________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૮૭
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૪] પોતાનાં બારણાં ઉઘાડવા જ ન માગે, અથવા અમારે કાંઈ જાણવું નથી એમ કહી ઉજ્જડ ઘર જેવા અજાણ્યા રહેવા માગે, અને બારણાં ન ઉઘાડે તો તેને પરાણે કોણ સમજાવે? એવા ઘણા હોય છે કે શંકા કરીને સમાધાન કરવા માટે એટલે કે હવા આવવા માટે બારણાં ઉઘાડતાં જ નથી. કારણ કે અમારો કચરો ઊડી જશે અને બીજા દેખી જશે એવો ભય રહે છે; અને કહે કે ગમે ત્યારે સમજાશે; અથવા કહે કે અમને ધર્મની, આત્માની શ્રદ્ધા છે, અમે નિઃશંક છીએ. કોઈ કહે છે કે આટલું બધું ઝીણું જાણવાની કોઈ જરૂર જ નથી, આપણે નિરાંતે ધ્યાનમાં બેસીએ અને નિવૃત્તિમાં રહીએ તો રાગ-દ્વેષ ન થાય. માટે ઘણું જાણવાનું શું કામ? આપણે માન્યું છે તે જ સાચું છે. એવું માનનારા નિઃશંક તો ખરા પણ તે ઊંધા. તેને જ્યારે સાચા તત્ત્વની વાત સાંભળવાનો પ્રસંગ આવે ત્યારે ના પાડી બેસે છે, કારણ કે પોતે જે ગ્રહણ કર્યું છે, માન્યું છે, તેનાથી બીજાં દેખાતાં બારણાં બંધ કરે છે. સર્પનું દૃષ્ટાંત- જેમ કે પોતે સોડ તાણીને સૂતો છે, માથા ઉપર વેંત ઊંચે સર્પ લટકે છે, તે ઊંચો થાય કે તરત જ કરડવાનો છે, છતાં માને છે કે હું નિર્ભય છું; પણ મૃત્યરૂપી કાળ અલ્પકાળમાં તેનું આયુષ્ય પૂરું કરશે. સર્પનું ભાન ન હોય તે નિઃશંક સૂતો ન કહેવાય. જો સર્પને યુક્તિથી-કળથી કાઢે, તો જ મૃત્યુનો ભય ગયો ગણાય. સર્પનો ભય ટાળ્યો, પછી તો પથારી તળે કીડીઓનું કાઢવું તે દુઃખદાયક નથી. તેમ પરભાવ શું અને સ્વતત્ત્વનો સ્વભાવ શું તેની ઓળખ જેને નથી, માત્ર અંધશ્રદ્ધાએ વર્તે છે, હું કોણ છું તેનું જેને ભાન નથી, તે સત્ય-અસત્યનો વિવેકી નથી. આવા પ્રકારના જીવોને સાચા નિમિત્તનો જોગ થઈ જાય તો પણ એ પરમાર્થ પામી શકે નહિ.
હવે અહીંથી ક્રમબદ્ધ પ્રશ્નોત્તરની અને યુક્તિસર સિદ્ધાંતની રચના આવે છે. શિષ્ય શંકા કરશે અને ગુરુ દરેક પદનું યથાર્થપણું સિદ્ધ કરશે. શિષ્ય કંઈક જાણ્યું છે પણ નિર્ણય કર્યો નથી, માટે જ્ઞાની શું કહે છે તે જાણવાની જિજ્ઞાસાવાળો છે; તેથી તેને આશંકા થાય છે. અહીં આશંકા, આત્માના હોવાપણા વગેરે બાબતની છે. આત્મા વગેરે પદોની શંકા કરે છે, તેમાં આત્મા નથી વગેરે જે વિચારોથી શંકા થઈ તેને ધારી રાખે છે અને તેના ન્યાયો બરાબર સમજવા માગે છે; એમ જેને એકાગ્રતાથી સત્ સમજવાની તૈયારી છે તે “હું શું શું નથી માનતો” અને “તે કયા કારણે નથી માનતો તેની દલીલો ગુરુ પાસે રજા કરે છે.
આ શાસ્ત્રમાં ગુરુ અને શિષ્યના સંવાદરૂપે એવી જાતની ઘટના કરી છે કે આવી રીતે સમજીને જિજ્ઞાસાપૂર્વક જે શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુના ઉત્તરને ગ્રહણ કરે છે તેનો મોક્ષ થયા વિના રહે નહિ. શિષ્ય સમજવાની જિજ્ઞાસા અને ગુરુ પ્રત્યેની પ્રતીત લઈને આવ્યો છે. તે મારું અપમાન થશે, મારી મોટાઈ જશે, એવી શરમ ન રાખે. છાશ લેવા જવું અને વાસણ સંતાડવું એ કેમ બને ? વિનયવંત અને તત્ત્વનો જિજ્ઞાસુ જ્ઞાનીનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com