________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૮૫
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૪] વળી કોઈ એકાંત અનિત્ય માને તો પુરુષાર્થનું ફળ ભોગવી શકે નહિ. એમ તેમના બધા અભિપ્રાયનાં નિરાકરણ આ છ પદમાં આવી જાય છે જગતમાં ઘણાં શાસ્ત્રો ધર્મના બહાને પોતાની કલ્પનાથી રચાયેલાં છે; જગત પણ અનંતકાળ સંસારપણે અજ્ઞાનદશામાં રહેવાનું છે, તેથી ખોટા અભિપ્રાયો સર્વથા ટળી જાય તેમ કદી બનતું નથી. તેથી અનેક માન્યતાની ગેરસમજના વિરોધ ટાળવા માટે આ છ પદની વિચારણા છે. કોઈ કર્તા માનતો હોય તો ભોક્તા ન માનતો હોય, કોઈ એકાંત નિત્ય જ માનતો હોય તો અનિત્ય પર્યાય ન માનતો હોય, કોઈ ઈશ્વર કર્તા માને વગેરે. તે બધાનો નિકાલ આ છ પદ વડે થાય છે. જે જે અભિપ્રાયો વિરોધરૂપ હોય તે બધાનો નિવેડો આ છ પદથી આવે છે. આ છ બોલ જેમ છે તેમ સમજે તો ત્રણ લોક, ત્રણ કાળનાં રહસ્ય સમજાય અને કોઈને પૂછવા જવું ન પડે, પણ સમજ્યા વિના કાંઈ સ્વચ્છેદે જેમ તેમ નિર્ધારીને એકાંત પક્ષના આગ્રહને પકડી બેસે તો સાચું તત્ત્વ સમજાય નહિ. આનંદઘનજીએ છ દર્શનને, ૨૧ મા જિનેશ્વર ભગવાનના દેહના અંગ જણાવીને કહ્યું છે કેઃ
ષદર્શન જિન અંગ ભણી જે, ન્યાયષડંગ જે સાધે રે;
નમિ જિનવરના ચરણ ઉપાસક, પર્દર્શન આરાધે રે.” એકપક્ષી દૃષ્ટિને જો એ પક્ષની અપેક્ષા રાખીને ઘટાવીએ તો અનેકાંત ન્યાયમાં સમાવી શકાય છે, પણ કોઈ પક્ષને જ ગ્રહણ કરે તો તેનો પક્ષ મિથ્યા કરે છે, માટે સાપેક્ષ દૃષ્ટિથી છ પદનો ન્યાય સંક્ષેપમાં, પરમાર્થ સમજાવવાને અર્થે જ્ઞાની પુરુષોએ કહ્યો છે.
કોઈ કહે કે જગત ઉપર ઉપકાર કરે તેને અમે જ્ઞાની કહીએ. તો સાચો પરમાર્થ પામવાનું સાચું ઉપકારી ઉત્કૃષ્ટ નિમિત્ત જ્ઞાની છે. જ્ઞાનીએ જગત ઉપર અનંત ઉપકાર કર્યો છે, પણ જગત માટે તે રોકાઈ જતા નથી. જ્ઞાનીનો ભાવ જે સમજે તેને ઉપકાર થાય, પણ સતનો નકાર કરનારા, જગતમાં રખડવાના અભિપ્રાયવાળા અનંત જીવો પડ્યા છે, તેમ જ સનો આદર કરનારા અનંત જ્ઞાનીઓ થઈ ગયા અને મોક્ષે ગયા છે. કોઈ ભાઈ કહે છે કે જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું, પછી જગતના જીવોને સાચો ધર્મ સમજાવવા બે-પાંચ વર્ષ જગતમાં વધારે રોકાય તો તેમાં તેમને શું વાંધો છે? વળી દુઃખી જીવોનો અનાદર કરીને સુખના સ્થાનમાં શા માટે જાય છે? તેનો ઉત્તર એમ છે કે જગતના બધા જીવો સ્વતંત્ર છે; તેનું પરિણમન જ્ઞાનીને આધીન નથી.
જગતના જીવો ધર્મ પામે એવા રાગની ઉપાધિ ન હોવાથી તેમને રોકાવું પડતું નથી. માટે જેને બેહદ સુખસ્વરૂપ એવા પ્રત્યક્ષ સર્વજ્ઞ-વીતરાગ ભગવાન પાસે જવું હોય તેણે પોતાની જાતની તૈયારી કરવી પડશે. વર્તમાનમાં આ ક્ષેત્રે તો એક-બે ભવ કરીને મોક્ષે જવાય છે, પણ વર્તમાનમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાંથી મનુષ્યદેહે તે જ ભવે મોક્ષે જવાય છે, ભવિષ્યમાં આ ક્ષેત્રે પણ સર્વજ્ઞ ભગવાન હશે; અને ઘણા જીવો તે જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com