યુની છેલ્લી ભીંસ જણાય તે ટાણે અપૂર્વ હોંશ અને આત્માની સૌમ્યતા તેને ઝળકી ઊઠે છે. જેની દરેક ક્ષણ આત્મભાનની જાગૃતિમાં વર્તે છે, એવા પવિત્ર ધર્માત્મા દેહની સ્થિતિ પૂરી થવા વખતે આત્મભાનમાં બળવાનપણે વર્તે છે. શ્રીમદે દેહ છૂટવા વખતે કહ્યું હતું કે “હવે હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું; મને કોઈ બોલાવશો નહિ” ધર્માત્માને સમાધિમરણના વખતની અગાઉથી ખબર પડી જાય છે અને અંદર જ્ઞાનબળના ઉગ્ર પુરુષાર્થની એવી હોંશ પ્રગટે છે કે એ અપૂર્વ ભાવ કોઈ જુદી જાતનો છે. તે જાણે છે કે આ વર્તમાન કાળે મોક્ષ નથી પણ એક ભવ કરીને મુક્તિ પમાય છે. ધર્માત્મા મરણકાળે એ પ્રમાણે આત્મસમાધિથી દેહ છોડે છે.
આ ગાથામાં એમ કહેવું છે કે જ્યાં સુધી જીવની દેહમાં હયાતી છે ત્યાં સુધી દેહની સુંદરતા તથા ચેતના દેખાય છે. પં. બનારસીદાસ કહે છે કે :
“સમતા રમતા ઊર્ધ્વતા, જ્ઞાયકતા સુખભાસ;
વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” (પં. બનારસીદાસજીએ “સમયસાર-નાટક” માં જીવનું લક્ષણ આ રીતે વર્ણવ્યું છે.) ૫૩ હવે આ ગાથામાં આત્માનું એંધાણ બતાવે છે :
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય;
પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ અહીં નિત્યતાના ભણકારા છે. શિષ્ય પૂછયું હતું કે જીવનું લક્ષણ દેહથી જુદું કેમ દેખાતું નથી ?
અહીં શ્રીગુરુ કહે છે કે “પ્રગટરૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય.” કોઈ કહે કે મને નિદ્રા બહુ સારીય આવી ગઈ. તે અવસ્થાને જાણનાર નિત્ય છે, તેથી તેનો અનુભવ કહે છે કે બહુ ભારે ઊંઘ આવી, અમુક સ્વપ્ન આવ્યું. વગેરે. શ્રીમદ્ રાજચન્દ્ર કિશોરાવસ્થામાં પુષ્પમાળામાં પહેલો ફકરો લખ્યો છે કે “રાત્રી વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું; નિદ્રાથી મુક્ત થવા ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો.” અનાદિની અજ્ઞાનરૂપ ભાવનિદ્રા ટાળો, એમ કહ્યું છે.
જાગૃત, સ્વપ્ન અને નિદ્રા એ ત્રણે અવસ્થાને જાણનારો તે તે અવસ્થાથી જુદો છે. તે તે અવસ્થામાત્રપણે નથી; તેમ રોગ, નિરોગ, બાળક, વૃદ્ધ, સ્ત્રી, રાજા, રંક આદિ દેહોની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com