________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૯૬ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
નિમિત્ત છે. આંખને દેખનાર આત્મા આંખ વડે કેમ જણાય ? વળી ઇન્દ્રિયો આત્માથી ૫૨ છે એટલે તે ૫૨વસ્તુ જાણવામાં નિમિત્ત થાય પણ આત્માને જાણવામાં કેમ નિમિત્ત થાય ? કેમકે ઊલટો ઇન્દ્રિયો આદિનો તે જોનાર છે. સ્થૂળ-સૂક્ષ્મ બન્નેને તે જાણે છે; પેટના મધ્યમાં કાંઈ થતું હોય તેને બાહ્ય ઇન્દ્રિય તો જાણતી નથી, છતાં જાણનાર સીધી રીતે જાણી લે છે. કાનની અંદર પીડા થાય છે, તેમ જ મગજમાં કાંઈ વેદના થાય છે, તો તેને આત્મા સ્પષ્ટ જાણે છે. બાહ્ય ઇન્દ્રિયના નિમિત્ત વિના સૂક્ષ્મ રતિ-અતિને પણ જીવ જાણે છે. દેહાદિ ૫૨માણુમાં જે કાંઈ વિચિત્ર સ્થિતિ થાય તેની બધી અવસ્થાને સળંગપણે જાણનાર જીવ તેનાથી જાદો છે. મારા આંતરડાની અંદર કંઈક છે, ઝાડો બંધાઈ ગયો છે, છાતીમાં કફ દેખાય છે, એ કઈ ઇન્દ્રિયથી જાણ્યું ? એવી અનેક પ્રકૃતિઓની વેદનાને તથા દુઃખરૂપ આકુળતાને પ્રત્યક્ષપણે જાણનાર જાણના૨૫ણે જ ટકી રહે છે, ક્રોધાદિ તથા વેદનાનું સ્વરૂપ ફરી જાય તોપણ પોતે સળંગ રહીને જાણે છે. એ ઉ૫૨થી નક્કી થાય છે કે હું તો રહું અને આ ઉપાધીઓ ટળી જાઓ.-એમ પ્રત્યક્ષ જુદી જાતનું નિત્ય સમજણસંશાધારક લક્ષણ, દેહ-ઇન્દ્રિયથી જુદું દેખાય છે. પ્રશ્ન પૂછનારે દલીલથી પ્રશ્ન મૂકયો હતો. તેનું યથાર્થ સમાધાન કરાવનાર દલીલ મળી.
હવે શિષ્યના પ્રશ્નો પણ વિચારપૂર્વકના આવશે અને તેના જવાબો મળતાં વિરોધરહિત છએ પદથી સર્વાંગપણું સમજાશે. તે વિષે આગળ આવશે કે
“ ષટ્કદનાં ષટ્ પ્રશ્ન તેં, પૂછયા કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.
,,
જે વિધિએ માર્ગ કહ્યો છે તે માર્ગ હોય તો ૫૨માર્થહેતુ સાધે અને સાધ્ય જે ઇષ્ટપદ (મુક્તિપદ ) તે લહે. પછી કહેશે કે સર્વ જીવ સદાય સિદ્ધ ૫૨માત્માસમ (શક્તિરૂપે ) છે, પણ જે પોતાનું યથાર્થપણું સમજે તે સિદ્ધ થાય.
મોટા વિશાળ સમુદ્રને તેમ જ અનંત-અનંત આકાશને જાણનારો પણ તું જ છે. પૂર્વે કાળચક્રના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનંત-અનંત પલટી ગયાં તોપણ તું તો તે સંયોગોને સ્મરણમાં રાખનારો હજુ નિત્ય ઊભો છે. દેહમાં અલ્પ પણ પીડા થાય છે કે ટળે છે તેની તને ખબર પડે છે, દેહને ખબર પડતી નથી. માટે ભગવાન આત્મા પાંચે ઇન્દ્રિયોને જાણનારો છે, એનો વિચાર કરીને મન અને પાંચ ઇન્દ્રિયોથી જુદો થઈને આત્મપણે આત્માને વિચારી જો અને સ્થિર થા, તો તું તારો બેદ સુખમય, પવિત્ર, જ્ઞાનાનંદસ્વભાવ તારાથી પ્રગટ અનુભવીશ.
કોઈ કહે છે કે હમણાં મારું મન બરાબર કામ કરતું નથી. જુઓ ! મન તો દેખાતું નથી, છતાં મનની ખબર પડી, એ બતાવે છે કે જીવ મનથી જુદો સાક્ષી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com