________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૯૪ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
આત્મા અને દેહ અને બન્ને જુદા છે અને તેનું પ્રગટ લક્ષણે ભાન થાય છે, તે કહું છું. આત્મા એકલો જ્ઞાતા છે, દેહાદિથી ભિન્ન છે. જીવનું લક્ષણ જ્ઞાન છે. જ્ઞાનમાં શાન્તિ છે. જગતમાં અનંત જીવ દ્રવ્ય છે. તે એકેક સ્વતંત્ર છે. પદાર્થ ઓળખવા માટેની વિધિ શાસ્ત્રમાં કહી છે કે નય, નિક્ષેપ, લક્ષણ અને પ્રમાણ વડે અનેક પદાર્થોમાંથી એક પદાર્થને જુદો તા૨વીને જાણી શકાય છે. તે લક્ષણ નિર્દોષ હોવું જોઈએ. દરેક ક્ષણે તેની સત્તામાં વ્યાપીને રહેવું જોઈએ. આત્મા જ્ઞાયક માત્ર છે, એટલે જાણવું તે તેનું લક્ષણ છે. જ્ઞાન તે તેનું કર્મ છે. પદાર્થનો બોધ કરનાર, જે જાણ્યું તેની સ્મૃતિ રાખનાર પદાર્થ તે જીવ છે. ચેતના, જ્ઞાન, બોધ, સમજણ એ સંજ્ઞાનો ધા૨ક એકેક આત્મા છે. ચેતના તેનું લક્ષણ છે. એ ગુણ ત્રિકાળ જીવમાં જ રહે છે, તે બીજા દ્રવ્યમાં નથી. અતિ સૂક્ષ્મ દેહમાં જીવ જાય એટલે કે નિગોદમાં-બટાટા, કંદમૂળમાં, વનસ્પતિમાં જાય, ત્યાં પણ સુખ-દુઃખની લાગણીરૂપ ચેતના જ જીવનું લક્ષણ છે; માટે જડરૂપે, જડના લક્ષણરૂપે આત્મા કદી થતો નથી. બેઉનાં જુદા જુદાં લક્ષણ પ્રગટ સમજણમાં આવે છે. શિષ્ય કહે છે કે આત્મા કયાંય દેખાતો નથી, ત્યારે ગુરુ કહે છે કે પ્રત્યક્ષ પ્રગટ લક્ષણથી જણાય છે.
કોઈ કહે છે કે દેહના દુઃખથી આત્માને દુઃખ થાય છે, પણ તે ખરું નથી. બારીમાં આંગળી દબાય છે અને રાડ નાખે છે, તે આંગળી દબાણી તેનું દુઃખ નથી, પણ દેહ પ્રત્યેની ઉત્કૃષ્ટ મમતાને લીધે તે રાડ છે. કોઈ તીવ્ર વેદનાથી જીવ અસાધ્ય (બેભાન ) થઈ જાય, તેથી તેને દુઃખ નથી એમ નથી; અવ્યક્તપણે અનંતી વેદના છે. જે દુઃખને મનદ્વા૨ા પ્રગટપણે જાણી શકતો હતો તે જ્ઞાન બૂઠું થઈ ગયું. તેને દુઃખ નથી એમ કહેનાર જ્ઞાનની શક્તિ ઘટાડવામાં સુખ માનનારા છે. એ તેમની ઊંઘી માન્યતા છે. કલોરોફોર્મ સુંઘાડતી વેળાએ જ્ઞાન ઉપર અનંતું આવરણ આવે છે, તેથી ઘેલછારૂપ જ્ઞાનમાં દુ:ખની અસર દેખાતી નથી. અસાધ્યપણું એમ સૂચવે છે કે અતિવેદના છે. વળી જો દેહની વ્યાધિથી દુઃખ થતું હોય તો ધર્માત્મા જ્ઞાનીને દેહની વ્યાધિનું દુઃખ થવું જોઈએ પણ તેમ બનતું નથી, માટે નિયમ ન રહ્યો.
અનાદિ કાળથી લોકોને આત્માનું સાચું લક્ષણ સમજાયું નથી. આત્માનું લક્ષણ જ્ઞાન છે અને જડ પુદ્ગલનું લક્ષણ ગળવું, મળવું, હાલવું, ચાલવું, સડવું, પડવું, અવસ્થાંતર થવું તે છે. ચૈતન્ય ભગવાન આત્મા કેવળ જ્ઞાનમાત્ર છે, અવિનાશી છે, અરૂપી છે, સપ ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય સહિત દ્રવ્ય છે. જ્ઞાન તે લક્ષણ અને આત્મા તેનું લક્ષ્ય છે. પુદ્ગલ ૫૨માણું દ્રવ્યોમાં જ્ઞાનનો અંશમાત્ર નથી, એવો ત્રિકાળ નિયમ છે. દેહાદિ અજીવ વસ્તુમાં જે કંઈ ક્રિયા થતી દેખાય છે તે સ્વતંત્ર તે તે જડ પદાર્થોના આધારે છે. તે જેમ છે તેમ યથાર્થ જાણવું હોય તો પ્રથમ આત્મજ્ઞાન મેળવવું પડશે.
જેનો જ્ઞાનસ્વભાવ છે તેમાં એક અંશ પણ ઉણપ ન હોય, જેનું લક્ષણ જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com