________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
અંતરની ભ્રાન્તિ ટાળવાનો પ્રસંગ મળ્યો. માટે શ્રીમદ્ભુ કહેવું છે કે પ્રશ્ન કરનારે પ્રશ્ન કરતાં શંકાને ગોપવવી નહિ અને વિનયસહિત બેધડક સ્પષ્ટપણે પ્રશ્નો પૂછી પોતાને એવી ઇષ્ટ સુખપ્રાપ્તિનોમોક્ષનો ઉપાય સમજી લેવો. વળી પ્રશ્નો કેવી રીતે પૂછવા તે ઉ૫૨ ઘણો વિચાર કરવો જોઈએ. આગળ કહી તેવી સુવિચારદશા પણ પ્રથમ હોવી જોઈએ. અહીં શિષ્યનું કહેવું છે કે ગુરુ! અમને તો દેહ, ઇન્દ્રિય અને આત્મા એક જ લાગે છે. કા૨ણ કે એનાથી જ બધા વિષયોનું જાણવું થાય છે. દેઠુ અને ઇન્દ્રિયોના નિમિત્તોમાં ખામી આવે એટલે કે શ૨ી૨માં લકવા થતાં કેટલીક ઇન્દ્રિયોનું કામ અટકી પડે છે, એમ દેહ અને ઇન્દ્રિયોથી આત્માની જુદાઈનું લક્ષણ જણાતું નથી, એવો વિચાર કરીને તે બન્નેના જુદાપણાનું એંધાણ એટલે સાચું લક્ષણ કયું તે બતાવો. આ શિષ્યની જિજ્ઞાસાવૃત્તિ બતાવે છે. આત્માની પ્રતીતિ કેમ થાય, તેની સમજણ કેમ કરી શકાય, તે જાણવાની રુચિ લોકો કરતા પણ નથી, તો તેને પ્રશ્નો કેમ કરવા અને શું જાણવું તેની રુચિ કયાંથી થાય ?
૪૬.
હવે શંકાકા૨ ત્રીજો પ્રશ્ન કરે છે. શંકાકા૨નું હૃદય તત્ત્વ સમજવાની ધગશ બતાવે છેઃવળી જો આત્મા હોય તો, જણાય તે નહીં કેમ ?
જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭.
હે ગુરુ ! જો આત્મા હોય તો તે કેમ ન જણાય ? હોય તે ન જણાય તે કેમ બને ? શિષ્ય એવી દલીલ મૂકી. જે ન જણાય તે વસ્તુ હોય જ નહિ. એ અમારો પક્ષ છે એમ જણાવ્યું. જેમ ઘડો, વસ્ત્રાદિ નજરે દેખાય છે તેમ આત્મા જણાય તો અમે માનીએ. આગળની ગાથામાં પોતાની શંકા ટાળવા માટે જિજ્ઞાસા દર્શાવે છે. ૪૭
હવે આ ગાથામાં શિષ્ય પોતાની શંકા ટળી જાય એવા સદુપાય સમજવાની માગણી કરે
છેઃ
માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષઉપાય;
એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય. ૪૮.
પ્રથમ શંકામાં જ મોક્ષની શંકા કરે છે અને કહે છે કે જ્યાં આત્મા જ નથી ત્યાં તેનો મોક્ષનો ઉપાય કેમ હોઈ શકે? શિષ્ય જાણે છે કે ગુરુ છે તે મોક્ષનો ઉપાય બતાવનારા છે. જેમ નિશાળના મહેતાજી લૌકિક જ્ઞાન આપનારા છે, તેમ આ શ્રીગુરુ પણ લોકોત્તર જ્ઞાન બતાવનારા છે. વર્તમાનની દૃષ્ટિવાળા એક ભાઈ કહેતા હતા કે શું અપાસરામાં જઈને બેસીએ તો જ કલ્યાણ થાય ? નવરા થઈને જે ન દેખાય એવા આત્માની કલ્પના કરવી? કાંઈ સેવા-પરોપકાર કરવા નહિ ? શું નવ૨ા થવાથી જ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com