________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-પર]
[૧૯૭ મનથી જાદો ન હોય તો મનને કંઈ થયું છે તે કેવી રીતે જાણી શકે? સ્થળ અને સૂક્ષ્મ રૂપને જીવ જાણે છે અને જે અબાધ્ય અનુભવ રહે તે જીવસ્વરૂપ છે. હું સ્ત્રી નહિ, પુરુષ નહિ, દેહ નહિ, મન નહિ, ઠીક-અઠીક, સંકલ્પ-વિકલ્પ પણ હું નહિ, અંદર આઠ કર્મની ઝીણી ધૂળ તે પણ હું નહિ, એમ પરદ્રવ્યને વિવેક વડે બાદ કરતાં કરતાં બાકી જે જ્ઞાયક સ્વરૂપ, બધાનો અનુભવ કરનારો બાકી રહ્યો તે હું છું. એમ જે સદાકાળ જાણ્યા કરે તે જાણનારો, જાણવાનું સ્મરણ કરનારો, જ્ઞાતાપણે હયાતી રાખનારો, જે નિત્ય સળંગ ટકી રહે છે તે જીવનું સ્વરૂપ છે. જેમ માખીને મન નથી, તોપણ સાકરનો ગાંગડો અને ફટકડીનો ગાંગડો સાથે હોય છતાં વિવેક કરીને સાકરનો સ્વાદ લે છે, તેમ દેહાદિથી જુદો આત્મા છે. આ ફટકડીની જેમ દેહ, ઈન્દ્રિય, મન તે હું નહિ, ક્રમેક્રમે-હળવે-હળવે ઇન્દ્રિયાધીન જાણવું તે હું નહિ, કલુષિતતાના ભાવ દેખાય છે તે હું નહિ, પણ બાકીની સાક્ષીરૂપ વસ્તુ તે હું છું. જે શાંતિ-સમતારૂપ સમજણ તેની હયાતી રાખીને બધા પરપદાર્થ બાદ થતાં બાકી જે અનુભવ રહે છે તે જ્ઞાયકતા જીવનું સ્વરૂપ છે. એમ અહીં વિચારની શ્રેણી મૂકી છે. આ વિધિથી પ્રગટ અનુભવ થાય છે આ રીતે ૪૫ મી ગાથાનો ઉત્તર ૫૧માં આવ્યો. ૫૧ હવે ૪૬ મી ગાથાનો ઉત્તર આવે છે :
છ ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન;
પાંચ ઇન્દ્રિના વિષયનું, પણ આત્માને ભાન. પ૨. આ ગાથામાં ઉપલકદેષ્ટિ વડે નિમિત્તથી વાત કરી છે. કર્મેન્દ્રિયથી સાંભળ્યું, ત્યાં કર્મેન્દ્રિય જાણવામાં નિમિત્ત છે. પણ ચક્ષુ ઈન્દ્રિય, કર્મેન્દ્રિયના કાર્યને કરી શકે નહિ. જાણનારો તો આત્મા છે, કાનનો પડદો તો નિમિત્ત છે. “ચક્ષુ ઇન્દ્રિયે જાણેલું, તે કર્મેન્દ્રિયે જાણ્યું નથી.' એમ જે એક ઇન્દ્રિયનો વિષય છે તેનું કાર્ય બીજી ઇન્દ્રિય કરી શકે નહિ. એકેક ઇન્દ્રિય એકેક વિષયને જાણવામાં નિમિત્ત થાય, પણ પાંચ ઇન્દ્રિયને જાણનાર આત્મા એકલો જુદો છે. જો કાનથી જ જણાતું હોય, અથવા રૂપને જાણવા જેટલો જ આત્મા હોય તો સ્પર્શના વિષય વખતે આત્મા
સ્પર્શના વિષય ન કરી શકે. જડ ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી પણ જીવ પોતે જ જ્ઞાન હોવાથી રૂપ, રસાદિમાંથી જે કોઈ એકને જાણે તો જ તે ઇન્દ્રિયને નિમિત્ત કહેવાય. ઇન્દ્રિયો પાંચ હોવા છતાં પાંચેનું જ્ઞાન એકસાથે થતું નથી માટે ઇન્દ્રિયોથી જ્ઞાન નથી. સમયસારની ૩૧ મી ગાથામાં કહે છે કે સૂક્ષ્મ, અખંડ, અસંગ, એવા જ્ઞાનસ્વભાવથી મન, ઇન્દ્રિય અને પ્રાણને જાદાં જાણી પછી પોતાના સ્વભાવમાં સ્થિત થાય તે જ્ઞાની છે.
“જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે, અધિક જાણે આભને; નિશ્ચય વિષે સ્થિત સાધુઓ, ભાખે જિતેન્દ્રિય તેહને.”
(સમયસાર ગાથા-૩૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com