________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૯]
[૧૯૩ ન કરી, મેં ધ્યાન ન રાખ્યું, માટે આમ થઈ ગયું. આમ કર્યું હોત તો આમ ન થાત. એમ જ્યાં
જ્યાં દેહ કર્યા ત્યાં ત્યાં મિથ્યા અભિમાન કર્યું. ઘરમાં ઘણી સગવડ હું રાખું છું એમ માને છે; કંઈ પણ શરીરે બાધા થાય તો તરત જ મટાડી દઉં એમ માને છે. આ હેતુથી લોકો ઘરે ઘરે ઘણી જાતની દવા રાખે છે અને દેહ વિષે રાગનું પોષણ આપવા માટે જ જાણે જીવન હોય નહિ એમ વર્તે છે. એમ બધાં નિમિત્ત-સાધનો ઉપર જ પોતાની સલામતી માને છે, શરીરને કંઈ પણ બાધા ન થાય તે માટે ટાઈમ-ટેબલ વગેરે ઘણી વ્યવસ્થા રાખે છે, છતાં પણ ધાર્યું થતું નથી. જ્યાં સુધી પુણ્યનો યોગ હોય ત્યાં સુધી તો ઉપલકદષ્ટિથી કંઈ અંશે જોગાનુજોગે ધાર્યું થતું હોય તેમ થોડો કાળ દેખાય છે, પણ શરીરે લકવા થાય, કે કોઈ એવું દરદ થાય અને મટે નહિ ત્યારે ધાર્યું ન થાય તો બીજાનો વાંક કાઢે; પણ દેહની ક્રિયા થવી તે આત્માના હાથની વાત નથી-એવી સાચી સમજણ કરે નહીં. વળી મરતી વખતે બધી સોંપણી કરતો જાય કે આમ રાખજો; આટલું દાન દેજો, આવું કારજ કરજો. એમ પોતે સમાધાન કરે છે. જો પરલોકમાં અહીંનો ચેક ચાલતો હોત તો બધું વેચીને ચેક લઈ લેત અને છોકરા માટે કાંઈ રહેવા દેત નહીં; કારણ કે પોતે તે વખતે જાણે છે કે મારું મેળવેલું આ ભોગવશે, તેનો મને લાભ નથી; પણ બીજો ઉપાય નથી એટલે મરતી વખતે વીલ કરતો જાય કે છોકરાઓ મારું સરખું રાખજો; એમ મરતી વખતે પણ અનંતી મમતા-તૃષ્ણા ભેગી લેતો જાય છે. અનંતકાળથી દેહાદિના ભાવની મમતાને લઈને પોતાના આત્માની સંભાળ પોતે કદી કરી નથી તેથી આત્માની વાત ચતી નથી. જ્ઞાની કહે છે કે આત્મા પરનો અકર્તા જ છે. પરનું કોઈ કાર્ય જીવ કરી શકતો જ નથી, પુણ્ય પણ જડ આશ્રિત ક્રિયા છે, એક તણખલાને તોડવાનું સામર્થ્ય ચૈતન્યમાં નથી. આ વાત કાળજે બેસવી ઘણી કઠણ પડે છે. પુણ્યથી પણ આત્માને ગુણ નથી એમ સાંભળતાં “હાય હાય ! આ કેમ બેસે!' એમ રાડ નાખે છે.
આત્માની સાચી વાત સાંભળી પણ ન હોય અને પોતે આત્માનું લક્ષણ અને આત્માના ગુણ જે માન્યા હોય તેનાથી જુદું લાગે એટલે ન રુચે. તે પ્રશ્ન પણ ન કરી શકે, કેમ કે સંઘમાં, નાતમાં, સમાજમાં મારું ધાર્યું થાય છે એમ પોતે માને છે અને પ્રશ્ન પૂછવાથી મારી મોટાઈ ચાલી જશે એવો તેને ભય રહે છે. આવા જીવને દેહથી આત્મા જુદો છે, એમ અંતરંગમાં ભાન કેમ થાય? મેં જડ મૂકયું, લીધું, કર્યું એ આદિ જડના અને દેહના પ્રેમથી, અધ્યાસથી જીવને દેહાત્મબુદ્ધિ દઢ થઈ ગઈ છે; તેથી આત્માના અસંગપણાની, દુઃખથી મુક્ત થવાની, એકત્વપણાની વાત સાંભળતાં જીવને દ્વેષ આવે છે. આ ભાવને અનંત સંસારનો બંધભાવ કહે છે. જીવે મનુષ્યપણું પામીને નવું શું કર્યું? કાગડા-કૂતરા પણ પેટ ભરે છે અને આયુષ્ય પૂરું થતાં બીજો દેહ ધારણ કરે છે. અનંત કાળમાં જે નહિ જાણેલું અપૂર્વ તત્ત્વ તેની વાત જલદી ન સમજાય તો ધીરજથી સમજવી, પણ ના ન પાડવી. અહીં ગુરુ કહે છે કે તેને અનંત કાળથી દેહની મમતાના અધ્યાસે એમ લાગે છે; પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com