________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૬]
| [ ૧૮૯ જ આત્મા છે, અથવા આ ઇન્દ્રિયાદિ પ્રાણ તે આત્મા છે; કારણ કે તેનાથી જ જીવ જાણી શકાય છે. પરલોકની અમને શ્રદ્ધા નથી. જેમ કોઈ એક અજાણ્યો માણસ કહે કે “અમે ઝેર ખાઈએ” તો તેનું શું પરિણામ આવે? પોતે ઝેરને ન ઓળખે તોપણ તેનું ફળ થયા વિના રહે નહિ. તેમ ભગવાન આત્માને જાણ્યા વિના બીજાથી સંતોષ માને અને તેમાં ઠીક માનીને રોકાય તો ખરો અવસર હારી જાય.
સુખનું ભાન નથી ને લોકો કહે છે કે અમારી નજરે દેખાતું સુખ છોડીને પરભવનું કોણ કરે? મરી ગયા પછી “ગોલણ ગાડ ભરે.” માત્ર વર્તમાન સગવડતા ઉપર તેમનું લક્ષ હોય છે વળી તેઓ કહે છે કે આપણા બાપદાદાઓ તો બહુ પછાત હતા અને તેમના નેતા ધર્મગુરુઓ પણ તેવા હતા, માટે અમારે આવો ધર્મ જોઈતો નથી. ધર્મ ન હોત તો અમે વધારે સુખી હોત; પણ વચ્ચે જ્ઞાનીઓએ લપ ઘાલી દીધી છે. તેઓને જ્ઞાની કહે છે કે-એવું બોલનારા નાસ્તિકવાદીઓ છે, તેઓને સાચા સુખની ખબર નથી. ઘણા લોકો અણસમજણથી ધર્મને નામે ઠગાણા છે, ભ્રમણામાં પડયા છે; પણ ધર્મ તો આત્માનો શુદ્ધ સ્વભાવ છે તેથી કોઈને નુકસાન થાય જ નહિ. તેનાથી કોઈ ઠગાય નહીં, તેમ જ તેમાં અન્યાય પણ ચાલી શકે નહિ. જ્ઞાની પાસે જિજ્ઞાસાથી આશંકા કરી પૂછવા આવે તેનું યથાર્થ સમાધાન થઈ શકવા યોગ્ય છે. બીજા બધા પદાર્થોને જાણનારો હોવાથી તેનાથી તું જુદો છો. તું તને જ ભૂલે છે તે કેટલી ગજબની વાત છે!
[ તા. ૧૮-૧૦-૩૯] શિષ્ય શંકા કરે છે તેમાં શંકા કરનાર કેવો હોય છે તે આવી જાય છે. આવી શંકા કરનાર કેવી રીતે સમજે તે વાત પણ આવી જાય છે. વિનયવંત શિષ્ય પોતાની શંકા શરમથી છુપાવ્યા વિના ખુલ્લા હૃદયથી કહે છે. પ્રશ્નકારે પોતે જે જે શંકાનાં કારણો પકડયાં છે તેનું અંતરથી સમાધાન થશે ત્યારે સમજાશે. એનું સમજવા પ્રત્યે લક્ષ છે તેથી શંકાનું બીજું કારણ કહે છે :
અથવા દેહુ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ;
મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ.” કહે છે કે પ્રભુ! આ દેહ અને ઇન્દ્રિયની ચેષ્ટા ઉપરથી જણાય છે તેથી એના વડે જ જાણપણું છે, માટે અમને દેહ અને ઇન્દ્રિયોથી આત્મા જુદો માનવો મિથ્યા લાગે છે. પ્રશ્ન કરનાર નિર્માની છે. મારી ભૂલ સભામાં ઉઘાડી થશે અને માન જશે, એમ માન રાખ્યા વિના ખુલ્લા હૃદયથી મુમુક્ષુએ પ્રશ્ન કરવા જોઈએ. જેમ પરદેશી રાજાએ શ્રી કેશી ભગવાન પાસે પ્રશ્નો કર્યા હતા તેમ તન માન મૂકીને ખુલાસા પૂછવા જોઈએ. તેણે એમ નહોતું માન્યું કે મારી પ્રજા અને પ્રધાનો વચ્ચે હું આમ પૂછીશ તો મારી હીણપ કહેવાશે; પણ બાળકની જેમ માનની દરકાર નહિ કરતાં, સમજવાની રુચિ કરી તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com