________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૯૧
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૮] કલ્યાણ થાય? એવા જીવો ઉપાશ્રયનો અર્થ પણ સમજતા નથી. ઉપ એટલે આત્માની સમીપ, તેના આશ્રયમાં રાગરહિત જ્ઞાનપણે ટકી રહેવું; બીજી કોઈ રીતે કલ્યાણ નથી વસ્તુ સ્વરૂપ સમજવાની ધીરજ રાખે તો સમજાય. જગતમાં જ્યાં-ત્યાં રાગ-દ્વેષ, કામ-ભોગ અને બંધનથી કથા હોય છે, તેથી જીવને તેનો પરિચય સુલભ છે; પણ આ વાત કોઈ નવીન છે, અપૂર્વ છે, એમ લાગે અને તે શું છે એવી મધ્યસ્થપણે જાણવાની જિજ્ઞાસા રાખે તો સમજાયને! અહીં શિષ્ય નાસ્તિકની દૃષ્ટિએ શંકા કરી છે કે આત્મા જ દેખાતો નથી માટે નથી. “છે” એમ કરે તો જ તેના છૂટકારાનો ઉપાય હોય ને?
અહીં અંતરની શંકા છે, બહારની ધારેલી વાત નથી. અનાદિની ભૂલમાં શિષ્યને ભેદ પડ્યો છે. આગ્રહમાં વળગી પડ્યો નથી. ફલાણા ભાઈ કહેતા હતા તેનું કેમ હશે, એમ પારકા ઘરની માંડવા નથી આવ્યો ઘણા જીવો સાંભળવા આવે, પણ અંતરથી પૂછી ન શકે. શંકા તો હોય કે આ બધા ધર્મી થઈને બેઠા છે! એમાં તો નવરા થઈને કાંઈ કરવું નહિ, મોટા સ્વાર્થી થઈને બેસવું એવો તમારો સગવડીયો ધર્મ લાગે છે. કાંઈ સેવા, દયા, પરોપકારનું તો નામ નહિ; ફક્ત જ્ઞાન અને આત્મા-આત્મા જ કરવો તેનાથી કાંઈ લાભ થાય એમ અમને દેખાતું નથી. પણ તેઓ ગમે તેવા પ્રશ્નો કરે તો તેના કાળજામાં શું છે અને તેની માન્યતામાં શું ભૂલ છે તે પકડાવીને સમજાવી શકાય. સન્મુખ આવીને સીધા પ્રશ્ન કરે અને સમજવાની બુદ્ધિથી ધીરજ રાખી સાંભળે તો બધાય પ્રશ્નોના નિકાલ છે. કંઈ કલ્પનાથી કહેવું નથી. દેથી આત્મા જુદો છે અને નિત્ય છે એ સમજાય નહિં. ત્યાં લગી સામાન્ય બાળક જેવા પ્રશ્નો પણ પૂછી શકાય. લોકોને આ નવું સાંભળીને ખળભળાટ થાય છે કે આત્મા પરનું કાંઈ કરી શકે નહિ એ કેમ હોય? પણ અનંત જ્ઞાનીએ તેમ કહ્યું છે અને તેનાં પ્રત્યક્ષ પ્રમાણ છે. જીવે પોતાનું જ્ઞાન કરવું; જ્ઞાનની પ્રતીત અને જ્ઞાનમાં ટકી રહેવું, રાગ-દ્વેષની ઉપાધિથી રહિત સ્વાધીનપણે જ્ઞાનપણે જ્ઞાનમાં ઠરવું, તે જ કર્તવ્ય છે. તેમાં ઘણું કરવાનું આવ્યું, દોષથી બચવું તેમાં તો ઘણી મહેનત આવી. પણ તેમાં એમ ન આવ્યું કે હાથ-પગ હલાવવા, આમ ક્રિયા કરવી કે કોઈ બીજાનું ભલું કરી દેવું. તેના ઘણા ન્યાય છે. બહારની ક્રિયા આત્માને આધીન નથી, પુણ્યની રુચિવાળાને અમે કંઈ પરનું કરી શકીએ એ ભાવ મનમાંથી કેમેય કરીને ખસતો નથી. જ્યાં લગી પુણ્યની સરખાઈ હોય ત્યાં સુધી માને કે અમે ધાર્યું કામ પાર ઉતારીએ છીએ. આત્મા તો જાણે કાંઈ વસ્તુ જ ન હોય એમ વર્તે છે. જ્યારે કોઈ વખત ધાર્યું ન થાય ત્યારે પારકો વાંક કાઢે છે; અથવા કહે છે કે આમ કર્યું હોત તો આમ થાત, એમ કલ્પના કરી સમાધાન કરે છે; પણ તેથી પરનું કર્તાપણું, અહંપણું ટળતું નથી, જે પોતે જિજ્ઞાસુ થઈ પ્રશ્ન પૂછતા નથી તેને પરાણે કોણ સમજાવે? આ ચોથી ગાથામાં વિનય સહિત પ્રશ્ન છે કે બધા સંસારના મતધારીઓ છે મોક્ષ ઉપાય બતાવે છે, તેના કરતાં તમે કંઈ જુદું કહો છો, માટે મારા અંતરની શંકાનું સમાધાન કરીને સમજાવો. સત્ ઉપાય જે હોય તે બતાવો. છે તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com