________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા એકેક ઇન્દ્રિય એકેક વિષયને જાણે છે એમ આ ગાથામાં કહ્યું છે તે નિમિત્તથી ઉપચારથી કહ્યું છે, પાંચ ઇન્દ્રિયોએ ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે આત્મા છે. દેહ પડ્યો રહે છે, તેથી પણ કહેવાય છે કે જાણનાર ચાલ્યો ગયો; એમ ઇન્દ્રિયથી આત્માને જણાવ્યો. આ આત્મસિદ્ધિમાં કોઈ અપૂર્વ ઘટના છે. સમજનાર અને સમજાવનારની શૈલી ઘણી જ સરલ અને સ્પષ્ટ છે. વિચારવાન જીવ ઝટ સમજી જાય તેવી છે. શિષ્ય પણ ચતુર છે. તે કહેશે કે ગુરુ! તમોએ કહેલું હું સમજ્યો છું. આ હકીકત નીચેની ગાથામાં કહી છે -
“ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર;
સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર.” શિષ્ય સમ્યક પ્રકારે નિર્ણય કરતો જાય છે, પણ લોકોને વિચાર-મનનનો કાંઈ પરિચય નથી, અને અંતરના વિચારથી જાણવાનો પુરુષાર્થ કરતા નથી. સંસારના પ્રસંગની વાત હોય તો જે જે કરવું ઘટે તેતે કરે; પણ આમાં અંતરથી વિચાર કરીને મેળવણી કરે નહિ, કોઈ જાતનો નિર્ણય કરે નહિ અને હા પાડે કે “તમે કહો છો એટલે આત્મા એવો હશે.” જાતે પ્રશ્ન કરીને નિર્ણય કરવો જોઈએ. આ શિષ્ય તો કહે છે કે મેં મારી સમજણની ધારણાથી વિચાર પૂર્વક નિર્ણય કર્યો છે, માટે હું પાત્ર છું. આપે કહ્યું કે હું સમજ્યો છું. પર હવે વિશેષ સમાધાનનાં કારણો કહે છે :
દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ;
આત્માની સત્તાવડે, તેવું પ્રવર્તે જાણ. ૫૩ અહીં આત્માને સામાન્ય રીતે સિદ્ધ કરવો છે; માટે નિમિત્તથી ઓળખાવે છે.
દેહ, ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ તથા પ્રાણો પણ આત્માને જાણતા નથી. દેહને ખબર નથી કે આંખ વગેરે આ સ્થાને છે. આત્મા પરમાર્થે અસંગ છે; જ્ઞાતા છે; પણ પૂર્વ કર્મ, દેહાદિની ક્રિયા અને મન, વાણી, દેહના યોગના અવલંબનથી અંદર કંપન થાય છે. જ્યાં લગી દેહ છે, ત્યાં લગી ઓછી-અધિક શ્વાસોશ્વાસ આદિની ક્રિયા જણાય છે. આત્મા દેહમાંથી જતાં, કાર્મણ શરીર આ દેહમાંથી છૂટીને જીવ સાથે જીવ જ્યાં બીજો દેહ ધારણ કરે ત્યાં જાય છે. આ કાર્મણ શરીર અતિસૂક્ષ્મ ધૂળનો પિંડ છે. તે જીવથી જ્યારે છૂટી જાય છે ત્યારે જીવ સંપૂર્ણ શુદ્ધ અને મુક્ત થાય છે. આત્મા શ્વાસ લેતો નથી; તે તો જડ રજકણોની ક્રિયા પૂર્વપ્રારબ્ધ મુજબ થયા કરે છે. જીવને મૃત્યુ વખતે શ્વાસોશ્વાસ મંદ પડે છે અથવા શ્વાસ ઊપડે છે, તે ઉપરથી ઘણા ડાહ્યા માણસો સમજી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com