________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા દેહે આત્મકલ્યાણ સાધી મોક્ષે જશે. ધોક મોક્ષમાર્ગ ચાલશે અને લાખો મનુષ્ય મોક્ષે જશે. સર્વજ્ઞ પરમાત્મા સાક્ષાત્ વર્તમાનમાં પણ વિદેહક્ષેત્રે બિરાજે છે. સર્વજ્ઞપણું છે એ નક્કી કરવા માગે તો સમજાય તેમ છે. આગળ વધીને સમજણથી જુઓ તો બધુંય છે. મોક્ષમાર્ગ ચાલુ જ છે. છ મહિના અને આઠ સમયમાં ૬૦૮ જીવ મોક્ષે જાય અને સૂક્ષ્મનિગોદસ્થાનમાં અનંત જીવરાશિ છે તેમાંથી છ મહિના અને આઠ સમયમાં ૬૦૮ જીવો બહાર આવી બીજા શરીરો ધારણ કરે છે; છતાં અનંતકાળે પણ સંસારમાંથી અનંતમે ભાગે પણ જીવો ઘટવાના નથી. મનુષ્યક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા ૨૯ નવડાની અને જઘન્ય સંખ્યા ૨૯ સાતડાની છે. તેમાંથી છ મહિના અને આઠ સમયમાં ૬૦૮ જીવો મોક્ષ જાય છે. તે જીવો સ્વયં પોતાના પુરુષાર્થથી જ મોક્ષને સાથે છે, છતાં તેમને ઇષ્ટ નિમિત્તનું બહુમાન જરૂર હોય છે. તીર્થકરાદિને માર્ગના દેખાડનાર કહ્યા છે. એવા જીવો કહે છે કે – હે સર્વજ્ઞ ભગવાન ! આપે ધર્મતીર્થ પ્રવર્તાવી મોક્ષમાર્ગ સમજાવ્યો છે; એમ સનું બહુમાન કરે છે, જે જે આત્માઓ સાચી તૈયારી કરે છે તેમને જ્ઞાની ઉપકારી નિમિત્ત કહેવાય છે, પણ તે જ્ઞાનીને ઇચ્છા નથી, તોપણ પૂર્વે બંધાયેલ તીર્થંકરનામકર્મપ્રકૃતિના કારણે તેમની વાણી ધર્મસભામાં દિવ્યધ્વનિરૂપે છૂટે છે ને તત્ત્વને સમજવાની તૈયારીવાળા હજારો જીવો આત્મકલ્યાણ પામે છે. જે સમજે છે તે પામે છે.
- અત્રે આ શિષ્ય એવો વિચારવાનું છે કે યથાર્થ શંકા ઉઠાવે છે અને જ્ઞાનીના ભાવવચનનો આશય સમજે છે; ન સમજાય તો ફરી પૂછે છે. લોકોને ઘરબાર, સ્ત્રી, પૂત્ર અને ધન આદિમાંથી નિવૃત્તિ મળે ત્યારે તત્ત્વનો વિચાર આવે ને! આખી જિંદગી સંસારના પ્રયોજન અર્થે કાઢી, પણ ભવનો અભાવ થાય તેનું કાંઈ કર્યું? આ વાત એવી ઢબથી ઉપાડી છે કે સાંભળનારાના ખ્યાલમાં આવે કે આવી શંકા કરનારાઓ પોતાનું ઈષ્ટ કેમ થાય તે માટે વિચારદશામાં કાળ ગાળે, અને તેવા જિજ્ઞાસુ, જે અપૂર્વ કાર્ય અનંતકાળમાં ન થયું તે અલ્પકાળમાં મેળવે.
પણ જે લોકો કહે છે કે અમને શંકા થતી નથી, ગમે તેવો મોક્ષ હોય, આપણે કાંઈ જાણવું નથી. તેમને સત્ જિજ્ઞાસા ઊપડી નથી, પ્રશ્ન કરતાંય આવડે નહિ, તેથી પ્રશ્ન પૂછવામાં પણ મૂંઝવણ થાય.
જેમ બંધ મકાનમાં કચરો ઘણો પડ્યો હોય છે. તેનાં બારણાં ઊઘડતાં જ અંદર પવન પેસે છે અને પડેલો કચરો ઊડવા લાગે છે, એટલે તેવા ઘરવાળાને બીજાની શરમ લાગે છે કે મેં બારણું ન ઉઘાડયું હોત તો સારું હતું, પણ જો ઝાડુ લઈને વાળીને સાફ કરનાર કોઈ મળે અને તેને ઓળખે કે આનાથી મારો કચરો નીકળે તેમ છે અને કાઢવા માગે તો તેનો કચરો રહે નહિ; પણ મત-મતાંતરના આગ્રહવાળાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com