________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫૦]
[ ૧૯૫
તે કોને ન જાણે ? જીવમાં ગમે તેટલું આવરણ થાય તોપણ થોડાઘણા અંશે જાણવું ટકી રહે છે. તે સદાય ચેતનવંત જેનું પ્રત્યક્ષ લક્ષણ છે તે જીવ છે. કોલસાના ઘણા આકાર હોય છે, તેમાં અગ્નિનો પ્રવેશ થતાં અગ્નિ અનેક આકારે દેખાય છે, છતાં સળગતા કોયલાને પાણીમાં બોળો તો બેઉનાં લક્ષણ જુદાં છે એમ દેખાશે. તેમ અનેક દેહ દેખાય છે, તેના આકાર જુદા જુદા છે; પણ દેહનાં લક્ષણ અને અરૂપી શાતા-આત્માનું લક્ષણ એકબીજાથી જુદાં છે. ૬૦ વર્ષનો ડોસો હોય, તેને પૂછે કે પિતાજી! આપણો અમુક દસ્તાવેજ કયાં મૂકયો છે? તો તે મરતી વેળા બોલી શકે ત્યાં લગી કહે કે પેલી તિજોરીના ફલાણા ખાનામાં મૂકયો છે. તે તિજોરી તો દૂર ત્રીજા ઓ૨ડામાં છે, આંખે દેખાતી નથી, છતાં પોતે મૂકેલ છે એટલે ઘણા વખત અગાઉની વસ્તુ તેનાં સ્મરણમાં પ્રત્યક્ષ જણાય છે. તે જાણનારો શું દેહ તથા ઇન્દ્રિયો આદિ બધાયથી જુદો નથી ? જુદો ન હોય તો મરી ગયા પછી દેહુ અને ઇન્દ્રિયો હયાત દેખાય છે તોપણ ચેતનત્વ ધારણ કરનારો જીવ તેમાં નથી, તેથી મરણ પછી કાંઈ જવાબ મળે નહિ. ૪૯.
હવે દૃષ્ટાંત દ્વારા કહે છે :
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન;
પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦
હે ભાઈ ! અજ્ઞાનના કા૨ણે અનંત ભવના દેહાધ્યાસથી તને દેહ અને આત્મા એક લાગે છે, પણ તલવા૨ અને મ્યાન જેમ જુદાં છે, તેમ દેહ અને ચૈતન્ય બન્ને ભિન્ન છે. બેઉનાં લક્ષણો જુદાં છે અને તે સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તેના પૂર્ણ આનંદનાં અનુભવ માટે શ૨ી૨માં રહેલો ચૈતન્ય આત્મા પોતાના સ્વરૂપને સત્સમાગમ વડે જેમ છે તેમ જાણે અને તેનું ધ્યાન કરે તો દેહથી આત્મા જુદો હોવાથી તે દેહથી છૂટીને મૂક્ત થાય છે; એટલે તેમાં શાશ્વત સ્વરૂપનો અવ્યાબાધ આનંદ છે તે પ્રગટ થાય છે. આત્માનો અનુભવ તો વર્તમાનમાં દેહ હોવા છતાં પણ થાય છે; એટલે કે આત્માને આત્મામાં સુખ ઊપજે છે અને દેહનો અભાવ થતાં જીવ સંસારથી મુક્ત થાય છે. ૫૦
[ તા. ૧૯-૧૦-૩૯ ]
દેહ અને આત્માનાં લક્ષણો જુદાં-જુદાં છે તે કા૨ણો સહિત હવે બતાવે છે :જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ;
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧
ભાઈ! તું કહે છે કે આત્મા દૃષ્ટિ એટલે આંખ વડે દેખાતો નથી પણ તે આંખે કયાંથી દેખાય ? આંખને જાણનારો આંખથી જુદો છે. આંખ તો બાહ્ય પદાર્થને દેખવામાં
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk