________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સમજવા આવ્યો છું. સત્ ત્રણ કાળમાં ન ફરે તેવો અંદરથી ભણકાર આવે છે. સત્ની જેને જિજ્ઞાસા છે તેને સની ધગશ કેટલી હોય છે! તે કહે છે કે મારા અંતરમાં આ કારણથી આગ લાગે છે, માટે સત્ હોય તે સમજાવો. સમજનાર આવો હોવો જોઈએ, અમુક વિચારણા અને યથાર્થ હેતુપૂર્વકની દલીલ કરીને પોતે જાતે તેનો નિર્ણય કરી શકે તેવો હોવો જોઈએ. પ્રશ્ન પૂછવાથી મારું માન નહિ રહે એવો અહીં શિષ્યને ભાવ નથી, પણ મારી શંકા ટળશે એનું તેને લક્ષ છે. ૪૮
હવે શ્રીગુરુ ઉપરના પ્રશ્નોનો જવાબ આપે છે, તેમાં આ ગાથામાં ૪૫ મી ગાથાનો જવાબ
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહુ સમાન,
પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ શિષ્ય પ્રથમ શંકામાં, દૃષ્ટિમાં આત્મા નથી આવતો, તેનું કંઈ રૂપ દેખાતું નથી, તેમ જ અનુભવમાં આવતો નથી-એ ત્રણ વાત કહી; તેમાં એમ આવ્યું કે જે અનંત અનંત દેહો ધારણ કર્યા, તે સંજોગોમાં નિમિત્તમાં જ મારી હયાતી છે. એમ દેહાધ્યાસના લક્ષણે જીવનું લક્ષણ માન્યું છે. શરીરમાં જરા પીડા થાય તો મને પીડા થઈ, ભૂખ લાગે તો મને ભૂખ લાગી, સ્ત્રીનો દેહ હોય તો હું સ્ત્રી, વૈશ્યનો દેહ તો હું વૈશ્ય, બાળકપણે દેહ દેખાય તો હું બાળક, પશુનો દેહ ધારણ કર્યો તો હું પશું, એમ માને છે. વળી વર્તમાનમાં ચોવીસે કલાકની દેહની જે ક્રિયા થાય છે, તે મારાથી જ થાય છે, એવું લક્ષ હોવાથી દેહ અને આત્મા એક જ છે એમ નક્કી થઈ ગયું છે. લોકો કહે છે કે આપણે કાંઈ સારું કરીએ, પણ જીવે અનંત કાળથી પરના લક્ષ નિજધર્મ માન્યો છે, જીવે પોતાની જુદાઈ જાણી નથી; યથાર્થપણે જો જીવનું સાચું લક્ષણ જાણ્યું હોત તો સંસારમાં રખડવું ન પડત, જન્મ-મરણ ઉપાધિ હોત નહિ. જડ અને ચેતન બે પદાર્થો છે; બધાય અચેતન-અજીવ પદાર્થોથી જીવનું જાદું લક્ષણ ચેતના છે. તેનું નિત્યપણું, ભિન્નપણે જેમ છે તેમ પૂર્વે કોઈ વાર જીવે જાણ્યું નથી. મનના શુભ વિકલ્પ પણ જીવનું લક્ષણ નથી. પૂર્વે પરના લક્ષ તથા નિમિત્તના આશ્રયે આત્માનો ધર્મ માન્યો હતો તે ભૂલને જીવે કદી જાણી નથી. આત્મા સાથે પ્રવાહે અનાદિકાળથી આઠ કર્મની ઝીણી ધૂળનું આવરણ છે. જૂનાં આવરણ ટળે છે અને જીવના રાગ-દ્વેષ અને અજ્ઞાનનું નિમિત્ત પામી નવાં આવરણરૂપ જડકર્મ એકક્ષેત્રે આવે છે. તે જડદેહમાં કર્તુત્વ-મમત્વ અને રાગને કારણે સંસારની ઉપાધિ છે. તેનાથી જીવ જન્મ-મરણ કરે છે. તે માને છે કે હું દેહને ઠીક રાખીશ નહિ તો વહેલું મરણ થશે; આમ કરું, આમ લઉં, આમ મૂકું અને આમ રાખું તો ઠીક રહેશે. વળી ડોકટરે આમ દવા ન કરી, મા-બાપે બરાબર મારી જાળવણી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com