________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
૧૮૮ ]
વિનય પણ રાખે, બેધડક પ્રશ્ન પણ પૂછે અને સમજવાની ધી૨જ પણ રાખે; જે વિચારણાથી પોતાને શંકા પડી છે તેના કા૨ણોની તેને ખબર છે અને પોતાને સમજવાનું શું તત્ત્વ છે તેની પણ તેને ખબર છે. ૪૪.
હવે આત્માના હોવાપણારૂપ પ્રથમ પદની શંકા કરે છે. ગુરુ કહે છે તેમાં તેને શંકા આવતી નથી, પણ વસ્તુસ્વરૂપ સમજવા અર્થે જિજ્ઞાસાથી આશંકા કરે છે. જેને. તત્ત્વનો નિર્ણય નથી તેમ જ સમજવા માટે આશંકા પણ થતી નથી તેની અહીં વાત નથી, તેમ જે સમજીને શમાઈ ગયા છે તેની અહીં વાત નથી; પણ વચલા વર્ગવાળા કે જેને સમાધાન ક૨વાપણું છે તેને આશંકા થાય છે.
પરદેશી રાજાને આત્મા નથી એમ શંકા હતી, પણ સમજવાનો કામી તો, તો યોગ્ય ભૂમિકા થતાં સદ્ગુરુ મળ્યા. અહીં શિષ્ય પણ તે પરદેશી રાજા જેવી જ પ્રથમ શંકા કરે છેઃનથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ;
બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫
પહેલો જ પ્રશ્ન કરે છે કે શ્રીગુરુ! મને આત્મા દૃષ્ટિમાં આવતો નથી, એ નકારમાં જ હકા૨નો ભણકાર છે. સામો જિજ્ઞાસુ એટલી તૈયારીવાળો હોય છે કે મારે એવી દલીલ કરવી કે જેથી ગુરુ પાસેથી પાકું સમજાઈ જાય. તે ગુરુને કહે છે કે હથેળીમાં આમળું દેખાય એમ દેખાડો અને તેનાં કા૨ણો જણાવો પવન જેમ સ્પર્શથી જણાય છે તેમ આત્માનું લક્ષણ શું છે તે જણાવો. ભલે સ્પર્શાદિથી કે રૂપથી ન દેખાય પણ બીજા કોઈ અનુભવથી તો જણાવો. ઘુવડ સૂર્યને દેખી ન શકે પણ તાપ પડે છે તેનો અનુભવ તો તેને થઈ શકે છે, તેમ આ આત્મા અનુભવગમ્ય તો થવો જોઈએ; એમ કા૨ણો ૨જી કર્યાં અને જણાવ્યું કે આ કારણો વિચારીને મેં મુક્યાં છે. દૃષ્ટિમાં દેખાતો નથી તે કારણનો જવાબ આવશે કે રૂપવાળા પદાર્થ હોય તે દેખાય.
આત્મા તો તેનાથી જુદો અરૂપી જ્ઞાયક છે અને તેથી પાંચે ઇન્દ્રિયો અને મનથી ૫૨ છે, જુદો છે અને પોતાનું વેદન ક૨ના૨ો એટલે કે અનુભવ કરનારો છે. એમ ન્યાયની યુક્તિથી જણાવશે. ૪૫.
હવે આત્મા નહિ હોવાની શંકાનું બીજું કા૨ણ ૨જુ ક૨ે છે :
-
અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ;
મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬. શિષ્ય કહે છે :– હું તો કહું છું કે આત્મા નથી, પણ કદી હોય તો આ દેહ એ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com